SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૯-૧૧૨ આત્મખ્યાતિટીકાર્ય - પુદ્ગલ કર્મનું નિશ્ચયથી પુદ્ગલદ્રવ્ય જ એક કર્ર છે, તેના વિશેષો મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ બંધના સામાન્ય હેતુતાએ કરીને ચાર કર્તાઓ છે, તેઓ જ વિકલ્પવામાં આવતાં મિથ્યાષ્ટિ આદિ સયોગકેવલપર્યત તેર કર્તાઓ છે. જે વ્યાપ્ય વ્યાપકભાવથી કંઈ પણ પુદ્ગલકર્મ કરતા હોય તો ભલે કરે જ ! અત્રે જીવનું શું આવી પડ્યું? હવે આ તર્ક કે - પુદગલમય મિથ્યાત્વાદિને વેદી રહેલો જીવ સ્વયમેવ મિથ્યાષ્ટિ થઈને પુદગલ કર્મ કરે છે, તે ખરેખર ! અવિવેક છે, કારણકે નિશ્ચયથી આત્મા ભાવ્યભાવક ભાવના અભાવને લીધે પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો વેદક પણ નથી, તો પુનઃ પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય વારુ ? એટલે આ આવ્યું કે - કારણકે પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના વિકલ્પો “ગુણ' શબ્દથી વાચ્ય એવા તેર વિશેષ પ્રત્યયો કેવલ જ કર્મો કરે છે, તેથી પુગલકર્મોનો જીવ અકર્તા છે, ગુણો જ તેના કર્તાઓ છે અને તેઓ તો પુગલદ્રવ્ય જ છે, તેથી સ્થિત છે કે પુદ્ગલકર્મનું પુદ્ગલ દ્રવ્ય જ એક કર્યું છે. ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨ “અમૃત જ્યોતિ” મહાભાષ્ય “જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગ દ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, રોગ. પહેલા કારણનો અભાવ થયે બીજનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. પપપ નિથાત્વાતિ માલાયોઃ વંધહેતવઃ ” - શ્રી તત્ત્વાર્થ સૂત્ર ઉપરમાં નિખુષ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું તેમ જીવ દ્રવ્ય જે સ્વયં–આપોઆપ સ્વભાવે પરિણમે છે, ને પુદ્ગલકર્મનો કર્તા નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા છે કોણ? એવી સહજ આશંકા શિષ્યને ઊઠે છે. તેનું સમાધાન અત્ર શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે અને તેનું તત્ત્વ સર્વસ્વસમર્પક અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિ'કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્ય છે. તેનો આશયાર્થ આ પ્રકારે - સમ્યક એવી નિશ્ચય તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો – પુર્તિન: વિક્રત પુતદ્રવ્યમેવૈવ વર્જી - પુદ્ગલ કર્મનું ક પુદ્ગલદ્રવ્ય જ એક છે, અથવા “તર્વિશેષો' - તે પુદ્ગલદ્રવ્યના જ વિશેષરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ - બંધના સામાન્ય હેતતાએ કરીને - ચાર “સામાન્ય પ્રત્યયો' પુદ્ગલ કર્મના ચાર કર્તાઓ છે, અથવા આ ચાર મૂલ સામાન્ય પ્રત્યયોના ઉત્તર ભેદરૂપ વિકલ્પો કરવામાં આવતાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી માંડી સયોગ કેવલી ગુણસ્થાન પર્યત તેના તેર ઉત્તર પ્રત્યયો થાય છે, તે તેર પ્રત્યયો પુદ્ગલકર્મના તેર કર્તાઓ છે. હવે આમ આ તેર કર્તા પણ ‘પુનિવવિપવિત્પાદુ - પુદ્ગલકર્મ વિપાકના વિકલ્પપણાને લીધે – પુદ્ગલકમ ઉદયના ભેદરૂપપણાને લીધે “અત્યંત અચેતન” - સર્વથા અચેતન છે. એટલે અચેતન એવા આ તેર કર્તાઓ “કેવલ જ’ - દેવના જીવ - એ અન્ય કોઈ પણ સહાય વિના કેવલ માત્ર પોતે જ જે “વ્યાપ્ય-વ્યાપક ભાવથી' થાળવ્યાપમાન કંઈ પણ પગલકર્મ કરતા હોય, તો ભલે કરે જ ! “એમાં જીવનું શું આવી પડ્યું ?' એમાં જીવને શું લાગે વળગે? એમાં જીવને શું લેવા દેવા ? હવે જો એવો તર્ક કરવામાં આવે કે - “પુદ્ગલમય' મિથ્યાત્વાદિને વેદતો જીવ પુતિદ્રવ્યમેવ - તેઓ - ગુણો તો પુદ્ગલ દ્રવ્ય જ છે. આ ઉપરથી શું ફલિત થયું? તતઃ સ્થિતં - તેથી સ્થિત છે કે - પુત્રાનr: • પુદ્ગલ કર્મનું પુલ્તદ્રવ્યમેવ - પુદ્ગલ દ્રવ્ય જ - એક કર્વ . || તિ “ગાત્મધ્યાતિ' મા-માવના |૨૦૧il99થી999ll૧૧૨ll ૬૨૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy