SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ બાકી તો પછી પુદગલ કર્મનો કર્તા કોણ છે? તેનું પ્રતિપાદન કરતી નીચેની ગાથાઓની રજૂઆત કરતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૧૮) પ્રકાશે છે - વસંતતિતવા - जीवः करोति यदि पुद्गल कर्म नैव, कस्तर्हि तत्कुरुत इत्यभिशंकयैव ।। एत र्हि तीव्ररयमोहनिबर्हणाय, संकीर्त्यते श्रृणुत पुद्गलकर्म कर्तृ ॥६३॥ જે જીવ પૌગલિક કર્મ કરે નહિ આ, તો શંકા થાતી કરતું કુણ તે અહિ આ ? આ તીવ્ર વેગી તુજ મોહ વિધ્વંસવાને, સંકીર્તિએ સુણ જ પુદ્ગલકર્મ કર્તા. ૬૩ અમૃત પદ-૩ ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ જીવ જો પુદ્ગલ કર્મ કરે ના, કોણ કરે છે તેહ ? નિશ્ચય ને વ્યવહાર તણી તો વાત અટપટી એહ. જીવ જે પુદ્ગલ કર્મ. ૧ ગુરુદેવ ! આશંકા એ થાતી, વાત ન મુજ સમજાતી, કર્તા-કર્મની વાત અતિશે, અટપટી આ દેખાતી... જીવ જે પુદ્ગલ કર્મ. ૨ તીવ્રવેગી હે શિષ્ય ! એ હારો, મોહ હણવાને કાજે, ૫ગલ કર્મનો કર્તા કહિએ, સાંભળજે અહિ આ જે... જીવ. ૩ ભગવાન અમૃતચંદ્રની અમૃત, વાણી આ સાંભળજે, મોહ વિષ ઉતારી અનાદિ, અમૃતપંથે પળજે... જીવ. અર્થ - જીવ જો પુદ્ગલ કર્મ કરતો નથી જ, તીવ્ર વેગી મોહના નિબણાર્થે (વિધ્વંસનાર્થે, વિનાશાથે) આ ફુટપણે પુદગલકર્મ કર્ણ સંકીર્તવામાં આવે છે, તે શ્રવણ કરો ! - “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “મિથ્યાત્વની નિવૃત્તિ એ જ સમ્યકત્વ.” - શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર નીચેની ગાથાઓમાં પુગલકર્મનો કર્તા કોણ છે ? તેનો ખુલાસો કર્યો છે, તેની ઉત્થાનિકારૂપ આ કળશ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે. નીવ: જરતિ દ્રિ પુત્તિ ફર્મ નવ સ્તર્ણ તબૂત રૂત્યમશંર્યવ - અત્રે શિષ્ય શંકા કરે છે - હે સદ્દગુરુ ભગવાન્ ! જીવ પુદ્ગલકર્મ કરતો નથી એમ આપે કહ્યું, પણ તે હજુ મ્હારી સમજમાં ઉતરતું નથી. જીવ જે પુદ્ગલ કર્મ નથી જ કરતો તો પછી તે કોણ કરે છે ? જડ પુદ્ગલ આપોઆપ કર્મ બની મળે અને છૂટા પડે એ કેમ કરીને બને ? આ મ્હારા મનના સંશયનું આપ પ્રભુ નિવારણ કરો ! એટલે પરમકૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન વદે છે - હે શિષ્ય ! પુદ્ગલ કર્મનો કર્તા કોણ છે ? તે હારા તીવ્રવેગી મોહના - “નિબણાર્થે’ - વિધ્વંસનાર્થે - વિનાશનાર્થે - સર્વ નાશાર્થે - તર્ટિ તીવ્રરમોનિવાર્થ સંકીર્તન કરવામાં આવે છે, સમ્યક પ્રકારે વર્ણવવામાં આવે છે, તે શ્રવણ કરો ! સંકીર્યંત ઋજુત પુત્રી | સમ્યક તત્ત્વ દૃષ્ટિના અભાવે જીવ પુદ્ગલ કર્મ કરે છે એવો જે મિથ્યા માન્યતારૂપ અનાદિ રૂઢ મૂઢ ભાવ જીવને વર્તે છે, તે “તીવ્ર' - આકરા - ઉગ્ર મોહાવેશને ઉતારવા માટે અમે જે સમ્યક નિશ્ચય - તત્ત્વદૃષ્ટિથી વિસ્તારીને કહીએ છીએ, તે સાવધાન થઈને સાંભળ ! આવા ભાવનો આ ઉત્થાનિકા કળશ પ્રકાશી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી નીચેની ગાથા અવતારે છે - ૬૨૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy