SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૦ આત્મખ્યાતિટીકાર્ય જે ફુટપણે ઘટાદિ વા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક કર્મ છે, તેને આ આત્મા તન્મયપણાના અનુષંગને લીધે પ્રથમ તો વ્યાય-વ્યાપક ભાવથી નથી કરતો, નિત્ય કર્તુત્વના અનુષંગને લીધે નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ તે કરે નહિ. અનિત્ય એવા યોગ અને ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તા છે અને આત્મવિકલ્પ-વ્યાપારરૂપ યોગ-ઉપયોગનો - કદાચિત અશાનથી કરણને લીધે – આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ તે પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા ન હોય. અમૃત જ્યોતિ મહાભાષ્ય વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વત્ય છે, વર્તે છે અને ભવિષ્યકાળે વર્તશે તે સર્વને વારંવાર નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૭૮ આ આત્મા કેવલ વ્યાપ્ય-વ્યાપક ભાવથી કર્તા નથી, એટલું જ નહિ પણ “નિકનૈત્તિવ માન િર છત્તત્તિ - નિમિત્ત-નૈમિત્તિક ભાવથી પણ પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ, એ અત્ર સ્પષ્ટ કર્યું છે અને આત્મખ્યાતિકર્તા પરમર્ષિએ તેનું અપૂર્વ તત્ત્વદર્શન કરાવ્યું આત્મા નિમિત્ત-નૈમિત્તિક છે. ઘટાદિ ક્રોધાદિ જે ખરેખર ! પરદ્રવ્યાત્મક-પરદ્રવ્યમય કર્મ છે. તેને આ ભાવે પણ પરદ્રવ્યાત્મક આત્મા વ્યાપ્ય-વ્યાપક ભાવથી તો કરતો નથી - શાને લીધે ? તન્મયપણાના કર્મનો કર્તા છે નહિ અનુષંગને લીધે - તેને અનુસરતા પાછળ પાછળ આવી પડતા પ્રસંગને લીધે - “તન્મયતાનુવંતિ - એટલું જ નહિ પણ નિમિત્ત-નૈમિત્તિક ભાવથી પણ તે કરે નહિ. શાને લીધે ? નિત્ય કર્તુત્વના - સદા કર્તાપણાના અનુષંગને - પ્રસંગને લીધે - નિત્યર્વત્થાનjત | અનિત્ય એવા યોગ અને ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તાઓ છે અને આત્મવિકલ્પ - વ્યાપારરૂપ તે યોગ-ઉપયોગનો - કદાચિત અજ્ઞાને કરી કરવાપણાને લીધે - આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ - તો પણ આ આત્મા પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મનો કર્તા ન હોય - તથાપિ ન પુરવ્યાસહક્ક ચાતુ' - આ અપૂર્વ વ્યાખ્યાની હવે વિશેષ વિચારણા કરીએ - “જ્ઞાન અજ્ઞાન કે હેતુ ભએ તુમ, આપતી ભમવે ભવમાંહી, હારક બુદ્ધિ ભઈ પરસો તરસો, ચિતમેં સુખ સંપતિ યાહી, આપકો ાની કે ધ્યાનમેં આનિકે, સુદ્ધ મુનિ નિરવાન કો જાહી, આપકો ત્રાયક આપણી ચેતન, ચેતનતા ગુન જ્ઞાનકો ચાહી.” - તત્ત્વરંગી મહામુનિ દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૧૩૩ આકૃતિ ઉપયોગ યોગ O [| સ્વ જીવ પર પુગલ SO3
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy