SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ણાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૬૧-૬૨ આત્મા પરભાવનો કર્તા માનવો તે તો વ્યવહારીઓનો મોહ છે એમ સૂચવતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૧૭) કહે છે – अनुष्टुप् आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं । परभावस्य कर्तात्मा मोहो ऽयं व्यवहारिणां ॥६२॥ આત્મા જ્ઞાન સ્વયં શાન, શાનથી અન્ય શું કરે ? પરભાવ કર્તા આત્મા, મોહ આ વ્યવહારીનો. ૬૨ અમૃત પદ-૬૨ આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! આત્મા સ્વયં છે જ્ઞાન, જ્ઞાન સિવાય બીજું જ કહો શું, અત્ર કરે તે જ્ઞાન ?... આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર !. ૧ પરભાવનો કર્તા આ આત્મા, તે તો આ અજ્ઞાન, વ્યવહારીઓનો મોહ જ છે આ, કહે અમૃત ભગવાન. આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર !. ૨ અર્થ - આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન છે, જ્ઞાન જ્ઞાનથી અન્ય શું કરે છે ? આત્મા પરભાવનો કર્તા - એ તો વ્યવહારિઓનો મોહ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલો છે, કે જે જ્ઞાન સમક્તિ સહિત છે તેને જ્ઞાન કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તેને અજ્ઞાન કહ્યું છે, પણ વાસ્તવમાં એ બન્ને જ્ઞાન છે. જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન “જ્ઞાન વિના સખ્યત્ત્વનો વિચાર સૂજતો નથી”, વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૦૪, ૭૬૮, ૭૭૦ “ગ્યાન સરૂપી આતમાં, કર ગ્યાન નહિ ઔર, દરબ કરમ ચેતન કરે, યહ વિવહારી દૌર.” શ્રી બનારસી દાસજી કૃત- કર્તાકર્મ અ. ૧૮ આ હવે પછીની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા કળશ કહ્યો છે - માત્મા જ્ઞાન વયે - આત્મા સ્વયં – પોતે જ્ઞાન છે, તે જ્ઞાન જ્ઞાનથી અન્ય-બીજું શું કરે છે, જ્ઞાનું જ્ઞાનાચત્ કરોતિ વુિં ? આત્મા પરભાવનો કર્તા છે એ તો વ્યવહારીઓનો મોહ છે - “પરમાવસ્ય »ર્તાભા મોહો વ્યવહારિ:' - અર્થાત્ આત્મા પોતે જ્ઞાન છે, તે જ્ઞાન સિવાય બીજું કરે જ નહિ, છતાં આત્મા પરભાવનો કર્તા છે - આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે એમ કહેવું તે તો વ્યવહારનયનો આશ્રય કરનારા વ્યવહારીઓનો મોહ છે, એવા ભાવની ગાથા હવે શાસ્ત્રકારજી પ્રકાશે છે - ૫૯૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy