SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવ-અજીવ અધિકાર જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક આમ પૂર્વરંગ સમાપ્ત કરી આ સમયસાર અધ્યાત્મ નાટકના જીવાજીવ અધિકાર રૂપ પ્રથમ અંકનું ઉદ્દઘાટન કરતાં ભગવતુ અમૃતચંદ્રાચાર્યજી આ મંગલ કળશ (૩૩) સંગીત કરે છે - “જીવ - અજીવના વિવેકરૂપ પુષ્કળ - વિશાલ દષ્ટિ વડે પાર્ષદોને (પરિષજનોને - સભાજનોને) પ્રતીતિ પમાડતું, આસંસારથી માંડીને બદ્ધ બંધન વિધિના ધ્વંસ (નાશ) થકી વિશુદ્ધ સ્ફટતું એવું આત્મારામ, અનંત ધામમહસુથી અધ્યક્ષથી નિત્યોદિત, ધીરોદાત્ત, અનાકુલ એવું જ્ઞાન મનને આલ્હાદતું વિલસે છે.' - આ કળશનો ભાવ આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી વિવેચ્યો છે. અત્ર ભગવાન શાસ્ત્રકારે પરને જ આત્મા કહેનારા પરાત્મવાદીઓના વિવિધ પ્રકાર દર્શાવી તે પરાત્મવાદીઓ પરમાર્થવાદીઓ નથી એમ (૩૯-૪૩) ગાથામાં નિરૂપણ કર્યું છે. જેમકે- (૧) કોઈ અધ્યવસાનને આત્મા કહે છે, (૨) કોઈ કર્મને આત્મા કહે છે, (૩) અધ્યવસાન સંતાનને આત્મા કહે છે, (૪) કોઈ નોકર્મને (શરીરને) આત્મા કહે છે, (૫) કોઈ કર્મવિપાકને આત્મા કહે છે, (૬) કોઈ કર્માનુભવને આત્મા કહે છે, (૭) કોઈ આત્મા-કર્મ ઉભયને આત્મા કહે છે, (૮) કોઈ કર્મસંયોગને આત્મા કહે છે, પણ તે સર્વ પ્રકાર માનનારા પરમાર્થવાદી નથી એમ નિશ્ચયવાદીઓ વદે છે. આ સર્વ પ્રકારો “આત્મખ્યાતિ'કાર પરમર્ષિએ લાક્ષણિક પરમાર્થઘન શૈલીમાં “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી બતાવ્યા છે. એમ કયા કારણથી ? તે (૪૪) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “આ સર્વે ભાવો કેવલિ જિનોથી પુદ્ગલદ્રવ્યના પરિણામોથી નિષ્પન્ન થયેલા કહેવામાં આવ્યા છે, તે જીવ” એમ કેમ કહેવાય છે ?” આ ગાથાનો પરમાર્થ મર્મ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે - “આ અધ્યવસાનાદિ સમસ્ત જ ભાવો ભગવદુ વિશ્વસાક્ષી અહંતોથી પુદગલ દ્રવ્ય પરિણામત્વથી પ્રાપ્ત કરાયેલા હોઈ - ચૈતન્ય શૂન્ય પુદ્ગલ દ્રવ્યથી અતિરિક્તપણે (ભિન્નપણે) પ્રજ્ઞાપવામાં આવી રહેલું ચૈતન્ય સ્વભાવ જીવદ્રવ્ય હોવાને ઉત્સાહતા નથી, તેથી કરીને આગમ, યુક્તિ અને સ્વાનુભવથી બાધિત પક્ષપણાને લીધે તદાત્મવાદી (ત તે પરભાવોને આત્મા વદનારા) નિશ્ચય કરીને પરમાર્થવાદીઓ નથી. પ્રથમ તો આજ સર્વશ વચન આગમ છે અને આ સ્વાનુભવ ગર્ભિતા યુક્તિ છે - નૈસર્ગિક રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન નિશ્ચયે કરીને જીવ નથી - તથાવિધ અન્ય એવા ચિત સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું (અનુભવાઈ રહ્યાપણું) છે માટે. (આમ આઠ મુદ્દાનું વિવેચન “આત્મખ્યાતિ'માં કર્યું છે.) ** અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ (અનુભૂતિ) વિષયમાં વિપ્રતિપન્ન (વિપરીત માન્યતાવાળા) સામથી જ (સમજાવટથી) આમ – આ કહેવામાં આવતા કળશમાં કહેવાય છે, તેમ અનુશાસ્ત્ર - અનુશાસન કરવા યોગ્ય છે. અત્ર અમૃતચંદ્રજીએ અમૃત સમયસાર કળશ (૩૪) લલકાર્યો છે - “વિરમ ! બીજા અકાર્ય કોલાહલથી શું ? સ્વયં જ - તું પોતે જ નિવૃત - મૌન થઈ એક છ માસ જે ! કે હૃદય – સરમાં પામવંતા પુરુષની શું અનુપલબ્ધિ (અનુભૂતિ) ભાસે છે ? કે ઉપલબ્ધિ (અનુભૂતિ) !” - આ કળશનો ભાવાર્થ આ પ્રકારે - વિરમ ! વિરામ પામ ! બીજી બધી વાત બધી જવા દે, આ હારી બધી દોડાદોડ મૂકી દઈ ઉભો રહે, થોભ ! આ બીજ અકાર્ય - નહીં કરવા યોગ્ય - નકામા કોલાહલથી શું ? આ આમ છે કે તેમ છે એવા કલ્પનાના ઘોડા દોડાવવા રૂપ મિથ્યા વાદવિવાદના શોરબકોરથી શું ? તું તારી મેળે જ અમે કહીએ છીએ તે આ એક અનુભવ યુક્તિ અજમાવી જો ! તું સ્વયં પોતાને જ - તારી મેળે “નિભૃત” થઈ - મૌન થઈ, ચૂપચાપ છાનોમનો બેસી રહી, અજમાયશ દાખલ એક છ માસ તો આ પ્રયોગ – અખતરો (Experiment) કરી જો ! અને અંતરમાં જો તો ખરો ! કે હારા હૃદય – સરમાં - હૃદયરૂપ સ્વચ્છ નિર્મલ સરોવરમાં પુદ્ગલથી ભિન્ન ધામવંત - જ્યોતિવંત એવા એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પુરુષની – આત્માની શું અનુપલબ્ધિ - અનનુભૂતિ ભાસે છે ? કે ઉપલબ્ધિ - અનુભૂતિ ? આ પ્રયોગ (scientific experiment) તું ત્યારી મેળે જ અનુભવસિદ્ધ કરીને ખાત્રી કરી ૭૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy