SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૫ ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવાંતર એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્યપરિણામથી પરિણમતો, તે સોપાધિ ચૈતન્ય પરિણામસ્વરૂપ આત્મભાવના કર્તા હોય, તેથી સ્થિત છે કે કર્તુત્વ મૂલ અજ્ઞાન છે. ૯૫ અમૃત જ્યોતિ મહાભાષ્ય “આત્મા અજ્ઞાનરૂપી પથ્થર કરી દબાઈ ગયો છે.” “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૨, ૫૩૭, ૯૫૭ (ઉપદેશ છાયા) અજ્ઞાનથકી કર્મ કેવી રીતે પ્રભવે છે - જન્મે છે એમ આગલી ગાથામાં કહ્યું, તેના જ અનુસંધાનમાં આ ગાથામાં ધર્માદિ પરત્વે આત્મવિકલ્પના કરવાપણાથી ય શાયક ભાવ અવિવેકથી ઉપયોગ (આત્મા) તથા પ્રકારના ઉપયોગરૂપ આત્મભાવનો કર્તા હોય છે કર્મ પ્રભવની વૈજ્ઞાનિક પ્રક્રિયા એમ કહ્યું છે, અને તેની સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા આત્મખ્યાતિકારે સ્પષ્ટપણે વિવરી દેખાડી અદૂભુત તત્ત્વઉદ્યોત રેલાવ્યો છે. આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રિવિધ - ત્રણ પ્રકારનો સવિકાર ચૈતન્ય પરિણામ - ધર્મ હું, અધર્મ હું, આકાશ હું, કાલ હું, પુદ્ગલ હું, જીવાંતર હું એવો આત્માનો વિકલ્પ ઉપજાવે છે - રૂટ્યાત્મનો વિવેક મુવતિ કેવી રીતે ? શાને લીધે ? પરસ્પર અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદ અપહૃત કરી - છુપાવી - ઓળવી, શેય જ્ઞાયકભાવાત્પન્ન - શેયજ્ઞાયક ભાવને પામેલા પર - આત્માના સામાન આધિકરણયથી અનુભવનને લીધે - યજ્ઞામાવાપન્નયો: ૧૨ત્મિનો સામનાધરન્થના-મનાતુ’ | આમ એવી રીતે સવિકાર ચૈતન્ય પરિણામ ધર્મ હું' ઈ. આત્માનો વિકલ્પ ઉપાવે છે, તેથી શું ? આ આત્મા “ધર્મ હું ઈ. એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્ય પરિણામથી પરિણમતો - “સોપfથનાવૈતન્યપરિપાન પરિણમન', તે સોપાધિ ચૈતન્યપરિણામસ્વરૂપ આત્મભાવનો કર્તા હોય - “તસ્ય સોપfધ ચૈતન્યરિણામસ્વરૂપાત્મમાવસ્ય છત્ત ચાત’ | તેથી આ સ્થિત છે કે – કર્તૃત્વમૂલ અજ્ઞાન છે - કર્તાપણાનું મૂળ - પ્રભવસ્થાન અજ્ઞાન છે – તતઃ સ્થિત છતૃત્વમૂનમજ્ઞાન | કુમતા વશ મન વક્ર તુરંગ જિમ, ગ્રહી વિકલ્પ મગ માંહિ અડેરી; ચિદાનંદ નિજ રૂપ મગન ભયા, તબ કુતર્ક તોહે નાહિ નડેરી.” - શ્રી ચિદાનંદપદ, ૭ અર્થાત્ સવિકાર ચૈતન્યપરિણામ સામાન્યથી એક અજ્ઞાનરૂપ છે, પણ વિશેષથી મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂ૫ એમ ત્રણ પ્રકારનો છે. આ સવિકાર ચૈતન્યપરિણામ ધર્મ ઈ. આત્મ વિકલ્પજન્ય અથવા અજ્ઞાન ઉપયોગમય આત્મા પર ને આત્માના પરસ્પર વિશેષના ભાંતિથી આત્મા સોપાધિ અદર્શનને લીધે, વિશેષના અજ્ઞાનને લીધે, વિશેષની અવિરતિને લીધે, - ચૈતન્ય પરિણામ રૂપ પર ને આત્માનો ભેદ દેખતો નથી, જાણતો નથી ને પરથી વિરામ પામતો આત્મભાવનો કર્તા નથી. એટલે આ ભેદજ્ઞાનના ને ભેદપરિણમનના અભાવે સ્વ-પર વસ્તુના સમસ્ત ભેદનો અપહૃવ-અપલાપ કરી, છુપાવી - ઓળવી, તે શેર-શાયકની સેળભેળ-મિશ્રતા કરી નાંખે છે અને એટલે જ “યજ્ઞાયકભાવાપન્ન' - શેય જ્ઞાયકભાવને પામેલા પર - આત્માના “સામાન્ય આધિકરણ્યથી” અર્થાત સામાન્ય આધારપણારૂપ થી અનુભવનને લીધે તે “હું ધર્મ છું', હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું જીવાન્તર છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે. અર્થાત્ ધર્મ-અધર્મ આદિ શેય છે અને આત્મા જ્ઞાયક છે, એટલે તે તેના જાણપણારૂપ જ્ઞાયક સ્વભાવને લીધે તે મને જાણે છે. આમ ધર્માધર્માદિ શેયનો ને જ્ઞાયક આત્માનો શેય-જ્ઞાયક સંબંધ છે, પણ તે બન્નેનો પ્રગટ ભેદભાવ જે જાણતો નથી, તે શેયમાં જ્ઞાયકપણાની બુદ્ધિ કરી નાંખે છે, અથવા લાયકમાં શેયપણાની બુદ્ધિ કરી નાંખે છે, એટલે હું ૫૭૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy