SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૪ અવિશેષ જ્ઞાનને લીધે અને અવિશેષ વિરતિને લીધે' - Yરત્મનોવિશેષનેનાવશેષજ્ઞાનેનવિશેષવિરત્યા ર', પર ને આત્માનો ભેદ દેખતો નથી, જાણતો નથી ને પરથી વિરતિ (વિરામ) પામતો નથી. એટલે ને ભેદપરિણમનના અભાવે “સમસ્ત મેનપદ્ધત્વ - સ્વ-પર વસ્તુના સમસ્ત ભેદનો તે “અપહ્નવ” - અપલાપ કરી, છુપાવી - ઓળવી ખરેખરો પારમાર્થિક “નિહ્નવ” બની, તે ચેતન-અચેતનની સેળભેળ - ગોટાળો કરી નાંખે છે અને એટલે જ “ભાવ્ય ભાવક ભાવાપન્ન' - ભાવ્ય ભાવક ભાવને પામેલા ચેતન-અચેતનના “સામાન્ય આધિકરણ્યથી - સમાન - સામાન્ય આધારરૂપ ભાવથી અનુભવનને લીધે, તે “હું ક્રોધ છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે. અર્થાત્ ભાવ્ય એટલે જે ભાવિત થાય છે તે ચેતન આત્મા અને ભાવક એટલે જે ભાવન કરે છે તે અચેતન ક્રોધાદિ. જે રંગાય છે તે વસ્ત્ર ને જે રંગે છે તે રંગ એ બન્ને એમ જુદા છે, તેમ ભાવિત થાય છે તે ભાવ્ય આત્મા ચેતન ને ભાવન કરે છે તે ભાવક ક્રોધાદિ અચેતન એમ એ બન્નેનો પ્રગટ ભેદ છે, છતાં વસ્ત્ર સાથે રંગ જેવા ભાગ્ય ભાવકભાવના સંબંધથી આત્મારૂપ સામાન્ય અધિકરણમાં અનુભવનને લીધે, સવિકાર ચૈતન્ય પરિણામને ભાવ્ય એવા ચેતન આત્માના અને ભાવક એવા અચેતન ક્રોધાદિના ભેદનું ભાન નથી હોતું, એટલે તેના એકત્વ અધ્યાસથી તે “હું ક્રોધ છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે. એટલે પછી આ આત્મા “હું ક્રોધ છું' એવી ભ્રાંતિથી સવિકાર ચૈતન્ય પરિણામે પરિણમતો સતો, તે “સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો' કર્તા હોય છે; અને એજ પ્રકારે ક્રોધ પદને સ્થાને માન, માયા-લોભ, મોહ-રાગ-દ્વેષ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એ સોળ પદ મૂકી અનુક્રમે સોળ સૂત્ર વ્યાખ્યા કરવા યોગ્ય છે અને આ દિશા પ્રમાણે બીજા પણ સૂત્રો સમજી લેવા, એવું સૂચન આત્મખ્યાતિ સૂત્રકર્તા અમૃતચંદ્રજીએ કર્યું છે. જો આ જીવે તે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યા તો આજ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.” “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર ષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એજ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૮, ૭૮૦ સ્વ પર પુદ્ગલ કર્મ જીવ ૫૭૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy