SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક: સમયસાર કળશ-૫૬ આત્માના ભાવો આત્મા જ, પરના તે પર જ, એવા ભાવનો ઉત્થાનિકા સમયસાર કળશ (૧૧) કહે છે - अनुष्टुप् आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥५६॥ આત્મભાવો કરે આત્મા, પરભાવો સદા પ૨; આત્મા જ આત્માના ભાવો, પરના તે પરો જ છે. ૫૬ અમૃત પદ-૫૬ ભેખ રે ઉતારો રાજા ભરધરી - એ રાગ આત્મભાવ જ કરે આતમા, પર સદા પરભાવ જી; આત્મા જ ભાવ છે આત્મના, પરના તે પરભાવ જી... આત્મભાવ. ૧ આત્મભાવ તે ભલે શુદ્ધ હો, ભલે અશુદ્ધ વિભાવ જી; પણ તે સર્વનો કર્તા ખરે ! આત્મા જ નિશ્ચય ભાવ જી. આત્મભાવ. ૨ વર્ણ રસગંધાદિ ગુણમયા, પુદ્ગલ રૂપ અનેકજી; કર્મ નોકર્મ એ સર્વનો, કર્તા પુદ્ગલ એકજી... આત્મભાવ. ૩ ભેદ જ્ઞાનનો સમાવશે, એ નિશ્ચય સિદ્ધાંત જી; ભગવાન અમૃતચંદ્રજી, દઈ સમર્થ દષ્ટાંતજી... આત્મભાવ. ૪ અર્થ - આત્મભાવોને આત્મા કરે છે, પરભાવોને સદા પર કરે છે; આત્માના ભાવો સદા આત્મા જ છે, પરના તે (ભાવો) પર જ છે. અમૃત જ્યોતિ” મહાભાષ્ય ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય એજ પદાર્થની સ્થિતિ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૦, ૨૮૧ સુદ્ધભાવ ચેતન અસુદ્ધ ભાવ ચેતન, દુકૌ કરતાર જીવ ઔર નહિ માનિયે, કર્મપિંડકૌ વિલાસ વર્ગ રસગંધ ફાસ, કરતા દુહંકી યુગલ પરવાનિયે; તાતેં વરનાદિ ગુન ગ્યાનાવરનાદિ કર્મ, નાના પરકાર પુદગલ રૂપ જાનિયે, સમલ વિમલ પરિનામ જે જે ચેતન કે, તે તે સબ અલખ પુરુષ યૌં બખાનિયે.” - શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના. કર્તા કર્મ અ. ૧૨ આ કળશ આગલી ગાથાના વિષયનો નિર્દેશ કરવારૂપ ઉત્થાનિકા કળશ છે: - માત્મમાવાનું રત્યાભા - આત્મા આત્મભાવોને - આત્મ પરિણામોને કરે છે, પરમાવાનું સદ્દા પર: - પર - આત્માથી અન્ય જે છે તે સદા પરભાવોને - આત્માથી અન્ય પરિણામોને કરે છે. આત્માના ભાવો છે તે નિશ્ચય કરીને ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ આત્માથી જૂદા નથી એટલે આત્મા જ છે, પરના ભાવો છે તે પરથી જૂદા નથી એટલે પર જ છે, - મામૈવ ત્યાત્મનો માવા: પરચ પર વ તે ! ૫૪૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy