SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૧-૫૪ અર્થ - જે પરિણમે છે તે કર્તા, જે પરિણતિ તે ક્રિયા, - એ ત્રય પણ વસ્તુતાથી ભિન્ન નથી. એક સદા પરિણમે છે. એકનો સદા પરિણામ ઉપજે છે. એકની પરિણતિ હોય. કારણકે અનેક પણ છે. નિશ્ચયે કરીને બે પરિણમતા નથી, બેનો પરિણામ ઉપજતો નથી, બેની પરિણતિ હોતી નથી, કારણકે અનેક સદા અનેક જ હોય છે. એકના નિશ્ચય કરીને બે કર્તા હોય નહિ, અને એકના બે કર્મો હોય નહિ, અને એકની બે ક્રિયાઓ હોય નહિ, કારણકે એક અનેક ન હોય. અમૃત જ્યોતિમહાભાષ્ય એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ પામે ત્યારે જ ઈશ્વરેચ્છા હશે તે થશે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩૪, ૪૦૮ “પરિણામી કર્તા પરિણામો, કર્મ જે જીવે કરિયે રે; અનેક રૂપે નયભેદે, નિયતે નર અનુસરિયે રે... વાસુપૂજ્ય જિન.” - શ્રી આનંદઘનજી “એક વસ્તુ એક કિરિયા ઠાવે, યહ યથાર્થ જિનરાજ વખાણે.” - શ્રી દેવચંદ્રજી, દ્રવ્યપ્રકાશ', ૩-૫ ઉપરમાં આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે અપૂર્વ તત્ત્વવિજ્ઞાન પ્રકાશ્ય તેની પરિપુષ્ટિ કરતા સારસમુચ્ચય રૂપ આ ચાર * અમૃત કળશ કાવ્યમાં મહાગીતાથશિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્તા-કર્મનું ઊંડ પરમ રહસ્યભૂત તત્ત્વજ્ઞાન અદૂભુત શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી તેમની અપૂર્વ લાક્ષણિક શૈલીમાં અનન્ય આત્મભાવથી સંગીત કર્યું છે. અત્રે પરિણામી કોણ? પરિણામ શું? અને પરિણતિ શી ? એની શાસ્ત્રીય મીમાંસા “ટૂંકા ટચ ને ચોખ્ખા ચટ' સૂત્રાત્મક અમૃત અક્ષરોમાં અવતારતાં પરમર્ષિ અમૃતચંદ્રજી વદે છે કે – : પરિણમતિઃ સ ત્ત - જે પરિણમે છે તે કર્તા, ૧ઃ રિાનો ભવેત્ત તર્ક - જે પરિણામ તે કર્મ હોય, ય પરિતિ ક્રિયા સા - જે પરિણતિ તે ક્રિયા; આ ત્રય - ત્રણનો સમૂહ વસ્તુતાએ - વસ્તુપણે - વસ્તુ તત્ત્વથી જોતાં એક વસ્તુગત હોઈ અભિન્ન છે, ભિન્ન નથી - જૂદા જૂદા નથી, ત્રયમg fમન્ન ન વસ્તૃતયા | દા.ત. આત્મા પરિણામી છે કર્તા છે, જ્ઞાનાદિ પરિણામ - આત્મપરિણામ તે કર્મ છે, અને જ્ઞાનાદિ પ્રતિ આત્માની પરિણમવાની પ્રક્રિયા રૂપ પરિણતિ તે ક્રિયા છે. પરિણામી = કર્તાઃ પરિણામ = કર્મઃ પરિણતિ = ક્રિયા આકૃતિ પરિણામ કર્મ પરિણતિ ક્રિયા પરિણામી કર્તા આ પરિભાષા કોઈ પણ દ્રવ્યમાં ઉતારી શકાય છે. એટલે કોઈ પણ એક દ્રવ્ય સદા એક જ પરિણમે છે, વ: પરિમિતિ સા, એકનો જ સદા પરિણામ ઉપજે છે, - ઈરાનો નીયતે વૈચ, એકની જ પરિણતિ હોય - સદા ત્રણે કાળમાં સંભવે, - gી પરિતિઃ ચાત, કારણકે અનેક પણ એક જ છે, -- નેમપેજમેવઃ પરિણામી, પરિણામ અને પરિણતિ એમ વિચક્ષાથી અનેક - જૂદા જૂદા છે, છતાં પણ તે એક જ દ્રવ્યના હોઈ એક જ છે. તેમજ દ્રવ્યો અનેક - જૂદા જૂદા છે, પણ પ્રત્યેક દ્રવ્ય એક એકપણે જ પરિણમે છે. દા.ત. જીવ એકલો જ પરિણમે છે, પરિણામ સદા એક જીવનો જ ઉપજે છે અને પરિણતિ સદા એક જીવની જ હોય છે. તેમ પુગલ એકલો જ પરિણમે છે, પરિણામ સદા એક પુદ્ગલનો જ ઉપજે છે અને પરિણતિ સદા એક યુગલની જ હોય છે. એમ અનેક દ્રવ્ય પણ સ્વ સ્વપરિણામીપણાથી સ્વસ્વપરિણતિ - પરિણામ યુક્ત હોવાથી એક છે. પ૩૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy