SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૫ ઘટ નથી કુંભકારની પેઠે પરમાર્થથી’ તત્ત્વથી પુદ્ગલપરિણામ અને આત્માનો વ્યાપ્ય-વ્યાપક ભાવ પુણ્ાતપરિણામાત્મનો વ્યાપવ્યાપ માવામાવાત્, અર્થાત્ પુદ્ગલપરિણામ આત્માથી વ્યાપ્ય નથી અને આત્મા પુદ્ગલપરિણામમાં વ્યાપક નથી. એટલે આમ પુદ્ગલપરિણામને આત્માના કર્તા-કર્મભાવની અસિદ્ધિ અર્થાત્ આત્માને ખરેખર ! નિશ્ચયે કરીને પુદ્ગલપરિણામરૂપ કર્મનું કર્તાપણું સિદ્ધ થતું નથી. ‘અન્તત્ત્તવમાનું’ એટલે પુદ્ગલપરિણામરૂપ જે મોહ-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ અંતરમાં ઉત્બવતો એકદમ ઊઠતો, કૂદાકૂદ કરતો, ઉત્લવ-ધમસાણ મચાવતો કર્મનો પરિણામ છે અને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ-બંધ-સંસ્થાન-સ્થૌલ્ય (સ્થૂલપણું)-સૌમ્ય (સૂક્ષ્મપણું) આદિરૂપે વ્હારમાં ઉત્કૃવતો - ‘હિસ્તવમાન' (Jumping, springing up, hopping up) નોકર્મનો પરિણામ છે, તે સમસ્તને પણ ખરેખર ! નિશ્ચયે કરીને આત્મા કરતો નથી. અર્થાત્ પુદ્ગલપરિણામ ચાહે તો અંતરમાં ઉત્ખવતો મોહાદિ-સુખાદિરૂપ કર્મ પરિણામ હોય કે ચાહે તો વ્હારમાં ઉત્બવતો સ્પર્શાદિ નોકર્મ પરિણામ હોય, પણ તે સર્વ પરદ્રવ્યરૂપ પુદ્ગલપરિણામ હોઈ તે સર્વ કર્મ-નોકર્મ પરિણામનું કર્તાપણું આત્માને ઘટતું નથી. કારણકે ઉપરમાં સ્પષ્ટ દર્શાવ્યું તેમ જ્યાં વ્યાપ્ય-વ્યાપકપણું હોય ત્યાં જ વાસ્તવિક-નૈક્ષયિક કર્તા-કર્મ સંબંધ ઘટે અને વ્યાપ્ય-વ્યાપકપણું તો તાદાત્મ્ય સંબંધ હોય ત્યાં જ હોય, અતાદાત્મ્ય હોય ત્યાં નહિ જ, એટલે પુદ્ગલપરિણામરૂપ કર્મના પરિણામનો અને નોકર્મના પરિણામનો સમસ્તનો પણ આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ નહિ હોવાથી વ્યાપ્ય-વ્યાપકભાવ નથી અને તેથી કર્તા-કર્મ ભાવ પણ નથી. આથી ઉલ્ટું, પરમાર્થથી’ તત્ત્વથી નિશ્ચયથી પુદ્ગલપરિણામ જ્ઞાન ને પુદ્ગલનો ઘટ-કુંભકારની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવ નથી, એટલે એ બન્નેમાં કર્તા-કર્મ ભાવની અસિદ્ધિ છે, પરંતુ ‘આભપરમાત્મનોઃ' આત્મપરિણામ અને આત્માનો તો ઘટ-સ્મૃત્તિકાની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવ છે ઘવૃત્તિયોરિવ વ્યાપવ્યાપ માવતર્માવાત્, એટલે આમ આત્મદ્રવ્યરૂપ કર્તાથી કોઈ પણ પરને અપેક્ષા વિના સ્વાધીન સ્વતંત્ર વ્યાપક સતા અન્યની પ્રેરણા વિના સ્વયં આપોઆપ વ્યાપ્યમાનપણાને લીધે પુદ્ગલ પરિણામના જ્ઞાનરૂપ છે. આવા પુપ્ તરિણામજ્ઞાન ર્મત્વન ર્વાં પુદ્ગલપરિણામ જે ખરેખર ! નિશ્ચયે કરીને જાણે છે, તે અત્યંત ‘વિવિક્ત' એવો શાની હોય. તાત્પર્ય કે આત્મા કર્મ-નોકર્મ પરિણામરૂપ નથી, પણ પુદ્ગલપરિણામ જ્ઞાન રૂપ - જાણપણારૂપ કર્મ કરે છે અર્થાત્ માત્ર જાણપણારૂપ જ્ઞાનક્રિયા કરતો જાણે જ છે, એમ જે નિશ્ચયે કરીને જાણે છે, તે સર્વ અન્ય દ્રવ્યથી વિવિક્ત - પૃથક્ કરેલ જ્ઞાનરૂપ થયેલો જ્ઞાની હોય. ભિન્ન - - - ૪૯૧ - અને આમ જાણપણારૂપ ‘શાન ક્રિયા’ કરતો જ્ઞાની પુદ્ગલ પરિણામને જાણે છે, તેથી કાંઈ પુદ્ગલપરિણામ તેનો વ્યાપ્ય બની જતો નથી, કારણકે પુદ્ગલ અને જ્ઞાની ‘શાન ક્રિયા’નો જ વ્યાપક,આત્માનો ભલે જ્ઞેય-શાયક સંબંધરૂપ વ્યવહાર માત્ર હો, છતાં પણ પુદ્ગલપરિણામનો નહિ ‘પુદ્ગલ પરિણામ નિમિત્તક' પુદ્ગલપરિણામ નિમિત્તથી ઉપજતા જ્ઞાનનું જ શાતાનું વ્યાપ્યપણું છે पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव જ્ઞાતુર્વ્યયાત્ અર્થાત્ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન એ જ આત્માનું વ્યાપ્ય છે (નહિ કે પુદ્ગલપરિણામ) અને શાતા આત્મા એ જ્ઞાનનો જ વ્યાપક છે (નહિ કે પુદ્ગલપરિણામનો). એટલે કોઈ અપેક્ષાએ કર્તા-કર્મપણું જો કહેવું હોય તો જ્ઞાનક્રિયા (Process of knowledge) કરતા શાતા આત્માનું અને જ્ઞાનક્રિયા જાણપણા ક્રિયારૂપ જ્ઞાનનું જ કહી શકાય. - જાણવારૂપ કર્મ તો કરાઈ રહ્યું શાનને કર્મપણે કરતા આત્માને પૃથભૂત જ્ઞાનરૂપ થઈ ગયેલો પુદ્ગલપરિણામરૂપ કર્મ કરતો
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy