SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઉક્તની પુષ્ટિમાં શાનીને જગતના સાક્ષી તરીકે બિરદાવતો સમયસાર કળશ (૩) લલકારે છે - शार्दूलविक्रीडित - इत्येवं विरचय्य संप्रति परद्रव्यानिवृत्तिं परां, स्वं विज्ञानघनस्वभावमभयादास्तिप्नुवानः परं । अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशानिवृत्तः स्वयं, ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ॥४८॥ એ રીતે પરદ્રવ્યથી પર હવે નિવૃત્તિ વિશે કરી, સ્વ વિજ્ઞાનઘનસ્વભાવ પર એ આસ્થા અભૈથી ધરી; અજ્ઞાનોસ્થિત ક્લેશ કર્મ કલનથી પોતે નિવત્યે પરો, જ્ઞાનીભૂત પ્રકાશતો અહિં જગતું સાક્ષી પુરાણો નરો. ૪૮ અમૃત પદ-૪૮* જય જય આરતિ આદિ જિગંદા' - એ રાગ (રત્નમાલા) પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગનો સ્વરૂપે પ્રભાસે. પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગતનો સ્વરૂપે પ્રભાસે. ૧ એમ પરભાવ પ્રપંચ હરીને, પારદ્રવ્યથી પર નિવૃત્તિ કરીને; વિજ્ઞાનઘનસ્વભાવ ધરતો, સ્વને અભયથી આસ્થા કરતો. અજ્ઞાને કરી અત્ર પ્રવર્યો, કર્તા કર્મ ક્લેશથી નિવર્યો... પુરાણ. ૨ જ્ઞાની થયેલો અહિંથી પ્રકાશે, સાક્ષી જગતનો સ્વરૂપે પ્રભાસે; પુરુષ પુરાણો વિજ્ઞાનઘન આ, વરષે ભગવાન અમૃત ઘન આ... પુરાણ. ૩ અર્થ - એવા પ્રકારે એમ હવે પરદ્રવ્યમાંથી પરા નિવૃત્તિ વિરચીને, સ્વ વિજ્ઞાન ઘનસ્વભાવને અભય થકી પર આસ્તિક્ય કરતો સતો, અજ્ઞાનથી ઊઠેલા કર્તા કર્મ કલન રૂપ ક્લેશથી સ્વયં નિવૃત્ત એવો જ્ઞાની થઈ ગયેલો જગતનો સાક્ષી પુરાણ પુરુષ અહીં (આ તરફ) પ્રકાશે છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય એક પુરાણ પુરુષ ને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને પદાર્થ માત્રમાં રુચિ રહી નથી. ઈ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, એ. (૨૧૭), ૨૫૫ પર કર્તૃત્વ સ્વભાવ કરે તોલગે કરે રે, શુદ્ધાતમ રુચિ ભાસ થયે નવિ આદરે રે.” - શ્રી દેવચંદ્રજી આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે આ ઉપર કહ્યું તેની પુષ્ટિ કરતા આ કળશમાં (૪૮) અમૃતચંદ્રજી જ્ઞાની જગતનો સાક્ષી હોય છે એવો ભાવ અપૂર્વ ભાવથી પ્રકાશે છે :- યેવે શાની જગતનો સાક્ષી પુરાણ વિરવ સંપ્રતિ દ્રિવ્યાત્રિવૃત્તિ પર - એવા પ્રકારે એમ દર્શાવ્યા પ્રમાણે હવે પુરુષ આ પ્રકાશે છે પરદ્રવ્યમાંથી પરા નિવૃત્તિ કરીને, ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ આત્માથી અન્ય એવા સમસ્ત જ પરદ્રવ્યમાંથી જ્યાં પછી નિવૃત્તવાનું કંઈ બાકી રહેતું નથી એવી “પરા' - સર્વથા પરમ - ઉત્કૃષ્ટ નિવૃત્તિ કરીને, પરદ્રવ્યમાંથી સર્વથા પાછા વળીને, સ્વં વિજ્ઞાનનસ્વભાવમયાવતિનુવાન પર - જ્ઞાની વિજ્ઞાનઘનસ્વભાવ સ્વને અભયને લીધે ૪૮૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy