SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઉક્તને પુષ્ટ કરતો સારસમુચ્ચય રૂપ (૨) સમયસાર કળશ અમૃતચંદ્રજી પ્રકાશે છે - માતિની परपरिणतिमुज्झत् खंडयद् भेदवादा - निदमुदितमखंडं ज्ञानमुचंडमुच्चैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते - रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ॥४७॥ પર પરિણતિ ઠંડી ભેદવારોય બંડી, ઉદિત થયું અખંડી શાન આ તો પ્રચંડી; ક્યમ અહિં અવકાશી કકર્મ પ્રવૃત્તિ ? પુદ્ગલમય થાયે કેમ વા બંધવૃત્તિ ? ૪૭ અમૃત પદ-૪૭ જીવ્યું ધન્ય તેહનું... એ રાગ ઊગ્યું જ્ઞાન ભેદનું, ઊગ્યું જ્ઞાન ભેદનું... ધ્રુવ પદ. - પર પરિણતિ સઘળી ઠંડતું, ખંડતું ભેદવાદના પાસ.. ઊગ્યું જ્ઞાન. પામ્યું ઉદય જ્ઞાન અખંડ આ, ઝગમગ પ્રચંડ પ્રકાશ... ઊગ્યું. ૧ કર્તા કર્મના કાર્યતણો કહો, કેમ હોય અહિ અવકાશ ?... ઊગ્યું. પુદગલમય કર્મના બંધનો, કેમ હોય વળી અહિ પાશ? ઊગ્યું. ૨ કર્તા મટ્યો કરમ પણ ફિટિયું, ફિટ્સ અજ્ઞાનનું અંધાર... ઊગ્યું. છૂટ્ય કર્મનું બંધન આકરું, ધન્ય ધન્ય તેનો અવતાર... ઊગ્યું. ૩ “આત્મખ્યાતિ'માં આત્મખ્યાતિ કરી, અમૃત ખ્યાતિ પામ્યા જીવન્મુક્ત તણો જે આધાર... ઊગ્યું. ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્ર તે, વર્ષાવી અમૃત રસ ધાર.. ઊગ્યું. ૪ અર્થ - પરપરિણતિને છાંડતું અને ભેદવાદોને ખંડતું એવું આ ઉચ્ચડ અખંડ જ્ઞાન ઉચ્ચપણે ઉદય પામેલું છે, તો અહીં કર્તા કર્મ પ્રવૃત્તિનો અવકાશ કેમ હોય વારુ ? પૌદ્ગલિક કર્મબંધ કેમ હોય વા? ૪૭. અમૃત જ્યોતિ મહાભાષ્ય “વિચારની નિર્મળતાએ કરી આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦૩, ૫૬૮ કર્તા મટે તો છૂટે કર્મ... એજ પ્રભુ ભજનનો મર્મ.” - અખા ભક્ત ભગવતી આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે કહ્યું તેની પુષ્ટિ રૂપ સારસમુચ્ચય રજુ કરતો આ ઉપસંહાર રૂપ કળશ (૪૭) આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - શાન ઉદય થયે કર્તકર્મ મુરિતમવંડું જ્ઞાનમુદંડમુર્ઘ - આ - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલું “ઉચંડ' - પ્રવૃત્તિ શી? બંધ શો? અતિ પ્રચંડ એવું અખંડ જ્ઞાન અત્યંત ઉચ્ચપણે ઉદિત થયું છે - ઉદય પામેલું છે. જેમ પ્રચંડ પ્રતાપી સૂર્ય ઉંચે આકાશમાં ઉદય પામે છે, તેમ આ પ્રચંડ જ્ઞાન - ભાનુ ઉચ્ચ જ્ઞાનદશા રૂપ શુદ્ધ ચિત્ આકાશમાં ઉત્તરોત્તર ચઢતી કળા રૂપ ઉદયને પામેલો છે. કેવું છે આ જ્ઞાન ? પરંપરિતિમુદ્ગત વંડ ટુ મેકવાન - પરપરિણતિને ઠંડતું અને ભેદવાદોને ખંડતું એવું: પરભાવ પ્રત્યે આત્મબુદ્ધિને આત્મવૃત્તિ રૂપ સકલ પરપરિણતિને અશુચિ મલની જેમ ઉચ્છિષ્ટ ૪૭૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy