SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૪ વર્ણાદિમાનું પુદ્ગલ જ આ અનાદિ અવિવેક મહાનાટ્યમાં નાટે છે એમ પરમાર્થ મહાનાટ્યકાર, અમૃતચંદ્રજી સમયસાર કળશમાં (૧૨) ઉદ્ઘોષણા કરે છે - वसंततिलका अस्मिननादिनि महत्यविवेकनाट्ये, वर्णादिमानटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध - चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ॥४४॥ મોટા અનાદિ અવિવેક જ નાટ્યમાંહિ, વર્ણાદિમાનું નટત પુદ્ગલ અન્ય નાંહિ; રાગાદિ પુદ્ગલ વિકાર થકી વિરુદ્ધ, ચૈતન્ય ધાતુમય મૂર્તિ જ જીવ શુદ્ધ. ૪૪ અમૃત પદ-૪૪ “સાહેબા વાસુપૂજ્ય જિરંદા' - એ રાગ નાટક એહ અનાદિ દેખો ! પુદ્ગલ નટડો તિહાં આ લેખો ! ધ્રુવ પદ. ચાલી રહ્યું અનાદિથી ખોટું, અવિવેક નાટક આ મોટું... નાટક. ૧ તેમાં પુગલ નટડો નાટે, વર્ણાદિમાન વેષે માચે; પણ બીજો કોઈ ત્યાં ન જ નાટે, પુદ્ગલ એક જ ત્યાં તો રાચે.. નાટક. ૨ એહ જીવ તો રાગાદિ અશુદ્ધ, પુદ્ગલ વિકારથી વિરુદ્ધ, ચૈતન્યધાતુમય મૂર્તિ શુદ્ધ, ભગવાનું અમૃત ભાખે બુદ્ધ... નાટક. ૩ અર્થ - આ અનાદિ મહા અવિવેક-નાટ્યમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ નાટે છે, અન્ય નહિ, અને આ જીવ રાગાદિ પુદ્ગલ વિકારથી વિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ છતાં તેજ દેખત ભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ! સહજ સ્વભાવે મુક્ત, અત્યંત અનુભવ સ્વરૂપ આત્મા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૧, ૩૮ ઐસો શુદ્ધ ચેતન તન કિતન સંગતિસો, નટ જૈસે બાજી ખેલે ભાવકે ચૌગાનકી.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૧૯ “યા પુદગલકા ક્યા વિસવાસા હૈ, સુપનકા વાસા.” - શ્રી આનંદઘનજી, પદ (૭) આ નાટકીઆ મોહને નાટવું હોય તો ભલે નાટે ! પણ આ મોહનો નાટ બંધ કરાવી દે એવી સ્પષ્ટ ભેદવાર્તા અમે કહીએ છીએ એવા આશયથી મહા આધ્યાત્મિક નાટ્યકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ચતુર્થ કળશરત્ન પ્રકાશ્યો છે - “મિત્રનાિિન મહત્યવિવેઝનાટ્યમ્ - અનાદિ કાળથી ચાલી રહેલા આ વિશ્વવ્યાપક મહામોહરૂપ - અવિવેક રૂ૫ નાટ્યમાં વર્ણાદિમાનું તો પુદ્ગલ જ નટ છે, નાટક કરે છે. અન્ય નહિ. “વUરિમાન નતિ નત્તિ વિ નાન્યઃ | અને આ “રિપુત્તવિવારવિરુદ્ધશુદ્ધ - રાગાદિ પુદ્ગલ વિકારોથી વિરુદ્ધ - વિપરીત એવો શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે – “વૈતન્યથાતુમયમૂર્તિરવું ૨ નીવ: ' અર્થાત્ નાટકમાં જૂદા જૂદા વર્ણાદિ ધારી (Colours & ४४७
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy