SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આટલી સામાન્ય પૃથક્કરણ અને વર્ગીકરણારૂપ વિચારણા પછી આ સર્વ પૌદ્રલિક ભાવોનું વિશેષ સ્વરૂપ સમજવું સુગમ થઈ પડશે. એટલે હવે પરમગુરુ આત્મખ્યાતિ કર્તા (અમૃતચંદ્રજીએ) જે આલાપ લેવડાવ્યો છે, તેનો “અનુવાદ કરતાં હવે આ પ્રત્યેક પ્રકારનું ક્વચિત્ કિંચિત્ સમજુતી સાથે અનુભાવન'– (૧) કાળો, લીલો, પીળો, રાતો, ધોળો એમ પાંચ પ્રકારનો વર્ણ, (૨) સુગંધી દુર્ગધી જેમ બે પ્રકારનો ગંધ, (૩) કડવો, તૂરો, તીખો, ખાટો, મીઠો એમ પંચ પ્રકારનો રસ, (૪) ચીકણો, લૂખો, ટાઢો, ઉન્હો, ભારી, હળવો, નરમ વા કઠણ એમ અષ્ટ પ્રકારનો સ્પર્શ, આ સ્પર્ધાદિ સર્વનું એક સામાન્ય પરિણામમાત્ર તે રૂપ, ઉદાર-સ્થૂલ પુદ્ગલોથી રચાયેલું તે ઔદારિક, વિક્રિયા પામતું તે વૈક્રિયિક, સંયમજન્ય, આહારક લબ્ધિ વિશેષથી પ્રાપ્ત થતું તે આહારક, પાચનાદિ-ઉષ્ણતાદિના કારણરૂપ તે તૈજસ અને અતિ સૂક્ષ્મ કર્મ પુદ્ગલથી રચાયેલું કર્મમય એવું કર્મકોષરૂપ તે કામણ - એમ પંચ પ્રકારનું શરીર, (૭) જેના ચારે અગ્ન-ખૂણા સમાન છે તે સમચતુરગ્ન (સમચોરસ), વડના ઝાડની પેઠે જેનો ઉપરનો ભાગ ભવ્ય સુંદર ગોળાકાર છે તે ન્યગ્રોધ પરિમંડલ, જેનો નીચેનો ભાગ સ્વાતિ-છીપની જેમ સુંદર છે તે સ્વાતિ, જે કુબડું છે તે કુન્જ, જે ઠીંગણું-વામનું છે તે વામન, જેનો કોઈ પણ ઢંગધડાવાળો આકાર વિશેષ છે નહિ એવું ઠેકાણા વિનાનું ઢંગધડા વિનાનું - “રોડ બોડ' - તે હુંડ, એમ શરીરના આકાર વિશેષરૂપ (figure) છ પ્રકારનું સંસ્થાન, જેનાથી શરીરનું હાડ મજબૂત વા ઢીલું હોય છે, જેનાથી શરીરની સંહનન શક્તિ - હણવાની શક્તિ – પ્રહાર કરવાની શક્તિ (striking power) ન્યૂનાધિક હોય છે, એમ વજ ઋષભનારાય આદિ ઉત્તરોત્તર હીન સામર્થ્યવાળું છ પ્રકારનું સંઘયણ - સહનન, એમ આ આઠે પ્રકાર તો પ્રગટ સ્થૂલ પુદ્ગલમય-પુદ્ગલ રચના દેખાય છે, કારણકે તેઓનું ઈદ્રિયોથી ગ્રાહ્યપણારૂપ મૂર્ણપણે પ્રગટ દશ્યમાન છે. ઈદ્રિયોથી પ્રત્યક્ષ ગમ્યમાન છે. એટલે પૌદ્રલિક એવો આ “સર્વે જ જીવન છે નહિ, સર્વેકfપ ન સતિ નીવા પુદ્ગલ પરિણામમયપણું સતે (એઓનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે', દ્રિતદ્રવ્યપરિણામમયત્વે सति अनुभूतेर्भिन्नत्वात् । રૂપ રેખ તિહાં નવિ ઘટે રે, મુદ્રા ભેખ ન હોય, ભેદજ્ઞાન દષ્ટિ કરી પ્યારે, દેખો અંતર જોય...- શ્રી ચિદાનંદજી, પદ-૫ (૯) પ્રતિરૂપો : સ્નેહરૂપ - આસક્તિરૂપ એવો જે રાગ, (૧૦) અપ્રીતિ રૂપ - અસ્નેહ રૂપ એવો જે દ્વેષ, પ્રીતિરૂપો વેષ:, (૧૧) તત્ત્વના અસ્વીકરણરૂપ - અપ્રતિપત્તિરૂપ જે મોહ, તાપ્રતિપત્તિરૂપો મોહ, એ બધા પરભાવના સંયોગથી ઉપજેલા અધ્યવસાનો આત્યંતર ભાવો પરભાવરૂપ પુલ પરિણામના નિમિત્તે ઉત્પન્ન થયેલ વિકૃત જીવપરિણામરૂપ વિભાવ ભાવો-ઔપાધિક ભાવો છે. તે જોકે સીધેસીધી રીતે (Directly) પૌદ્રલિક નથી, તોપણ જીવના વિભાવ ભાવના કારણરૂપ પદ્દલ પરિણામથી ઉપજતા હોઈ તેને કારણમાં કાર્યના ઉપચારથી પૌદ્રલિક ગણેલ છે. અથવા તો રાગ-દ્વેષ-મોહના જીવરૂપ અને અજીવરૂપ એમ બે પ્રકાર છે, તેમાં જીવના ૪૦૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy