SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક: સમયસાર ગાથા-૫૦ થી ૫૫ (૧) વર્ણાદિ આઠ ભાવો જીવના નથી, (૨) રાગ-દ્વેષ-મોહ ભાવો જીવના નથી, (૩) . પ્રત્યયો-કર્મ-નોકમ જીવના નથી, (૪) વર્ગ-વર્ગણા-સ્પર્ધકો જીવના નથી, વદિ-રાગાદિ ભાવો ? (૫) અધ્યાત્મસ્થાન-અનુભાગ સ્થાનાદિ ૧૦ સ્થાનો જીવના નથી, (૬) જીવ જીવના નથી : સ્થાનો અને ગુણસ્થાનો પણ જીવના નથી, કારણકે આ સર્વેય પુદ્ગલ દ્રવ્યના પરમગુરુ અમૃતચંદ્રજીએ પરિણામો છે. પૌલિક ભાવોના આ સર્વ પ્રકારોનું પ્રત્યેકનું “આત્મખ્યાતિ'માં ગોખાવેલું ભેદશાન અત્યંત પરિટ્યુટ વિવરણ કરી દેખાડતાં પરમ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા “આત્મખ્યાતિ' કg પરમર્ષિ (અમૃતચંદ્રાચાર્યજીએ) આ પૌદ્રલિક ભાવોનું અનુભૂતિથી ભિન્નપણું પરિભાવન કરાવ્યું છે અને જે વર્ણાદિ-રાગાદિ ઈ. તે સર્વે જ જીવના છે નહિ', પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણાએ કરીને તેઓનું અનુભૂતિથી ભિન્નપણું છે માટે – “સ સfજ નાસ્તિ નીવચ, પુકદ્રવ્ય પરિણામમયત્વે સતિ અનુમૂતત્રવાતું' એમ સકર્મોના કર્ણમાં સદા ગૂંજી રહે એવા કર્ણામૃત સમા અમૃત શબ્દોમાં (Ringing words) ભેદજ્ઞાનની ધૂન લેવડાવી ભેદજ્ઞાન ગોખાવ્યું છે. જેમ વ્યાવહારિક શિક્ષક-વ્યાવહારિક ગુરુ શિષ્યને-વિદ્યાર્થીને પાઠ લેવડાવી પાઠ ગોખાવી ગોખાવીને પાકો કરાવે છે, તેમ આ પારમાર્થિક પરમ ગુરુ જગદગુરુ શ્રીમદ્ કર્મગ્રંથ વિષયમાં પણ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ આત્મવિદ્યાર્થીને અત્રે ભેદજ્ઞાનનો પાઠ ગોખાવી અમૃતચંદ્ર સ્વામીજીનું ગોખાવીને, આ સર્વ પુદ્ગલ-પરિણામમય ભાવોનું અનુભૂતિથી ભિન્નપણું ફરી ફરી ઘંટાવી લૂંટાવીને, ભેદજ્ઞાનનો અભ્યાસ પાકો કરાવ્યો છે; અને આમ પદ પદ આત્મા ગોખાવતી આ યથાર્થનામાં ભગવતી આત્મખ્યાતિ' માં પદે, પદે આત્માની ખ્યાતિનો ઓર પ્રકાશ કર્યો છે અને આવી “અમૃત વાણી' નિર્ઝરતા પોતાના દિવ્ય અમૃત ચંદ્ર' આત્માનું પ્રતિબિંબ પાડતી આત્મખ્યાતિ પ્રખ્યાપતાં આ આચાર્યજીએ (અમૃતચંદ્રજીએ) અત્રે એટલું બધું સવિસ્તર ફુટ અને સુગમ વિવરણ કર્યું છે કે, તેનું વિવેચન કરવા જેવું અત્ર કાંઈ રહેતું નથી; એટલું જ નહિ પણ વર્ગ-વર્ગણા-સ્પદ્ધકો-સંક્લેશ સ્થાનો-વિશુદ્ધ સ્થાનો આદિ કર્મગ્રંથ પ્રસિદ્ધ પારિભાષિક શબ્દોની જે અપૂર્વ સુસ્પષ્ટ વ્યાખ્યા (અમૃતચંદ્રજીએ) અત્ર કરી છે તે પરથી કર્મગ્રંથના વિષયમાં પણ આ “અમૃતચંદ્ર સ્વામીજીનું કેટલું બધું અપાર સ્વામિત્વ હશે તે સ્વયં જણાઈ આવે છે, એટલે તત સંબંધી પણ અત્રે કાંઈ લખવા જેવું રહેતું નથી. માત્ર તે તે પારિભાષિક શબ્દો ને વિષયોની વિશેષ સમજતી માટે જિજ્ઞાસુ મુમુક્ષુઓએ કર્મગ્રંથ - ગોમઢસાર આદિ ગ્રંથરત્નોનું અવલોકન કરવું એટલી નમ્ર વિજ્ઞાપના કરી, અત્રે સંક્ષેપમાં સિંહાવલોકનન્યાયે વિચારીએ તો - અત્રે જે પૌદ્રલિક ભાવોના ૨૯ પ્રકારો જીવના નથી એમ પૃથક પૃથક “નથી નથી' નેતિ નેતિ ' કહી વર્ણવી દેખાડ્યા. તેનું વર્ગીકરણ કરીએ તો સામાન્યપણે છ ભાગમાં વણદિ ૨૯ પ્રકારનું છ વિભક્ત કરી શકાય - (૧) પ્રગટ પૌદ્રલિક એવા વર્ણાદિ ભાવો, (૨) વિભાગમાં વર્ગીકરણ ચાર વિભાવ ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ, (૩) આ સર્વ ભાવોના મૂળ પ્રભાવ પ્રકાર ને ત્રણ મૂળ પ્રભવસ્થાન શાનપ પ્રત્યયો-કર્મ-નોકર્મ, (૪) કર્મોદ્ધવ ભાવો વર્ગ-વર્ગણા-સ્પદ્ધકો, (૫) કર્મજન્ય અને પ્રત્યયજન્ય ભાવો અધ્યાત્મ સ્થાનાદિ ૧૦, (૬) આ સર્વ ભાવોના અધિષ્ઠાનરૂપ જીવસ્થાન અને ગુણસ્થાન. એમ આ કલ ઓગણત્રીસ ભાવોનું પ્રત્યેકનું પુદ્ગલ - પરિણામમયપણું હોઈ અનુભૂતિથી ભિન્નપણું છે. અથવા આ ભાવોના આ ચાર વિશાળ પ્રકાર કહી શકાય - (૧) જે પ્રગટ દેશ્યમાન સીધે સીધી રીતે સ્થળ પૌદ્રલિક ભાવો છે. જેમકે વર્ણાદિ ૮, જીવસ્થાન. (૨) જે અપ્રગટ અદૃશ્યમાન સીધે સીધી રીતે સૂક્ષ્મ પૌદ્રલિક ભાવો છે. જેમકે - કર્મ, નોકર્મ, યોગસ્થાન, બંધ સ્થાન આદિ. (૩) જે પ્રગટ અનુભૂયમાન આડકતરી રીતે પૌલિક ભાવો છે. જેમકે - રાગાદિ ૩, પ્રત્યયો. ૪૦૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy