SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તેને ‘અલિંગ ગ્રહણ’ એવું વિશેષણ આપ્યું છે, તે યથાર્થ ‘અનિંદ્રગ્રહળઃ' છે. આ ‘અલિંગ ગ્રહણ' પદ ઘણા ઘણા અર્થ રહસ્યથી ભરપૂર છે અને પ્રવચનસારની ૭૯-૮૦ ગાથામાં* તેના વીશ જેટલા અપૂર્વ પરમાર્થ ચમત્કૃતિભર્યા પરમ અદ્ભુત અર્થ કરી દેખાડી પરમ પ્રશાશ્રમણ તાત્ત્વિકશેખર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાના પરમ પ્રશાતિશયનો આપણને પરિચય કરાવ્યો છે. તત્ત્વરસિક જિજ્ઞાસુએ તે સ્થળે જોવું. - ‘સમસ્ત આમ જીવ અરસ છે, અરૂપ છે, ઈત્યાદિ તો નકારાત્મક ઉક્તિથી (Negative) વ્યતિરેકથી જીવના સ્વરૂપનું કથન કર્યું, પણ હકારાત્મક (Positive) ઉક્તિથી અન્વયથી જોઈએ તો ‘આ જીવ સ્વયં આપોઆપ અનુભવાઈ રહેલા ચેતનાગુણથી નિત્યમેવ અંતઃપ્રકાશમાનપણાને લીધે ચેતનાગુણવાળો છે.' જીવનો આ વિશિષ્ટ ચેતનાગુણ કેવો છે ? તો કે (૧) ‘સમસ્તવિપ્રતિપત્તિપ્રમાથીના વિપ્રતિપત્તિ પ્રમાથી' છે, અર્થાત્ સર્વ વિપરીત માન્યતાઓને વિરુદ્ધ વિસંવાદી અભ્યુપગમોને પ્રકૃષ્ટપણે મથી નાંખનારો, વલોવીને વિલય કરી નાંખનારો, છિન્ન ભિન્ન ખંડિત કરી ફુરચે ફુરચા ઊડાવી નાંખનારો છે, આત્મા છે કે નથી અથવા આવો છે કે તેવો છે એવા વિકલ્પ તરંગરૂપ તુક્કાઓનો - મિથ્યા કલ્પનારૂપ વિવિધ જલ્પનાઓનો વિસંવાદી વાદોનો ભાંગીને ભુક્કો કરી નાંખનારો છે. (૨) વળી આ ચેતના ગુણ ‘વિવેચક જનોને સર્વસ્વ સમર્પિત કરનારો' છે 'विवेचकजनसमर्पिकसर्वस्वेन' જડ-ચેતન તત્ત્વનો યથાસ્થિત વિવેક કરનારા ભેદજ્ઞાની પુરુષને પોતાનું સર્વસ્વ સમર્પણ કરનારો છે. અર્થાત્ આ ચેતના ગુણ એ જ આત્માનું સર્વસ્વ છે, સર્વ ‘સ્વ’ - ધન આત્મસંપત્તિ છે, એટલે ચેતનાગુણને જે જાણે છે તે આત્માનું સર્વસ્વ જાણે છે અને પામે છે. (૩) અને આ ચેતનાગુણ સત્તમપિત્તોજાતો વીત્ય - સકલ લોકાલોકને કવલિત કરી અત્યંત સૌહિત્યથી, જાણે મંથર હોયની 'अत्यंतसौहित्यमंथरेण इव' એમ સકલ કાલ જરા પણ અવિચલિત એવો 'सकलकालमेव मनागप्यविचलितां અર્થાત્ આ ચેતનાગુણ એટલો બધો પરમ ઉદાર અથવા ખાઉધરો (Voracious) છે કે, તે સકલ લોકાલોકને પણ કવલ-કોળીઓ કરી જાય છે ! અને કોળીઓ કરી જઈને પછી અત્યંત ‘સૌહિત્યથી’ આરામથી - લ્હેરથી મંથરપણે - મંદપણે જાણે તેને ગાયની જેમ વાગોળે છે ! જેમ ગાય તૃણાહાર કરી તેને આરામથી બેસી વાગોળે છે, તેમ આ ચેતનાગુણ પણ સમસ્ત વિશ્વનો જ્ઞાનરૂપ આહાર કરી - કોળીઓ કરી, તેને આત્મારામપણે લ્હેરથી જાણે અંતરમાં જીવ સર્વસ્વ રૂપ ચેતના ગુણવંતો જીવ = - - - = - - - “अलिङ्गग्राह्य इति व्यक्तव्ये यदलिङ्गग्रहणमित्युक्तं तद्बहुरार्थप्रसिद्धये । तथा हि (१) न लिङ्गैरिन्द्रियैर्ग्राहकतामापन्नस्य ग्रहणं यस्येत्यतीन्द्रियज्ञानमयत्वस्य प्रतिपत्तिः । (२) लिङ्गैरिन्द्रियैर्ग्राह्यतामापन्नस्य ग्रहणं दग्नेस्येतीन्द्रियप्रत्यक्षाविषयत्वस्य । ( ३ ) न लिङ्गादिन्द्रियगम्याद्धूमायरव ग्रहणं यस्येतीन्द्रियप्रत्यक्षपूर्वकानुमाना विषयत्वस्य । (४) न लिङ्गादेव परैः ग्रहणं यस्येत्यनुमेयमात्रात्वाभावस्य । ( ५ ) न लिङ्गादेव परेषां ग्रहणं येस्येत्यनुमातृमात्रात्वभावस्य । (६) लिङ्गात्स्वभावेन ग्रहणं यस्येति प्रत्यक्षज्ञातृत्वस्य । ( ७ ) न लिङ्गेनोपयोगाख्यलक्षणेन ग्रहणं ज्ञेयार्थालम्बनं यस्येति बहिरथालम्बतज्ञानाभावस्य । (८) न लिङ्गस्योपयोगाख्य लक्षणस्य ग्रहणं स्वयमाहरण यस्येत्यनान्हार्यज्ञानत्वस्य । ( ९ ) न लिङ्गस्योपयोगाख्यलक्षणस्य ग्रहणपरेण हरणं यस्येत्याहार्यज्ञानत्वस्य । (१०) न लिने उपयोगाख्यलक्षणे ग्रहणं सूर्य इवोपरागो यस्येति शुद्धोपयोगस्वभावस्य । ( ११ ) न लिङ्गादुपयोगाख्यलक्षणाद्ग्रहणं पौगलिककर्मादानं यस्येति द्रव्यकर्मासंपृक्तत्वस्य । ( १२ ) न लिङ्गेभ्यो इन्द्रियेभ्यो ग्रहणं विषयाणामुपभोगो यस्येति विषयोपभोक्तृत्वाभावस्य । (१३) न लिङ्गात्मनो वेन्द्रियादिलक्षणाद्ग्रहणं जीवस्येति शुक्रार्तवानुविधायित्वाभावस्य । ( १४ ) न लिङ्गस्य मेहनाकारस्य ग्रहणं यस्येति लौकिकसाधनमात्रत्वाभावस्य 1 (૧૬) न लिङ्गेनामेहनाकारेण ग्रहणं लोकव्याप्तिर्यस्येति कुहुकप्रसिद्धसाधनाकारलोकव्याप्तित्वाभावस्य 1. (૧૬) न लिङ्गानां स्त्रीपुन्नपुंसक वेदानां ग्रहणं यस्येति स्त्रीपुन्नपुंसकद्रव्यभावाभावस्य । ( १७ ) न लिङ्गानां धर्मध्वजानां ग्रहणं यस्येति बहिरङ्गयतिलिङ्गाभावस्य । (१८) न लिङ्गं गुणो ग्रहणमर्थावबोधो यस्येति गुणविशेषानालीढशुद्धद्रव्यत्वस्य । ( १९ ) न लिङ्गं गुणपर्यायो ग्रहणमर्थावबोधवि यस्येति पर्यायविशेषानालीढशुद्धद्रव्यत्वस्य । ( २० ) न लिङ्गं प्रत्यभिज्ञानहेतुर्ग्रहणमर्थावबोधसामान्यं यस्येति द्रव्याना શુદ્ધપર્યાયવસ્ય ।'' · જુઓ શ્રી ‘પ્રવચનસાર’ (ગા. ૨-૮૦) અમૃતચંદ્રાચાર્ય પ્રણીત ટીકા ૩૯૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy