SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ અંતિમ ગાથામાં શાસ્ત્રકાર ભગવાન આ સમય પ્રાભૂતનું પરમાર્થફલ ઉદ્યોષે છે - जो समयपाडमिणं पडिहणं अत्थतच्चदो गाउं । अत्थे ठाही चेया सो होदी उत्तमं सोक्खं ॥ જે આ સમયપ્રાભૃત પઠીને અર્થ - તત્ત્વથી જાણીને ચેતયિતા અર્થમાં સ્થિતિ કરશે તે ઉત્તમ સૌખ્ય હોશે. એમ શબ્દબ્રહ્મનો દિવ્ય નાદ ગજાવતા પરમબ્રહ્મજ્ઞ પરબ્રહ્મનિષ્ઠ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીના કર્ણામૃતમય અમૃત શબ્દોના દિવ્ય ધ્વનિને અનંતગુણવિશિષ્ટ ભાવથી બહલાવતાં, શબ્દબ્રહ્મના પરમ પારદેશ્વા પરમબ્રહ્મવેત્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ગાથાના પ્રત્યેક પદની પરમ અદ્દભુત અપૂર્વ વ્યાખ્યા કરી, આત્માની અનન્ય ખ્યાતિ કરતી આ યથાર્થનામાં “આત્મખ્યાતિ'માં વિશ્વપ્રકાશક સમયસાર - શુદ્ધ આત્માની અપૂર્વ ખ્યાતિ પ્રકાશી છે - જે નિશ્ચયે કરીને - સમયસારભૂત આ ભગવતુ પરમાત્માના વિશ્વપ્રકાશકપણાએ કરીને વિશ્વ સમયના પ્રતિપાદન થકી સ્વયં શબ્દબ્રહ્મરૂપ થઈ રહેલા આ શાસ્ત્રને અધ્યયન કરી, વિશ્વપ્રકાશનમાં સમર્થ પરમાર્થભૂત ચિત પ્રકાશરૂપ પરમાત્માને નિશ્ચિત કરતો અર્થથી અને તત્વથી પરિચ્છેદીને, આના જ અર્થભૂત ભગવતુ એક પૂર્ણ વિજ્ઞાનઘન પરમ બ્રહ્મમાં સર્વોરંભથી ચેતયિતા સ્થિતિ કરશે, તે એક સાક્ષાતુ તત્ક્ષણ વિભમાણ ચિદેકરસનિર્ભર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ આત્મરૂપતાએ કરીને પરમાનંદશબ્દથી વાચ્ય ઉત્તમ અનાકુલત્વ લક્ષણ સૌખ્ય સ્વયમેવ થશે.' - આવા પરમાર્થઘન પરમતત્ત્વ ગંભીર ભાવને “આત્મખ્યાતિ'માં એક સળંગ વાક્યમાં આત્મખ્યાતિ' કારે સંદિગ્ધ કર્યો છે, એ આશ્ચર્યનું આશ્ચર્ય છે. ' અને “આત્મખ્યાતિ'નો ભાવ-આશય આ લેખકે “અમૃત જ્યોતિ મહાભાષ્ય'માં પરિÚટ કર્યો છે - સમયસાર ભૂત” - સમયના સારભૂત અથવા “સમયસાર” - શુદ્ધ આત્મા થઈ ગયેલા એવા આ “ભગવત’ - પરમજ્ઞાનાદિઐશ્વર્યસંપન્ન પરમાત્મા “વિશ્વપ્રકાશક - અખિલ જગતુના પ્રકાશક છે, આવા વિશ્વપ્રકાશક સમયસાર પરમાત્માનું સ્વરૂપ આ સમયસાર શાસ્ત્ર પ્રકાશે છે, એટલે આમ વિશ્વપ્રકાશક સમયસારના પ્રકાશનને લીધે આ સમયસાર શાસ્ત્ર “વિશ્વ સમયનું' - સર્વ જગતુ પદાર્થનું પ્રતિપાદન - પ્રરૂપણ કરે છે અને એટલે જ અખિલ વિશ્વના સર્વ પદાર્થને વ્યાપી રહેલું આ સમયસાર શાસ્ત્ર “સ્વયં” - આપોઆપ “શબ્દબ્રહ્મ રૂપ” - વિશ્વવ્યાપક - વિશ્વપ્રકાશક પરમાગમ રૂપ થઈ પડે છે. આમ જે ખરેખર ! નિશ્ચય કરીને (૧) સમયસારભૂત આ ભગવતુ પરમાત્માના વિશ્વપ્રકાશકપણાએ કરીને, વિશ્વ સમયના પ્રતિપાદનને લીધે સ્વયં શબ્દબ્રહ્મ રૂપ થઈ રહેલા આ શાસ્ત્રને અધ્યયન કરી, (૨) વિશ્વ પ્રકાશનમાં – અખિલ જગતને પ્રકાશવામાં સમર્થ પરમાર્થભૂત - ચિત્ પ્રકાશરૂપ પરમાત્માને નિશ્ચિત કરતો અર્થથી અને તત્ત્વથી પરિચ્છેદીને' - પરિજ્ઞાન કરીને - સર્વથા જાણીને, (૩) આના જ અર્થભૂત ભગવત્ એક પૂર્ણ વિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં “ચેતયિતા’ - ચેતનારો – ચેતન અનુભવયિતા સર્વોરંભથી - આત્માની સમસ્ત શક્તિથી સ્થિતિ કરશે, (૪) તે “સાક્ષાતુ” - પ્રત્યક્ષ તત્ક્ષણ વિભૂંભમાણ” - વિવર્ધમાન - વિકસાયમાન - ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા - ઉલ્લસી રહેલાં - “ચિદેક રસનિર્ભર' - ચિદ્ર રૂપ એક – અનંતરસથી ‘નિર્ભર પરિપૂર્ણ સ્વભાવમાં “સસ્થિત’ - સારી પેઠે સ્થિત એવી “નિરાકલ” - આકલતા રહિત આત્મરૂપતાએ કરીને, પરમાનંદ' શબ્દથી વાચ્ય એવું ઉત્તમ અનાકલત્વ લક્ષણ સૌખ્ય સ્વયમેવ થશે, અર્થાત ઉક્ત વિધાનથી જે ચેતયિતા પૂર્ણ વિજ્ઞાનધન પરંબ્રહ્મની અનુભૂતિ કરશે, તે ચિદકરસનિર્ભર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ આત્મરૂપતાએ કરીને પોતે જ પરમાનંદ સ્વરૂપ અનાકુલત્વ લક્ષણ ઉત્તમ -પરમ સૌખ્ય બની જશે. એમ પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાન કુંદકુંદાચાર્યજીની અનુપમ અમૃત કૃતિ આ સમયસારની અંતિમ ગાથાની અનન્ય વ્યાખ્યા પ્રકાશતાં વિજ્ઞાનઘન ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથેલ સૂત્રાત્મક અનુપમ અમૃત “આત્મખ્યાતિ'ના દિવ્ય ધ્વનિથી ઉદ્ઘોષણા કરી. ક ૪૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy