SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૮ “ચેતન ! ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહં સોહં સોહં, સોહં અણું ન બીયા સારો... ચેતન. સોડહં જનિ દટો તુમ મોહં, હૈ હૈ સમકો વારો... ચેતન” - શ્રી આનંદઘન પદ-૮૧ આ ચિન્માત્ર જ્યોતિ એવો હું આત્મા “સમસ્ત ક્રમ-અક્રમે પ્રવર્તમાન વ્યાવહારિક ભાવોથી ચિન્માત્ર આકારે કરીને અભિદ્યમાનપણાને લીધે એક છું.” “સમસ્તક્ટમામ એક શુદ્ધ દર્શન શાનમથી પ્રવર્તમાન વ્યાવહારિજમાવૈ નિત્રિરેખામિ માનવ:' - અર્થાતુ આ સદા અરૂપી ચિત્માત્ર જ્યોતિના વિશ્વવ્યાપી પ્રકાશમાં અનુક્રમે કે એકીસાથે પ્રવર્તી રહેલા વિવિધ નાના પ્રકારના ભાવો - ગુણ પર્યાયો - mયાકારે - જ્ઞાનાકારે પ્રકાશ્યમાન છે. પણ તે તે ભાવોથી મ્હારા એક ચિત્માત્ર આકારનો કાંઈ ભેદ કરી શકાતો નથી. એટલે હું તો કોઈથી ન ભેદી શકાય એવા અભેદ કેવલ એક ચિન્માત્ર આકારે જ સુસ્થિત હોઈ એક છું, જ્યાં બીજા કોઈ દૈતનો - દ્વિતીય ભાવનો અવકાશ નથી એવો અદ્વૈત અદ્વિતીય એક છું. આવો ચિન્માત્ર જ્યોતિ એક એવો હું “નર-નારકાદિ જીવવિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ લક્ષણ વ્યાવહારિક નવ તત્ત્વોથી ઢંકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવ ભાવે કરીને અત્યંત વિવિક્તપણાને લીધે શુદ્ધ છું, નારદ્દાદ્રિ નીવ-મોક્ષતલાવ્યાવહારિજનવસ્વેચ્ચ: - વિધિવત્તાત્ શુદ્ધઃ | અર્થાતુ નારકાદિ જીવપર્યાય, અજીવ આદિ ભેદગ્રાહી ભેદ કલ્પનારૂપ વ્યવહારનયથી કથવામાં આવતા વ્યાવહારિક નવ તત્ત્વો છે અને હું તો ટૂંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવી છું, ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવા અક્ષર ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવભાવે કરીને નવ તત્ત્વોથી મ્હારૂં અત્યંત વિવિક્તપણું - પૃથકપણું - ભિન્નપણું છે - અલગપણું - અલાયદાપણું - જૂદાપણું છે, એટલે મ્હારા એક જ્ઞાયક સ્વભાવમાં બીજા કોઈ અજીવ - પુણ્ય - પાપ આસ્રવાદિ આગંતુક ભાવનું આગમન વા અંત:પ્રવેશ નથી એટલે હું શુદ્ધ છું, કોઈ પણ અન્ય ભાવરૂપ – દૈતની પરભાવ રૂપ અશુચિની સેળભેળસંકરપણું – શંભુમેળો મહારામાં નહિં હોવાથી, “હું શુચિ-પવિત્ર-નિર્મલ શુદ્ધ છું. આવો ચિન્માત્ર જ્યોતિ હું એક શુદ્ધ છું, અત એવ વિન્માત્રતયા સામાન્યવિશેષોપયોતિનિતિમત’ - ચિન્માત્રતાએ કરીને સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાના અનતિક્રમણને લીધે દર્શન-શાનમય છું. ‘નજ્ઞાનમ:' - અર્થાતુ માત્ર એકાક્ષરી અક્ષર “ચિતુ” સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવો હું ચિન્માત્ર છું અને ચિત્ છે તે સામાન્ય-વિશેષ ઉપયોગાત્મક છે, તેથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાના અનુલ્લંઘનથી હું સામાન્ય-વિશેષ ઉપયોગાત્મક છું, એટલે સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ એ જ શાસ્ત્ર પરિભાષામાં અનુક્રમે “દર્શન-જ્ઞાન' કહેવાતા હોઈ, હું દર્શનજ્ઞાનમય છું, તાત્પર્ય કે એકાક્ષરી અક્ષર ચિતમાં દર્શન-જ્ઞાન બન્નેનો સમાવેશ થાય છે, એટલે હું ચિત્ માત્ર હોવાથી દર્શન-જ્ઞાનમય છું. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે... વાસુપૂજ્ય જિન.” - શ્રી આનંદઘનજી જાકે ઉર અંતરમેં રાગ દોષ મોહ નહિ, આપમેં સમાય રહે આપહી અનંત હૈ, ઔર દ્રવ્ય સુન પ્યાર સમેં સાર ધ્યાન ધાર, ધરી કે સંભાર સાર સંતરસ સંત હૈ, ટંક સૌ ઉકેરયો જૈસો રતન અભંગ જોતિ, તૈસો પરબ્રહ્મ નિજ જ્ઞાનસો મહંત હૈ, નિરä હૈ અબંધ ચેતના કો બંધ સંત, અમલાન જ્ઞાન ગુન સનબંધવંત હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૩-૧૩૯ આમ ચિત્માત્ર જ્યોતિ હું એક શુદ્ધ દર્શન જ્ઞાનમય છું, દર્શન-શાન સ્વરૂપ છું, અત એવ ૩૪૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy