SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સ્મૃતિ કરી, હું આપના ચરણ કમળમાં નમસ્કાર કરું છું. હે આત્મજ્ઞાનના નિધાન ! આ મ્હારો આત્મા જે અનાદિથી આત્મભ્રાંતિ રૂપ મહારોગથી પીડાતો હતો અને “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ' રૂપ મૃત્યુ શયામાં પડ્યો હતો, તેને આપ સુવૈદ્ય સ્વરૂપ સમજણરૂપ દિવ્ય ઔષધિ વડે આરોગ્ય સંપન્ન કર્યો અને પરમ અમૃતરૂપ સહાત્મસ્વરૂપ પ્રકાશનારા સમ્યગુ દર્શન મંત્ર પ્રયોગ વડે બોધિબીજ રૂપ અપૂર્વ સંસ્કાર બીજ રોપી, યોગિકુલે જન્મરૂપ નવો જન્મ આપ્યો. હે કરુણા સિન્થ ! આપે આ પામર પર અપાર ઉપકાર કર્યો. તે સમદર્શિતાના અવતાર ! આ નિજ સ્વરૂપનું ભાન નહિ હોવાથી આ જીવ પોતાનું ઘર છોડીને પર ઘેર ભીખ માંગતો ફરતો હતો, તેને જ્ઞાન શ્રીસંપન્ન એવા આપ શ્રીમતુ પરમશ્રુતે અપૂર્વ વાણી વડે અનંત આત્મસંપત્તિ ભર્યા સ્વગૃહનો લક્ષ કરાવી, નિજ સ્વરૂપની પ્રાપ્તિનો અમોઘ ઉપાય દર્શાવ્યો. આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂં? આત્માથી બીજી બધી વસ્તુ ઉતરતી છે ને આ આત્મા તો આપ પ્રભુએ જ મને આપ્યો છે. માટે આત્માર્પણ વડે આ આત્માનું નૈવેદ્ય આપના ચરણે ધરી આજ્ઞાંકિતપણે વર્ત એ જ એક ઉપાય છે. મહારા મન-વચન-કાયાના યોગ આજથી પ્રભુને આજ્ઞાધીન થઈને વર્તો ! હું આપ પ્રભુનો દાસાનુદાસ ચરણ રેણુ છું.” “હે સદ્ગુરુ દેવ ! પરં કૃપાળુ ! ગાવા ગુણો શક્તિ ન મુજ ભાળું, અમાપ છે આપ તણી કરૂણા, થવું નથી શક્ય પ્રભો ! અનૃણા. અનાદિથી આત્મસ્વરૂપ ભૂલ્યો, હું ભોગના કાદવ માંહિ ડૂલ્યો; દુઃખો તણાં સાગર મધ્ય રૂલ્યો, તાર્યો તમે બોધ દઈ અમૂલ્યો. સ્વરૂપનું ભાન તમે જગાડ્યું, ભ્રાંતિ તણું ભૂત તમે ભગાડ્યું; મિથ્યાત્વનું વિષ તમે ઉતાર્યું, સમ્યકત્વ પીયૂષ તમે પીવાડ્યું. ઉંચા ચિદાકાશ વિષે ઉડંતા, તે હંસ ! હેાત્મસ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો, મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વ ચેતનાના, રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મતણા ગુણોના, યોગી તમે આત્મ અનુભવોના. અનંતકાળે તમ યોગ લાવ્યો, મેં આત્મનો સાધન જોગ સાધ્યો; તો આપનો કેમ પીછો જ છોડું? ના જ્યાં લગી પૂરણ તત્ત્વ જોડું. શું પાદપડો પ્રભુના ધરૂં હું? શી રીત આત્મા અનુણો કરૂં છું? એ આત્મ તો આપથી કાંઈ વેદું, નૈવેદ્ય આ આત્મતણો નિવેદું. ગુરૂ ગુણે ગૂંથી ભરી સુવાસે, આ વર્ણમાલા ભગવાન દાસે; આ પ્રાણ કંઠે ગત પુષ્પમાલા, દ્યો આત્મસિદ્ધિમય મોક્ષમાલા.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૫, (ડૉ. ભગવાનદાસ કૃત) હે પરમ કૃપાળુ દેવ ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમતુ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષ મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભાવ પર્યત અખંડ જાગૃત રહો ! માગું છું તે સફળ થાઓ ! ૐ શાંતિઃ શાંતિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૧૭ આમ શ્રીમદ્ સદ્દગુરુના સદુઉપદેશનું ઉત્તમ સત નિમિત્ત પામી તે પરમ ઉપકારી પ્રત્યે જેના હૃદયમાં આવો પરમ કૃતજ્ઞભાવ ઉલ્લભ્યો છે એવો આ જીવ સ્વરૂપ સમજી પ્રતિબદ્ધ થયો, અનાદિ મોહનિદ્રામાંથી ઊઠી આત્મજાગ્રતિ પામ્યો, એટલે “નિનજરતનવિન્યસ્તવિકૃતવામીજવતોનન્યાન' - ૩૪૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy