SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૧ સિવાય અન્યત્ર કેમ પ્રીતિ કેમ ધરે ? અજિત જિર્ણત શું પ્રીતડી, મને ન ગમે તો બીજાનો સંગ કે, માલતી ફૂલે મોહિયો, નવિ બેસે બાવળ તરુ ભંગ કે... અજિત. ગંગાજલમાં જે ઝીલ્યા, છિલ્લર જલ નવિ પેસે મરાલ કે, સરવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાલ કે... અજિત. કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી સહકાર કે, ઊંછા તરુવર નવિ ગમે, ગિરૂઆ શું હોયે ગુણનો પ્યાર કે... અજિત. કિમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદ્રશું પ્રીત કે, ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે... અજિત. તેમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે જાય છે, શ્રી નયવિજય વિબુધ તણો, વાચક યશ હો નિત ગુણ ગાય કે... અજિત - શ્રી યશોવિજયજી આત્મારામ કે આરામી નિજ સુખ વિસરામી, પુન્ય કે અકામી પાપ દૃષ્ટિસૌ ન કાજ હૈ, ઈદ્રી સુખકી ન આસ રહે જગસૌ ઉદાસ, પરિગ્રહ હીન ભી અજાચિ મહારાજ હૈ; મિથ્યાસ્યૌ વિમુખ નિજ જ્ઞાન ભાવહી કે ખ, મોક્ષ સનમુખ સિદ્ધ સુખકે સમાજ હૈ, કરમ ઉદિક સેતી કરત હૈ ક્રિયાકર્મ, સત્તાવીશ ગુણધારી ઐસે મુનિરાજ હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૨-૧૫ આમ આ પરમ આત્મતત્ત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું - એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયનો પ્રતિભાસ પણ થતો નથી ! સમ્યગુ દૃષ્ટિ સન્દુરુષોનું ચિત્ત સ્વરૂપ-સ્વદેશમાં એટલું બધું રોકાયેલું રહે છે કે તે આડે બીજે ક્યાંય શું બની રહ્યું છે, તેનું પણ તે પરમ સંત અવધૂતોને ભાન રહેતું નથી ! આવા પરમ અદ્ભુત અનન્ય મુદ્દ ભાવનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ આત્મભાવનાથી મા રંગાયેલા પરમ આત્મારામાં શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનોગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે - “રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ર પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચેતન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું હાડ માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. (ઈત્યાદિ) “એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત્ શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કોણ. - કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી હૈયે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ હૈયે. (ઈત્યાદિ).' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૧૨૦, ૨૧૭), ૧૨૩, ૨૫૫ ૩૩૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy