SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ નિશ્ચયાધિકારમાં શ્રી યશોવિજયજીએ ભાખ્યું છે તેમ મન-વાણી-કર્મ આદિ પુદ્ગલથી અને વિપ્રકૃષ્ટ-અત્યંત દૂર એવા ધર્માદિથી આત્માની ભિન્નતા એમ ભાવવા યોગ્ય છે. પુદ્ગલોનો ગુણ મૂર્તિ છે અને આત્મા જ્ઞાનગુણવાળો છે, તેથી પુદ્ગલોથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. ધર્મનું ગતિહેતુ પણું ગુણ છે તથા જ્ઞાન આત્માનો ગુણ છે, તેથી ધર્માસ્તિકાયથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુપણું ગુણ છે, આત્મા જ્ઞાનગુણવાળો છે, તેથી અધર્માસ્તિકાયથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. અવગાહ આકાશનો ગુણ છે, જ્ઞાન નિશ્ચયે કરીને આત્માનો ગુણ છે, તેથી આકાશાસ્તિકાયથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. આત્મા જ્ઞાન ગુણવાળો સિદ્ધ છે, કાળ વર્તના ગુણવાળો છે, તેથી કાળ દ્રવ્યથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે.' આમ જ્ઞેય એવા અન્ય સમયોથી જ્ઞાયક એવા આત્માનું જ વિભિન્નપણું વ્યવસ્થિત છે. ‘તેથી* નથી હું આકાશ, નથી ધર્મ, નથી અધર્મ, નથી કાલ, નથી પુદ્ગલ અને નથી આત્માન્તર. કારણકે એક ઓરડામાં પ્રગટાવેલા અનેક દીપ-પ્રકાશોની જેમ સાથે મળીને અવસ્થિત એવા એઓમાં પણ, સ્વરૂપથી અપ્રચ્યુત જ એવું મ્હારૂં ચૈતન્ય મને પૃથક્ જણાવે છે.' એવા પ્રકારે અનુભૂતિનો આમ શેય ભાવથી વિવેક-પૃથક્ ભાવ થયો હતો, - તીર્થં જ્ઞેયમાવિવેજો મૂતઃ ।* આમ જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન જેને સુપ્રતીતપણે સમજાય છે, સ્વરૂપ ચેતન તે નિજ-પોતાનું અને જડ છે તે માત્ર સંબંધરૂપ છે અથવા તો શેય એવા પરદ્રવ્યમાં છે, એવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લાસિત થયો છે, તેને જડથી ઉદાસીનતા થઈ આત્મામાં વર્તવારૂપ આત્મવૃત્તિ થાય છે અને આમ ‘કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવો નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે' અને તેવા પ્રકારે તથારૂપ સાક્ષાત્ આત્માનુભવના પરમ ઉલ્લાસમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યું છે - ‘‘જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ જડ તે સંબંધ માત્ર, અથવા તો શેય પણ પરદ્રવ્યમાં ય છે : એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૯૦૨ અર્થાત્ સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા ‘શ્રુત' જ્ઞાનથી વિવેક ઉપજ્યો છે, શ્રુતજ્ઞાન સમ્યક્ષણે પરિણમ્યાથી સદ્-અસ ્ત્નું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ-૫૨નું ભેદજ્ઞાન પ્રગટ્યું છે, આત્મા-અનાત્માનો પ્રગટ ભેદ અનુભવવા રૂપ વિવેક ખ્યાતિ ઉપજી છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિ રૂપ ‘આત્મખ્યાતિ’ રૂપ શુદ્ધ આત્મજ્ઞાન સાંપડ્યું છે. એટલે આવા વિવેક થકી જેને સંવેગ અમૃતનું આસ્વાદન ઉપજ્યું એવો આ સમ્યગ્દષ્ટિ ભાવે છે કે હું આ દેહાદ પૌદ્ગલિક પરવસ્તુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી અજર अधर्मे स्थितिहेतुत्वं गुणो ज्ञानगुणोऽसुमान् । ततोऽधर्मस्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥ अवगाहो गुणो व्योम्नो ज्ञानं खल्वात्मनो गुणः । व्योमास्तिकायात्तद्भिन्नामात्मद्रव्यं जगुर्भिनाः ॥ आत्मा ज्ञानगुणः सिद्धः वर्त्तनागुणः । तद्भिन्नं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिनाः ॥ - શ્રી યશોવિજયજી કૃત ‘અધ્યાત્મસાર’, આત્મનિશ્ચયાધિકાર, શ્લો. ૪૭ " ततो नाहमाकाशं न धर्मो नाधर्मो न च कालः न पुद्गलो नात्मान्तरं च भवामि, यतोमीष्वेकापवरक પ્રવોષિતાનેવીપપ્રજાશેબ્ધિવ સંમૂયાવસ્થિતપિ મન્વંતત્ત્વ સ્વરૂપાવપ્રદ્યુતમેવ માં પૃથાવમયતિ ।'' (ઈત્યાદિ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘પ્રવચન સાર’ ટીકા ગા. ૯૦ " णाणप्पगमप्पाणं परं च दब्बत्तणाहिसंबद्धं । जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि ॥ तम्हा जिणमग्गादो गुणे हिं आदं परं च दब्बेसु । अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा ॥" - શ્રી પ્રવચનસાર’ ગા. ૯૦-૯૧ (જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા) ૩૨૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy