SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગુ દષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવનો - પર વસ્તુનો મ્હારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં સ્નેહ રૂપ આસક્તિથી હું બંધાયો છું, માટે મહારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણકે “દેહમાં* સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિયોજે છે - વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.” માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિ રૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કર્યું. આમ સ્વ-પ૨ ભાવનો વિવેક ઉપજ્યો હોવાથી, ભેદજ્ઞાન પ્રગટ્યું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી તે સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામે છે, એટલે તેને અસંગ શુદ્ધોપયોગ દશા પ્રગટે છે અને એટલે જ તેને નિર્મલ શુદ્ધાત્માનુભવ સાંપડે છે. અર્થાત્ સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામવા રૂપ દ્રવ્ય-ભાવ નિગ્રંથપણાનો - શુદ્ધોપયોગી શ્રમણપણાનો જે ઉત્કૃષ્ટ આદર્શ શ્રી “પ્રવચન સાર'ના ચારિત્ર - અધિકારમાં સવિસ્તર વર્ણવ્યો છે અને તેવો જ ઉત્કૃષ્ટ આદર્શ “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' એ અપૂર્વ કાવ્યમાં પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યો છે, તેવું યથાસૂત્ર આચરણ કરતો તે અસંગપણાને ભજે છે અને એટલે જ સર્વપરભાવ પરિત્યાગી તે અસંગ નિગ્રંથ શુદ્ધોપયોગી શ્રમણને શુદ્ધાત્માનુભૂતિનો પ્રાદુર્ભાવ થાય છે, સહજ શુદ્ધ અસંગ વરૂપના - સહાત્મસ્વરૂપ”નો અનુભવ પ્રગટે છે. આ સહાત્મસ્વરૂપ’ને સાક્ષાત્ અનુભવનારા શ્રીમદ્ રાજચંદ્રજીના “જ્ઞાનીના માર્ગના આશયને ઉપદેશનારા” અનુભવસિદ્ધ વચનામૃત છે કે - ૧. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. ૨. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે, સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એજ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેનાં અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ શકાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશી-અવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજવાને અર્થે વર્ણવેલી છે. ૬, સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. ૭. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહ ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છઉં. ઈ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અ. (૫૧૮), ૬૦૯ "देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । માત્મજોવાભપwાહિયોગપતિ દિન ” - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત “સમાધિશતક', ૩૧૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy