SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૪ હેતું નથી. વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. માટે તમે તે ક્રિયાને અવગાહો અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી, કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્નો અને કાય ક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું અને જે શુષ્ક જ્ઞાનીઓ ત્યાગ વૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચા જ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહ ઉદાસીનતા, દેહની મૂછનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી અને આત્મજ્ઞાન પામ્યું તો તે ગુણો અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાન રૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યાં કરે છે, પૂજા સત્કારાદિની કામના વારંવાર ફરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતા નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ? “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છઉં' એમ જે સમજવામાં આવતું નથી તે સમજે અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. “જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમજ માત્ર ત્યાગ વિરાગમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાતુ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાતુ એ આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્ક જ્ઞાનીને ત્યાગ વિરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચા જ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૬૦ (આત્મસિદ્ધિ વિવરણ) સૂત્ર-દ-૭ (પૃ. પર૭, ૫૨૮) ૩૦૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy