SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૩ છે - આંસુ આવે છે. (૫) જ્યાં ગુણ પુષ્પો* બીછાવેલા છે એવી નિર્મલ સુવિકલ્પ રૂપ તળાઈમાં જે ધૃતિ-પત્નીને આર્લિગીને સૂતા છે, તે સમ્યગ્ દૃષ્ટિજનો બાહ્ય સ્પર્શમાં કેમ રત થાય ? આમ આ લોકના વિષયો આ વિરક્ત ચિત્ સમ્યક્ દૃષ્ટિ જનોને આનંદદાયી થતા નથી. અરે ! આ મહાનુભાવો પરમાનંદ રસનું પાન કરીને ધીંગાધડબા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તેઓ પરલોક સુખમાં પણ નિઃસ્પૃહ હોય છે !' આવા પરમ વૈરાગ્ય મૂર્તિ ભાવિતાત્મા મહાત્મા સર્વ ઈંદ્રિયોનો પરાજય કરી તેઓનો સર્વથા પરિક્ષય કરવા સમર્થ થઈ ક્ષીણેંદ્રિય બને એમાં શું આશ્ચર્ય ? તે જ પ્રકારે ક્ષીણ રાગ, ક્ષીણ દ્વેષ, ક્ષીણ કષાય, ક્ષીણ કર્મ, આદિ અન્ય અન્ય પ્રકારોની ભાવના પણ સમજી લેવી. આમ ક્ષીણમોહ, ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ આદિ ભાવસંપન્ન પરમાત્મસ્વરૂપને પામેલ આ જિન ભગવાન્ છે. અર્થાત્ આત્મપદને ઈચ્છે છે, ઈચ્છે છે જે જોગીજન’, તે જ આ પરમાત્મા જિન છે. આ પરમાત્મા તે શુક્લ એવા ધ્યાન અગ્નિ વડે કર્મ કલંકનું દહન કરી નિત્ય નિરંજન જ્ઞાનમય' થયેલા પરમ આત્મા છે. જ્ઞાનાનંદથી પૂર્ણ પાવન એવા આ આનંદઘન ભગવાન્ ગુણગણ રત્નના આગર છે. એના આ ક્ષીણમોહ-ક્ષીણરાગ આદિની જેમ અનેક ગુણ નિષ્પન્ન નામ પ્રસિદ્ધ છે. જેમકે - ‘સકલ કર્મમલથી રહિત હોવાથી તે નિર્મલ છે. કેવલ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ દર્શનશાનમય હોવાથી તે કેવલ છે. સર્વ અશુચિથી વર્જિત એવા એક અદ્વૈત શુદ્ધ શાયક સ્વભાવના પ્રગટપણાથી તે શુદ્ધ છે. સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વિવિક્ત-પૃથક્ અલગ કર્યો હોવાથી તે વિવિક્ત છે. પરિપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોવાથી તે પ્રભુ છે. પરિપૂર્ણ આત્મસામ્રાજ્યના ઈશ-શાસન કર્તા સ્વામી હોવાથી તે ઈશ્વર છે. જગા બીજા બધા પદાર્થ કરતાં પરમ ઈષ્ટ હોવાથી તે વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિ રૂપ પરમેષ્ઠિ છે. સકલ પરભાવથી પર થયેલા હોવાથી તેમજ પરાત્ પર એવા પરમ પદને પામેલા હોવાથી તે પરાત્મા અથવા પરમાત્મા છે. રાગદ્વેષાદિ આંતર શત્રુઓને હણી નાંખી, શુદ્ધ સહજ નિજ સ્વરૂપનો જય કર્યો હોવાથી તે જિન અથવા અરિહંત છે. અનુપમ આત્મવીરત્વથી રંજિત થયેલી કેવલશ્રી તેને સ્વયંવરી હોવાથી તે શ્રીમદ્ રમાપતિ છે. પરમ આત્મશાંતિને પામેલા હોવાથી તે શાંત છે. સદા શિવસ્વરૂપ-કલ્યાણ સ્વરૂપ હોવાથી તે સદાશિવ છે. ત્રણે ભુવનને શકર - આત્મ સુખકર હોવાથી તે શંકર છે. જ્ઞાન વડે સર્વ વ્યાપક હોવાથી તે વિષ્ણુ છે. સર્વ કર્મકલેશ હરનારા હોવાથી તે હરિ છે. પરમ બ્રહ્મજ્ઞપણાથી તે પરંબ્રહ્મ છે. સકલ જગત્ની પરમ પૂજાના પરમ પાત્ર હોવાથી તે અર્હત્ છે. શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી આત્મા સિદ્ધ કર્યો હોવાથી તે સિદ્ધાત્મા છે. નિરંતર આત્મામાં રમણ કરી રહ્યા હોવાથી તે રામ છે. સર્વ પ્રદેશે શુદ્ધ પ્રકટ મૂર્તિમાન્ ચૈતન્ય-ધાતુમય હોવાથી તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ નિઃપ્રયાસપણે નિરંતર વર્તી રહ્યા હોવાથી તે ‘સહજાત્મસ્વરૂપ’ છે. ઈત્યાદિ અનેક યથાર્થ આત્મતત્ત્વ વાચક નામથી આ ક્ષીણમોહ જિન પ૨માત્મા ઓળખાય છે ઉત્તરચિત પ્રજ્ઞાવબોધમાંથી છેઃ અને જેમ ‘ક્ષીણમોહ' પદથી તેમ તે તે આત્મગુણ નિષ્પન્ન નામથી આ સહજાત્મસ્વરૂપી જિન ભગવાનની સ્તુતિ કરવી તે પણ ઉપલક્ષણથી નિશ્ચયસ્તુતિનો પ્રકાર છે. “હ્ન યે મુળજીવપૂર્તિ, ધૃતિપત્નીમુત્યુદ્ધ શેડ્સે । विमले सुविकल्पतल्पके, क्व बहि स्पर्शरता भवंतु ते ॥ तदि मे विषयाः किलैहिकाः, न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोक सुखेऽपि निस्पृहाः, परमानंदरसालसा अमी ॥" - (ઈત્યાદિ આધાર રૂપ હૃદયંગમ વર્ણન માટે જુ ઓ) શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર’ (વૈરાગ્ય અધિકાર) “निर्मलः केवलः शुद्धः विविक्तः प्रभुरीश्वरः । પરમેષ્ઠી પાસ્મૃતિ પરમાત્મેશ્યો બિનઃ ।।” - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત ‘સમાધિ શતક' ૧૮૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy