SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ચાલે નહિં. ભાવક એવો આ મોહ તો પરભાવ-વિભાવરૂપ છે અને ભાવ્ય એવો હું આત્મા સ્વભાવ રૂપ છું, આ દુષ્ટ મોહ મને ભાવિત કરવા – પોતાનો દુષ્ટ ભાવ ભજવવા આવ્યો છે, પણ હારે એ દુષ્ટની સાથે કાંઈ લેવાદેવા નથી, હું એનાથી કેવળ જૂદો છું, તો મ્હારે એને અનુકુળ વર્તન કરી આત્માને શા માટે દુર્ભાવિત કરવો ? આ તુચ્છ મગતરા જેવા મોહની શી મગદૂર છે કે તે હું અનંતાનંત શક્તિના સ્વામીને દૂરથી પણ સ્પર્શી શકે? તે મોહ ઉદયને અનુકૂળ થઈ હું જો મોહભાવ કરૂં – મોહભાવે સ્વયં પરિણમું, તો જ આ મોહ મને સ્પર્શી શકે, ન કરૂં - ન પરિણમું તો મને સ્પર્શી શકે નહિ અને મોહભાવથી તો હું અનંત દુઃખ પામ્યો છું, એટલે હવે હું એ દુષ્ટ મોહભાવને દૂરથી પણ સ્પર્શવા ઈચ્છતો નથી. આ મોહને મેં હારો છેવટનો નિશ્ચય જણાવી દીધો છે કે હે મોહ ! હવે મહારે હારૂં કાંઈ પ્રયોજન નથી, માટે તું વિસર્જન થા ! વિસર્જન થા ! મેં તને આત્મામાંથી વોસરાવી દીધો છે - વિસર્જન કરી દીધો છે, પvi વોસિરામિ - કર્યો છે, માટે હવે તું ડાહ્યો થઈને છાનોમાનો જેવો આવ્યો છે તેવો ચાલ્યો જા ! નહિં તો તને “હઠથી' હઠાવવો પડશે, ધક્કા મારી મમ્હારા આત્મગૃહમાંથી બહાર કાઢવો પડશે ! ઈત્યાદિ પ્રકારે ભાવિતાત્મા મુનિરાજ મોહને હઠથી હઠાવી તેનો જય કરે છે. મહા મુનિરાજોની દશાનું સ્મરણ કરાવે એવા પરમ ભાવિતાત્મા મહાભાવનિગ્રંથેશ્વર મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ આવી પરમ આત્મભાવનાથી મોહાદિ વિજયનો સ્વાનુભવગોચર ઉત્તમ પ્રકાર પ્રદર્શિત કર્યો છે - -- હે કામ ! હે માન ! હે સંગ ઉદય ! વચન વર્ણગા, હે મોહ, હે મોહદયા ! હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ ! અનુકૂળ થાવ ! હે પ્રમાદ !! હવે તું જા, જા - હે બોધબીજ ! તું અત્યંત હસ્તામલ વર્ત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કાંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથ પદ ! તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થા. હે પરમ કરુણામય સર્વ પર હિતના મૂળ વીતરાગ ધર્મ! પ્રસન્ન થા, પ્રસન્ન.* તે આત્મા તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા, અભિમુખ થા, ૩% ઈત્યાદિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૦૦, હાથનોંધ, ૩-૨૬ આમ ઉપર કહ્યું તેમ - મોહ ભાવક છે અને આત્મા ભાવ્ય છે એમ ચોખ્ખો ભેદ જણાવાથી તે બેનો જે સંકર દોષ હતો - ભેળસેળપણું હતું, તે દૂર થયું. મોહભાવ તે હું, હું તે મોહભાવ, ઈત્યાદિ પ્રકારે આત્મા આત્માને ભૂલી મોહભાવમાં ભળી જતો હતો, પણ હવે તો હું જ્ઞાનસ્વભાવી આત્મા. પરભાવ-વિભાવ રૂપ મોહ નહિ, એમ મોહભાવમાંથી આત્માને મેં પાછો વાળ્યો છે, એટલે ભાવ્ય-ભાવક ભાવની ભેળસેળ મટી ગઈ છે, “પૂવૅ પૂવૅ વયં વયે' - તમે તે તમે અને અમે તે અમે જુઓ : “અધ્યાત્મ રાજચંદ્ર', પ્રકરણ-૯૯મું (સ્વરચિત) ૨૮૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy