SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય જે નિશ્ચયે કરીને - ફલદાનની સમર્થતાએ કરીને પ્રાદુર્ભત (પ્રગટ) થઈ ભાવકપણે થઈ રહેલા એવા પણ મોહને - દૂરથી જ તેની અનુવૃત્તિમાંથી ભાવ્ય એવા આત્માના વ્યાવર્તન (પાછા વાળવા) વડે - હઠથી ન્યકત કરી (હઠાવી હેઠો બેસાડી દઈ તિરસ્કાર કરી), II. (1) સમસ્ત ભાવ્ય-ભાવક સંકર દોષના ઉપરતપણાએ કરીને એકત્વમાં ડંકોત્કીર્ણ, (અ) (i) આ વિશ્વની પણ ઉપર તરતા, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્યમેવ અંતઃપ્રકાશમાન, અનપાયિ, સ્વતઃસિદ્ધ, પરમાર્થ સત એવા ભગવત જ્ઞાન સ્વભાવ વડે કરીને દ્રવ્યાંતર સ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી પરમાર્થથી અતિરિક્ત એવા આત્માને સંચેતે છે (સંવેદે - સમ્યક અનુભવે છે), તે નિશ્ચય કરીને “જિતમોહ' એવો જિન છે, એવા પ્રકારે દ્વિતીય નિશ્ચયસ્તુતિ છે. અને એમ જ મોહપદના પરિવર્તન (ફેરફાર) વડે, રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય-એમ અગીયાર સૂત્રો, શ્રોત્ર-ચક્ષુ-ઘાણ-રસન-સ્પર્શન એ પંચ સૂત્રોના ઈદ્રિય સૂત્રથી પૃથક (અલગ) વ્યાખ્યાતપણાને લીધે – વ્યાખ્યય (વ્યાખ્યા કરવા યોગ્ય છે), આ દિશા પ્રમાણે બીજા પણ સમજી લેવા. ૩ર - “અમૃત જ્યોતિ મહાભાષ્ય ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું તને એમ હારૂં બળ નહીં ચાલવા દઉં. જો હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૭૭૮ જેહના ગુણ અનંતા પ્રગટ્યા, જે નિજપરિણતિ વરિયો; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિ ગુણદરિયો રે સ્વામી. શ્રી સીમંધર.” શ્રી દેવચંદ્રજી અત્રે ભાવ્ય-ભાવક સંકર દોષના પરિહારથી - પરિત્યાગથી નિશ્ચયસ્તુતિનો બીજો પ્રકાર શાસ્ત્રકારે કહ્યો છે - “જે મોહને જીતીને જ્ઞાનસ્વભાવાધિક - જ્ઞાનસ્વભાવે કરી અધિક એવા આત્માને જાણે છે. ચફકૃત કરી - હઠથી હઠાવી એકત્વમાં ટંકોત્કીર્ણ એવો સર્વ ભાવાંતરોથી જે ભગવત જ્ઞાનસ્વભાવ વડે અતિરિક્ત - અધિક - જૂદો તરી આવતો આત્મા સંચેતે છે, તે જ્ઞાનસ્વભાવ કેવો છે? - (૧) વિવચાચોર તરતા - આ વિશ્વની પણ - સમસ્ત જગતની પણ ઉપર તરતો. એમ શાથી? - (૨) પ્રત્યક્ષોઘોતિતથા નિત્યમેવાંતઃ કારમાનેન - પ્રત્યક્ષ - સાક્ષાતુ ઉદ્યોતિતાએ – પ્રકાશમાનતાએ કરીને નિત્યમેવ - નિત્યે જ - સદાય અંતઃ પ્રકાશમાન - અંતરમાં પ્રકાશી રહેલો. એમ શાથી? - (૩) અનલિના - અનપાયી, અપાય - હાનિ નહિ પામતો, કદી પણ ચાલ્યો નહિં જતો. એમ શાથી? - (૪) સ્વતઃ સિન - સ્વતઃ સિદ્ધ, સ્વતઃ - સ્વથી આપોઆપ સિદ્ધ-પ્રતિષ્ઠિત. એમ શાથી? - (૫) પરમાર્થતા - પરમાર્થ સતુ, પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ - અસ્તિત્વરૂપ - હોવાપણા રૂપ, ઉક્ત ગુણસંપન્ન છે તેથી શું? એમ પવિતા - ભગવતું, સમગ્ર સંપૂર્ણ આત્મશ્વર્ય રૂપ ભગથી સંપન્ન. ઉક્ત વિધાનથી મોહને હઠથી હઠાવી એકત્વમાં ટેકોત્કીર્ણ એવા આત્માને એવા ભગવતા શાન સ્વભાવે કરી સર્વ ભાવાંતરોથી - પરમાર્થથી અતિરિક્ત-જૂદો સંચેતે છે, તે નિશ્ચય કરીને “જિનમોહ” જિન એવી બીજી નિશ્ચય સ્તુતિ છે. || તિ “ગાભણ્યતિ' ગાત્મભાવના (કસ્તુત થા) //રૂર ૨૮૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy