SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૧ પ્રકાશમાન, અનપાયિ, સ્વતઃ સિદ્ધ, પરમાર્થ સત્, ભગવત્ એવો છે. આવા આ ભગવત જ્ઞાનસ્વભાવ વડે સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત - અતિશાયી - અધિક - વિશિષ્ટ સર્વ દ્રવ્યાંતરોથી અતિરિક્ત આત્માને, તે સંચેતે છે, ‘સર્વેખ્યો દ્રવ્યાંતરેષ્યઃ પરમાર્થતોતિરિક્તમાત્માને આત્માનું સંચેતન સંત', સર્વ દ્રવ્યાંતરોથી - બીજા બધા અન્ય દ્રવ્યોથી પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી અતિરિક્ત - અલાયદો - ભિન્ન - અધિકપણે - અતિશાયિપણે જૂદો તરી આવતો આત્મા તે સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે. અર્થાત્ ઉક્ત વિધાનથી ઈદ્રિયાદિનો જય કરી, જોય-શાયકનો સંકર દોષ વિરામ પામ્યાથી એકત્વમાં ટંકોત્કીર્ણ આત્માને આવા યથોક્ત વિશેષણ સંપન્ન ભગવતુ જ્ઞાનસ્વભાવ વડે કરીને બીજાં બધા દ્રવ્યોથી પરમાર્થથી અતિરિક્ત-અધિક અતિશાયી (surprising) ભિન્ન જૂદો તરી આવતો આત્મા સંવેદે છે, અનુભવે છે. સમકિત નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને પુદ્ગલ ભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ? ઉ. - જ્ઞાનિના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી, વાચાજ્ઞાનીનું વચન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૧૮ અને સમગ્ર દૃષ્ટિ જ્ઞાની પુરુષ આવા શુદ્ધ આત્માને સંવેદવાને પણ ક્યારે સમર્થ થાય છે ? ઉક્ત પ્રકારે સર્વથા ઈદ્રિયજય કરે છે ત્યારે, વિષય વિકારમાંથી ઈદ્રિયોને પાછી ખેંચી લેવા રૂપ - પ્રત્યાહત કરવા રૂપ પ્રત્યાહાર કરે છે ત્યારે, અર્થાતુ પ્રત્યાહાર - પરાયણ જ્ઞાની વિષય વિકારમાં ઈદ્રિય જોડતા નથી, વિષય વિકારમાંથી ઈદ્રિયોને પ્રત્યાહત કરે છે - પાછી ખેંચી લે છે, પરભાવમાંથી આત્માને પાછો વાળી સ્વચિત્ત સ્વરૂપને અનુકારી કરે છે, પરપરિણતિને વમી આત્મપરિણતિમાં રમે છે ત્યારે અને તથારૂપ ખરેખરા ઈદ્રિયજય અર્થે ભાવના કરતાં તેઓ પોતાના આત્માને સંબોધીને કહે છે કે - હે આત્મન્ ! હે મિત્ર ! જે તું પુગલભોગ કરે છે તે પર - પરિણતિપણું છે, પર પરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એઠનો છે મિત્ર ! તને ભોગ ઘટતો નથી. આ પુદ્ગલો સર્વ જીવોએ અનંતવાર ભોગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ એઠા ભોજન જેવા છે, એઠ જેવા છે. આ અશુચિ રૂપ એઠ કોણ ખાય ? ને પોતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કોણ ભ્રષ્ટ કરે ? વળી હે ચેતન ! આ પુદગલ ભોગ અનિત્ય છે, ક્ષણ વિધ્વંસી છે. જે પૌગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણકે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજ-લૂંપદાથી કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભોગ પણ દુર્ગધી કદન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપનો આસ્વાદ છોડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદન્નને કોણ ચાખે? પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભોગ હો મિત્ત ! જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત !... કયું જાણું? કયું જાણું કર્યું બની આવશે? અભિનંદન રસ રીત હો મિત્ત ! પુદ્ગલ અનુભવ ત્યાગથી, ફરવી જશું પરતીત હો. મિત્ત !... કયું જાણું ? કરો સાચા રંગ જિનેશ્વર, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તો દુરગંધિ કદન્ન રે... કરો સાચા રંગ. આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિષે, જિરે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે... કરો.” - શ્રી દેવચંદ્રજી “જૈન પુદ્ગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે કે કેમ? તે યથાર્થ કહે છે. સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે ? યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે ૨૭૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy