SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૧ અનુભવાઈ રહેલી અસંગતા વડે કરીને ભારેંદ્રિયોથી અવગ્રહાતા સ્પર્ધાદિ ઈદ્રિય વિષયોનો જય કરે છે. * “જંગમની જુક્તિ તો સર્વે જાણિએ, સમીપે રહે પણ શરીરનો નહિ સંગ જો; એકાંતે વસવું રે એકજ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જે... ઓધવજી અબળા તે સાધન શું કરે ?' “પાંચ ઈદ્રિયો શી રીતે વશ થાય? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. “શુદ્ધાત્મસ્થિતિનાં (૧) પારમાર્થિક શ્રુત અને (૨) ઈદ્રિય જય એ મુખ્ય અવલંબન છે. આમ દ્રવ્યેદ્રિયોને, ભાવેદ્રિયોને અને ભાવેંદ્રિયોથી અવગ્રહાતા સ્પર્ધાદિ ઈદ્રિયાર્થને સર્વતઃ સ્વથી પૃથક્કરણ વડે જીતી લે છે - “સર્વતો સ્વતઃ પૃથરીન નિત્ય' - દ્રલેંદ્રિયોનું ભાવેંદ્રિયોનું અને ઈઢિયાર્થોનું આત્માથી સર્વથા પૃથક્કરણ કરે છે, અલગીકરણ કરે છે અર્થાત તે સર્વને આત્માથી સાવ જૂદા-અલગ પાડે છે અને એમ જડ-ચેતનને પૃથફ-જૂદા પાડવા રૂપ પૃથક્કરણની (analysis) પરમ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી (most scientific prosess) તે સર્વનો જય કરે છે. તાત્પર્ય કે - આ માં તે અંતરમાં સ્ફટ અનુભવાતા અતિ સૂક્ષ્મ ચિત સ્વભાવના અવટંબલ વડે દ્રશેંદ્રિયોને જીતી લે છે, પ્રતીત થઈ રહેલી અખંડ ચિત શક્તિતતા વડે ભાવેંદ્રિયોને જીતી લે છે અને ચિતુશક્તિની સ્વયં અનુભવાઈ રહેલી આત્માની અસંગતા વડે સ્પર્શાદિ ઈદ્રિયાર્થોને જીતી લે છે. અને આમ પરમ તત્ત્વવિજ્ઞાની (great spiritual scientist) અમૃતચંદ્રજીએ પ્રદર્શિત કરેલી અભુત તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી તે દ્રશેંદ્રિયોનો, ભાવેંદ્રિયોનો અને ભારેંદ્રિય ય-શાયકના સંકર દોષની ગૃહીત સ્પશદિ ઈદ્રિયાર્થોનો આત્માથી સર્વથા પૃથક્કરણ પ્રક્રિયાથી જય કરે તે ઉપરતતા છે, એટલે જોય-શાયકનો જે સંકર દોષ સેળભેલપણારૂપ - શંભુમેળારૂપ દોષ હતો તે સમસ્ત ઉપરત થાય છે, વિરામ પામે છે, “૩૫૨તસમસ્ત-જ્ઞાવિ સંશોષત્વ - અર્થાત્ આત્મા શાયક - જાણનાર છે અને ઈદ્રિયો-ઈઢિયાર્થો ય - જાણવા યોગ્ય - જણાવવા યોગ્ય છે, પૂર્વે તે બન્નેની સંકરરૂપ - શંભુમેળારૂપ સેળભેળ થઈ જતી હતી, જોય એવી ઈદ્રિયોનો અને તે દ્વારા જાણવામાં આવતા જોય એવા ઈદ્રિય વિષયોનો શાયક એવા આત્મામાં અભેદ આરોપ કરાતો હતો, એટલે જોય-જ્ઞાયકનો સંકર અર્થાત્ શંભુમેળા રૂપ સેળભેળ ખીચડો થતો હતો. આ શંભુમેળારૂપ સંકર દોષ ઉપર કહ્યા પ્રમાણે પૃથક્કરણ કરવાથી (analytic porocess) દૂર થયો, એટલે હવે “સમસ્ત સંકર દોષની ઉપરતતાએ કરીને જોય-શાયક જૂદા પડ્યા, જોય શેયરૂપે અને જ્ઞાયક લાયકરૂપે પ્રતિષ્ઠિત થયો. અર્થાત જ્ઞાયક સિવાયના બીજા બધા ભાવનો “વિવેક કરવાથી - બીજા બધા ભાવ જૂદા પાડવાથી એક શાયક ભાવ જ અવશિષ્ટ - બાકી રહ્યો એટલે “છત્વે રંહોલ્હી' - આત્મા એકતમાં - એક ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવમાં અવસ્થિત રહ્યો- જેમ પત્થરમાં ટાંકણાથી કોતરી કાઢેલ અક્ષર અંક કોઈ કાળે જાય નહિ, તેમ એક શાયક સ્વભાવમાં ટંકોત્કીર્ણ સુપ્રતિક્તિ એવો અક્ષર આત્મા કોઈ કાળે ફરે નહિ. આવા એકત્વમાં - એકપણામાં - એક જ્ઞાયકભાવમાં ટંકોત્કીર્ણ એવા આત્માને એ ભગવતુ જ્ઞાનસ્વભાવ વડે સંચેતે છે' - સમ્યક પણે ચેતે છે, એકીભાવથી ચેતે છે, અનુભવે છે, સંવેદે છે. કેવો છે આ ભગવત જ્ઞાન સ્વભાવ ? (૧) સમસ્ત વિશ્વની પણ ઉપર ‘તરતો'. “વિશ્વરિ તરત' સમસ્ત વિશ્વની પણ ઉપર તરી રહ્યો છે એવો છે. જેમ તરનારો કેવો છે? આ ભગવતું મનુષ્ય પાણીની ઉપર ને ઉપર જ રહેતો સતો તરે છે. પણ પાણીની શાન સ્વભાવ અંદરમાં ડૂબતો નથી. તેમ આ જ્ઞાયક જ્ઞાનસ્વભાવ પણ આ વિશ્વની ઉપર તરે છે, અર્થાત સર્વોપરિ (Supernatant) રહી હોય વિશ્વને જાણે છે પણ વિશ્વની અંદર ડૂબતો નથી, ઉપરને ઉપર ઉદાસીન જ રહી પરમ જ્ઞાનાનંદનો અનુભવ કરે છે. આનો પરમાર્થ સમજવા જુઓ “પ્રશાવબોધ મોક્ષમાળા' (સ્વરચિત) પાઠ-૨૧, પૃ. ૬૫ અને “અધ્યાત્મ રાજચંદ્ર' (સ્વરચિત) ૨૭૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy