SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૧ રહેલા સ્પર્શાદિ ઈઢિયાર્થોને સર્વથા સ્વથી પૃથક્કરણ વડે જીતી લઈ, એકત્વમાં ટંકોત્કીર્ણ એવો આત્મા જે ભગવત્ જ્ઞાનસ્વભાવે કરી સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત એવો સંચેતે છે. તે જ્ઞાનસ્વભાવ કેવો છે ? (૧) આ વિશ્વની પણ - સમસ્ત જગતની પણ ઉપર તરતો. એમ શાથી ? (૨) પ્રત્યક્ષ-સાક્ષાત ઉદ્યોતતાએ - પ્રકાશમાનતાએ કરીને નિત્યેજ અંતઃપ્રકાશમાન - અંતરમાં પ્રકાશી રહેલો. એમ શાથી? (૩) અનપાયી – અપાય - હાનિ નહિં પામતો, કદી પણ ચાલ્યો નહિં જતો. એમ શાથી? (૪) સ્વતઃ સિદ્ધ - સ્વતઃ સ્વથી - આપોઆપ સિદ્ધ - સુપ્રતિષ્ઠિત. એમ શાથી ? (૫) પરમાર્થ સત - પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ - અસ્તિત્વરૂપ - હોવાપણા રૂપ - ઉક્ત ગુણસંપન્ન છે એટલે શું ? (૬) ભગવત્ - સમગ્ર સંપૂર્ણ આનૈશ્ચર્યરૂપ ભગથી સંપન્ન, એવો. ઉક્ત વિધાનથી ઈદ્રિયોને જીતી લઈ એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને આવા ભગવત જ્ઞાનસ્વભાવે કરી સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત - જૂદો એવો. સંચેતે છે તે નિશ્ચય કરીને “જિતેંદ્રિય' - ઈદ્રિયો જેણે જીતી છે એવો જિન, એવી એક નિશ્ચય સ્તુતિ છે. આમ સેંકડો ગ્રંથોથી જે ભાવ ન દર્શાવી શકાય એવા અદ્દભુત પરમાર્થ પ્રકાશક પરમાર્થઘન એક જ સળંગ સૂત્રાત્મક વાક્યમાં મહાનિર્ગથેશ્વર - મહા મુનીશ્વર અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય તત્ત્વકલાથી ગૂંથેલ આ ગ્રંથવસ્તુની વિશેષ સ્પષ્ટ સમજૂતી આ પ્રકારે : શરીર પરિણામને પામેલી - “શરીર પરિણામાપન્ન' - શરીરરિામાપન્નાનિ - એવી સ્પર્શનાદિ દ્રવ્યેદ્રિયો - બાહ્ય ઈદ્રિયો છે. તે કેવી છે ? આત્મા અને કર્મના સંયોગ દ્રવ્યેદ્રિયજય સંબંધરૂપ અનાદિ નિરવધિ બંધપર્યાયના વશે કરીને જ્યાં સમસ્ત સ્વ-પરનો વિભાગ “પ્રત્યસ્તમિત' છે - અત્યંત અસ્ત પમાડાઈ ગયો છે - આથમી ગયો છે, સ્વ-પરનું વિવેચન સર્વથા અસ્ત પમાડાઈ ગયું છે એવી છે, “પ્રત્યર્તાતિસમસ્તસ્વર- મિનિ' - આવી આ પૂલ પુદ્ગલમય શરીર પરિણામ પામેલી દ્રવ્યેદ્રિયોને “અંતઃસ્ફટ' – અંતરમાં ફુટ પ્રગટ એવા અતિ સૂક્ષ્મ ચિત્ સ્વભાવના અવખંભબલ - અવલંબનબલ વડે કરીને જીતી લે છે, “ગંતઃ કુટાતિસૂક્ષ્મસ્જિમાવવછંબવજોન'. - કેવો ને ક્યાંથી પ્રાપ્ત છે આ ચિત્ સ્વભાવ ? નિર્મલ ભેદાભ્યાસના કૌશલથી ઉપલબ્ધ એવો છે, “નિર્માશિતોપ' - અર્થાતુ આ ચેતન અને આ અચેતન એમ શુદ્ધ ભેદજ્ઞાનના અભ્યાસના કુશલપણાથી અનુભવમાં આવે છે. જેમકે - આ દ્રશેંદ્રિયો તો સ્થૂલ છે, બાહ્ય છે, શરીર પરિણામરૂપ જડ પુદ્ગલ છે, રૂપી દેશ્ય છે, અચેતન છે : અને હું તો અતિ સૂક્ષ્મ છું, અંતરમાં ફુટ છું, ચિત્ સ્વભાવી ચેતન આત્મા છું, અરૂપી દેણ છું, પ્રગટ અનુભવ સ્વરૂપ ચૈતન્ય છું, માટે પ્રગટ પુદ્ગલ રચનામય અચેતન દ્રલેંદ્રિયો તે હું નથી અને તે હારી નથી, એવા પ્રકારે શુદ્ધ ભેદજ્ઞાનના ભાવના અભ્યાસના નિપુણપણાથી ઉપજેલા આત્માનુભવના બલથી દ્રલેંદ્રિયોનો જય કરે છે. ભાવેદ્રિયો જે છે, તે “પ્રતિવિશિષ્ટ સ્વસ્વ વિષયની વ્યવસાયિતાથી ખંડખંડ આકર્ષતી' એવી છે, તિવિશિષ્ટવૈવિષયવ્યવસાયિત વંદશ: આઈતિ’ - માત્ર પોતપોતાના ભાવેંદ્રિયજય પ્રત્યેકના વિશિષ્ટ - ખાસખાસ વિષયના વ્યવસાયિપણાથી - નિશ્ચયકારિપણાથી - પ્રવર્તવાપણાથી - ખંડખંડ આકર્ષણ કરે છે. અર્થાત પ્રત્યેક ભાવેંદ્રિય પોતપોતાના ખાસ વિષયનો જ વ્યવસાય-નિશ્ચય રૂ૫ કારભાર કરી શકે છે. જેમકે - ભાવચક્ષુરિંદ્રિય (આંખ) તે જોવાનું જ નિશ્ચયરૂપ નિયત - કામ કરે છે, ભાવશ્રોતેંદ્રિય (કાન) તે સાંભળવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે, ભાવઘારેંદ્રિય (નાક) તે સુંઘવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે, ભાવરસનેંદ્રિય (જીભ) તે ચાખવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે, ભાવ સ્પર્શનેંદ્રિય ત્વચા, (ચામડી) તે સ્પર્શવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે. આમ ભાવ લબ્ધિ-ક્ષયોપશમરૂપ પ્રત્યેક વેંદ્રિય (આંતરેંદ્રિય) પોતપોતાના ખાસ - “પ્રતિવિશિષ્ટ' - વિષયનો વ્યવસાય - વહીવટ - કારભાર ચલાવે છે, વિનિશ્ચય કરાવે છે, અને તે ખંડખંડ આકર્ષણ કરે છે, ક્ષણક્ષણ ભંગ પામતા ક્ષણભંગુર એવા કલ્પિત ખંડખંડ સુખથી આકર્ષે છે. પણ આત્મા તો પાંચે ઈદ્રિયના વિષયનો અનુભવ કરનારો છે ૨૭૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy