SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ “અબ ક્યોં ન વિચારતા હેં મનમેં. કલ્ફ ઓર રહા ઉન સાધન મેં, બિન સદગુરુ કોઉ ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી, પલમેં પ્રગટે મુખ આગલ મેં, જબ સદ્ગુરુચર્ન સુ પ્રેમ બસે. તનસેં, મનમેં, ધનમેં, સબસે, ગુરુદેવ કિ આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમઘનો.” - શ્રીમદ્ રાજચંદ્રજી અ. ૨૨૬ આ સદ્ગુરુના સત્ ઉપદેશ રૂપ પરમ ઉપકારી સત નિમિત્ત થકી જ જીવ આત્માને કર્મ-નોકર્મ રૂપ પ્રગટ પૌગલિક ભાવોથી - પરભાવોથી ભિન્ન જાણે છે, એટલું જ નહિ પણ ભાવકર્મ રૂપ ઔપાધિક ભાવોથી - ચૈતન્ય વિકાર રૂપ વિભાવોથી પણ ભિન્ન જાણે છે અને એટલે જ આમ પરમ ઉત્તમ સદ્દગુરુ નિમિત્ત થકી જેનું ઉપાદાન પ્રતિબુદ્ધ - જાગ્રત થયું છે એવો તે પ્રતિબુદ્ધ જીવ કર્મ-નોકર્મ અને ભાવકર્મથી ભિન્ન શુદ્ધ આત્માને નિરંતર અનુભવતો રહી સદા દર્પણ જિમ અવિકાર રહે છે. “જબ જાએંગે આતમા તબ લાગેંગે રંગ.” “સતુ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એજ જીવનો મોહ છે. “સતુ' જે કંઈ છે તે સત' જ છે, સરલ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ જેને ભાંતિ રૂપ આવરસતમ વર્તે છે તે પ્રાણીને જેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારનાં ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાલા રૂપ હોય, આવરણ તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સ” જણાતી નથી અને “સતુ'ની નજીક સંભવતી નથી. “સ” છે તે ભ્રાંતિ નથી, ભાંતિથી કેવલ વ્યતિરિક્ત (જ) છે. કલ્પનાથી “પર' (આઘે) છે. માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દેઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી “સત્ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવ રૂપ છે, પરમ રક્ષક રૂપ છે અને એને સમ્યક વિચાર્યેથી પરમ પદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્ દર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૧૧ ૨૩૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy