SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮ કારણકે તથારૂપ ગુરુગુણ સંપન્ન ગીતાર્થ ગુરુની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અત્રે ગીતાર્થને જ ગુરુપણાનો અધિકાર કહ્યો છે, એનું રહસ્ય પણ વિચારવા યોગ્ય છે. ‘ગીતાર્થ' એટલે કેટલાક લોકો માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિં, પણ જેણે શાસ્ત્રનો સૂત્રનો અર્થ-પરમાર્થ ગીત કર્યો છે, અત્યંત હૃદયગત-પરિણત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય - એકતાર કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે, તે ગીતાર્થ, અર્થાત્ જેણે અર્થ-આત્મતત્ત્વ ગીત કર્યું છે - અત્યંત અનુભૂત કર્યું છે તે ‘ગીતાર્થ’. એવા ગીતાર્થ. આત્માનુભાવી જ્ઞાની વીતરાગ પુરુષ જ ગુરુ થવાને યોગ્ય છે અને તેવા સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત ભાવગુરુગમથકી જ ભાવશ્રુતજ્ઞાન-આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ભાવગુરુગમ એ જ પારમાર્થિક ગુરુગમ છે, શાસ્ત્રમાં જે ગુરુગમનું ભારી ગૌરવ ગાવામાં આવ્યું છે તે આ ભાવ ગુરુગમ જ છે. તાત્પર્ય કે ભાવશ્રુત જેને પરિણમ્યું છે અર્થાત્ જેને આત્મજ્ઞાન ઉપજ્યું છે એવા ભાવશ્રુતધર-આત્મજ્ઞાની સદ્ગુરુ દ્વારા જો ભાવગુરુગમ પ્રાપ્ત થાય તો જ ભાવશ્રુતજ્ઞાન-આત્મજ્ઞાન ઉપજે. દીપકની ઉપાસનાથી જેમ દીપક પ્રગટે દીવામાંથી દીવો ચેતે, તેમ જાગતી જ્યોત જેવા ભાવશ્રુત જ્ઞાનીની ઉપાસનાથી જ ભાવશ્રુત જ્ઞાન ઉપજે, ભાવ દીવો પ્રગટે. આ જ ગુરુગમનું રહસ્ય છે. ગગન મંડળ એટલે ચિદાકાશ, તેની મધ્યે એક અમૃતનો કૂવો છે, એટલે અમૃત સ્વરૂપી શાંત સુધારસમય આત્માનો ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃત કૂપમાંથી શાંત સુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે ભવતૃષ્ણા શાંત થાય છે અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુનો યોગ નથી મળ્યો, તે તે અમૃત પાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણા બૂઝાતી નથી, અને તે મૃતપણાને જ પામે છે, જન્મ-મરણ પરંપરા કર્યા જ કરે છે, તેના જન્મ-મરણનો છેડો આવતો નથી.* ‘ગીતાર્થ’નું રહસ્ય : ભાવ ગુરુગમ, દીવામાંથી દીવો - ગગન મંડળમેં અધ બિચ કૂવા, ઉહાં હૈ અમીકા વાસા, સગુરા હોવે સો ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા...'' - - શ્રી આનંદઘનજી ## ** જીવને માર્ગ મળ્યો નથી, એનું શું કારણ ? અમને લાગે છે કે માર્ગ સરળ છે, સુલભ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુલ્લભ છે. ભાવ અપ્રત્તિબદ્ધતાથી નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરુષોની આશાની સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના તથા તેમાં અચળ સ્નેહ થયા વિના સત્સ્વરૂપના વિચારની યથાર્થ પ્રાપ્તિ થતી નથી અને તેવી દશા આવ્યેથી જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તે પુરુષ જેવી દશાને ક્રમે કરીને પામે છે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી... એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી, (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો, દૃઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં આમ ઉપદેશ કર્યો છે - હે આયુષ્મનો ! આ જીવે સર્વ કર્યું છે એક આ વિના તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન. તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા ડે પ્રકારે કરીને ઉઠાવ્યા નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત્ આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન્ તેણે આમ અમને કહ્યું છે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ - - ‘‘બિન નયન પાવે નહિ એ -'' - શ્રીમદ્ રાજચંદ્રના અપૂર્વ કાવ્યનો પરમાર્થ સમજવાને માટે જુઓ ‘અધ્યાત્મ રાજચંદ્ર’ પ્રકરણ-૭૫, પૃ. ૫૦૫-૫૦૬, સ્વરચિત (ડૉ. ભગવાનદાસ કૃત). ૨૨૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy