SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અનંત ચૈતન્ય ચિહ્નવંતી આ સ્વચ્છ આત્મજ્યોતિ અમે સતત અનુભવીએ છીએ, એવો સારસમુરૂપ આ કળશ લલકારે છે - માતિની - कथमपि समुपात्तत्रित्वमप्येकताया, अपतितमिदमात्मज्योतिरुद्वच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिह्न, न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धि ॥२०॥ ત્રિપણું રહ્યું જ કેમે તોય રે ! એકતાથી, અપતિત અમલા આ આત્મજ્યોતિ ઉદેતી; સતત અનુભવીએ “નંત ચિત્ ચિહ્નવંતી, ન જ ન જ બીજી રીતે સાધ્ય સિદ્ધિ હવંતી. ૨૦ અમૃત પદ-૨૦. આત્મજ્યોતિ અનુભવીએ, અમે આ આત્મજ્યોતિ અનુભવીએ... ધ્રુવપદ, કોઈ પ્રકારે ત્રિવિધપણાને, ગ્રહતી તેહ છતાંયે; અપતિત જ જે એકપણાથી, એક સદાય જણાયે... અમે આ આત્મ. ૧ ભાવમલ વિભાવ નહિં જ્યાં, એવી સ્વચ્છ સદાયે; આતમજ્યોતિ શુદ્ધ નિર્મળી, સતત જ અનુભવાયે... અમે આ આત્મ. ૨ અનંત ચૈતન્ય ચિહ્નવંતી જે, પ્રગટ લક્ષણ જણાયે; એહ સતત અનુભવતાં નિશ્ચય, આતમસિદ્ધિ પમાયે... અમે આ આત્મ. ૩ કારણ બીજા કોઈ પ્રકારે, સાધ્ય સિદ્ધિ નવ થાય; ભગવાન આ આતમ અનુભવતાં, પરમામૃત સુખદાય.. અમે આ આત્મ. ૪ અર્થ : કોઈ પણ પ્રકારે ત્રિપણું સમુપાત્ત - સમ્યકપણે ઉપગૃહીત છતાં એકતાથી અપતિત - નહિ પડેલી એવી આ ઉદય પામતી સ્વચ્છ આત્મજ્યોતિ અનંત ચૈતન્ય ચિહ્નવંતી અમે સતત - નિરંતર અનુભવીએ છીએ, ખરેખર ! ખરેખર ! અન્યથા – આથી અન્ય પ્રકારે સાધ્ય સિદ્ધિ નથી. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ મારગ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ.. મૂળ મારગ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “ગ્રહ નક્ષત્ર તારા ચંદ્રની, જ્યોતિ દિનેશ મઝાર રે, દર્શન શાન ચરણ તણી, શક્તિ નિજાતમ ધાર રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી આ ઉપર જે “આત્મખ્યાતિ’ના ગદ્ય ભાગમાં કહ્યું તેના સારસમુચ્ચયપણે તેની પરિપુષ્ટિ કરતો આ ઉપસંહાર રૂપ કલશ (૨૦) કહ્યો છે : “થમ - કેમે કરીને, કોઈ પણ પ્રકારે - કોઈ અપેક્ષાએ કથંચિત્ ત્રણપણું સમુપાત્ત - સમ્યકપણે ઉપગૃહીત છતાં - “સમુપાત્રિમ - અર્થાત્ દર્શન-શાન ચારિત્ર એ ઉપભેદ રૂપ (પેટા વિભાગ રૂપ) ત્રણપણું સભ્યપણે અંગીકૃત છતાં, એક્તાથી જે ૨૧દ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy