SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ - બીજાઓ સાથે એકત્વ અધ્યવસાયથી - એકપણું માની બેસવાપણાથી વિમૂઢને જ્યારે “આ હું અનુભૂતિ' (અનુભવ) એવું આત્મજ્ઞાન ઉપ્લવતું નથી. આપોઆપ ઉછળી સાથ મિટિની અન્યથા પડતું નથી અને તે આત્મજ્ઞાનના અભાવે અજ્ઞાતના (નહિ જાણેલના) અનુપપત્તિ ખરશૃંગ શ્રદ્ધાન સાથે સમાનપણાને લીધે - “અજ્ઞાતવરહૃાશ્રદ્ધાનસમાનતા' - શ્રદ્ધાન પણ ઉલ્લવતું નથી - ઉછળી પડતું નથી, “તા' - ત્યારે સમસ્ત ભાવાંતરના” - અન્ય ભાવોના “વિવેકથી' - આત્માથી પૃથક્કરણથી નિઃશંકપણે જ આસ્થિત રહેવાના અશક્યપણાને લીધે આત્માનુચરણ પણ ઉલ્લવતું નથી અને આત્માનુચરણ અનુસ્લવમાન - નહિ ઉસ્લવતું નહિ ઉત્પન્ન થતું આત્માને સાધતું નથી, આમ સાધ્ય સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત આત્મજ્ઞાનના અભાવે આત્મશ્રદ્ધાન નહિ ઉત્પન્ન થતું હોઈ, આત્માનુચરણ પણ ઉત્પન્ન થતું નથી અને આત્માનુચરણ વિના આત્મસિદ્ધિ થાય જ નહિ એટલે સાધ્ય એવા આત્માની સિદ્ધિ - આત્મસિદ્ધિ ઘટતી નથી. “સ્વસ્વરૂપ આલંબ વિનું, શિવપથ ઔર નહી જ; મુક્તિ સ્ત્રી વશ કરન કો, સોહં ધ્યાન સુબીજ.' - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૬૨ આચાર્યવર્ય અમૃતચંદ્રજીની આ અદ્ભુત અલૌકિક અનુપમ વ્યાખ્યા પરથી સ્પષ્ટ સમજાય છે કે – આ હું અનુભૂતિ છું એવું આત્મજ્ઞાન થાય તેની સંગાથે જ તેમ જ છે – “તહર' - એવું આત્મશ્રદ્ધાન - આત્મવિનિશ્ચય - આત્મદર્શન ઉપજે છે અને ત્યારે જ “આ હું નહિ આ હું નહિ' - એમ સર્વ ભાવાંતરના વિવેકે કરીને આત્મામાં નિઃશંક સ્થિતિ કરવાના શક્યપણાને લીધે આત્માનુચરણ ઉપજે છે અને આ આત્માનુચરણ જ આત્માને સાધે છે. આ આત્માનુચરણ એટલે આત્માનું અનુચરણ-અનુચરવું તે, જેવો આત્માનો સ્વભાવ છે તેને “અનુ' અનુસરતું - તદનુસાર - આત્મદ્રવ્યાનુસારિ “ચરણ' - આચરણ કરવું તે - ‘દ્રવ્યાનુસાર વર’ - આત્માન્ડે સ્વભાવ જ્ઞાન-દર્શન છે, એટલે તે આત્મજ્ઞાન-દર્શન પૂર્વક આત્મચારિત્ર થી જ જ્ઞાન-દર્શન સ્વભાવમાં ચરવું, તેમાંથી બહાર ન જવાય એ રીતે જ્ઞાન-દર્શન આત્મસિદ્ધિ સ્વભાવમાં જ નિયત વૃત્તિપરો વર્તવું તે નિશ્ચય વૃત્ત-નિશ્ચય ચારિત્ર અથવા આત્મચારિત્ર છે. આત્મજ્ઞાન-આત્મદર્શન વિના આ આત્મચારિત્ર હોય નહિ, આત્મજ્ઞાન-ત્મદર્શના હોય તો જ આત્મચારિત્ર હોય, અને આત્મજ્ઞાન-આત્મદર્શનપૂર્વક આ આત્મચારિત્ર થકી જ આત્માની સિદ્ધિ - આત્મસિદ્ધિ - મોક્ષ હોય, એટલે આમ આત્મજ્ઞાન-આત્મદર્શન-આત્મચારિત્ર એ ત્રણે જ્યાં અભેદ પરિણામથી આત્મારૂપ વર્તે છે, એવું આ જ્ઞાન-દર્શન આત્મસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મચારિત્ર એ જ આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ અથવા પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ આત્મોલ્લાસથી ગાયેલો “જિનનો મૂળ માર્ગ છે. “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ... મૂળ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૭૧૫ આ આત્મસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ - સ્વકચરિતરૂપ આત્મચારિત્ર એ જ આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે, એ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી “પંચાસ્તિકાય” ગા. ૧૫૪-૧૫૮-૧૬૧“માં આ નિશ્ચય "जीवसहावं णाणं अप्पडिहद दसणं अणण्णमयं । चरियं य तेसु णियदं अत्थित्तमणिदियं भणियं ॥ जो सबसंगमुको णण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥ णि बयणयेण भणिदो तिहि तेहिं समाहिदो हु जो । अप्पा ण कुणदि किंचिवि अण्ण ण मुयदि सो मोक्खमग्गोत्ति ॥" - શ્રી પંચાસ્તિકાય, ગા. ૧૫૪, ૧૫૮, ૧૧ (જુઓ અમૃતચંદ્રાચાર્યજીની ટીકા) ૨૧૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy