SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ સ્ફુટપણે કોઈ અર્થાર્થી પુરુષ પ્રયત્નથી પ્રથમ જ રાજાને જાણે છે, પછી તેને જ શ્રદ્ધે છે, પછી તેને જ અનુચરે છે ઃ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ સંગત થતું જ ‘તથા’ એવા પ્રત્યય લક્ષણવાળું શ્રદ્ધાન ઉઝ્લવે (એકદમ ઉપજે) છે, ત્યારે સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ અને અન્યથા અનુપપત્તિ છે માટે. તેમાં જ્યારે આત્માને અનુભવાઈ રહેલા અનેક ભાવના સંકરમાં પણ પરમ વિવેક કૌશલથી ‘આ હું અનુભૂતિ’ એવા આત્મજ્ઞાન સંગાથે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત રહેવાના શક્યપણાને લીધે આત્માનુચરણ ઉત્બવતું આત્માને સાધે છે, એમ સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ છે : તેમ મોક્ષાર્થી આત્માએ પ્રથમ જ આત્મા જાણવો યોગ્ય છે, પછી તે જ શ્રદ્ધવો યોગ્ય છે અને પછી તે જ અનુચરવો યોગ્ય છે. - પણ જ્યારે - આ બાલગોપાલને જ સકલકાલ જ ભગવત્ અનુભૂતિ આત્મા આત્મામાં સ્વયમેવ અનુભવાઈ રહ્યો છતાં અનાદિ બંધવશથી પરો સાથે એકત્વ અધ્યવસાયથી વિમૂઢને ‘આ હું અનુભૂતિ’ એવું આત્મજ્ઞાન ઉત્ક્ષવતું નથી, તેના અભાવથી અજ્ઞાતના ખરશ્રૃંગ શ્રદ્ધાન સમાનપણાને લીધે શ્રદ્ધાન પણ ઉત્બવતું નથી, ત્યારે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત રહેવાના અશક્યપણાને લીધે આત્માનુચરણ અનુસ્પ્લવતું આત્માને સાધતું નથી, એમ સાધ્ય સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય છે દહિદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ મારગ, જે શાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત... મૂળ મારગ. ૨૧૦ ૧૭-૧૮ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમતિ... મૂળ મારગ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ મારગ, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂળ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫ " दर्शनं निश्चयः पुंसि बोधस्तद्बोध इष्यते । સ્થિતિનૈવ રાત્રિમિત્તિ યોગઃ શિવાશ્રયઃ ॥” - શ્રી પદ્મનંદિ પં. એકત્વસતિ, ૧૪ અર્થાત્ પુરુષ - આત્મા પરત્વે નિશ્ચય તે દર્શન આત્મબોધ - આત્મજ્ઞાન તે જ્ઞાન, અત્રે જ - આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર, એમ આ મોક્ષ આશ્રયી યોગ છે.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy