SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧દ નિષેધવામાં આવ્યું નથી એમ સ્પષ્ટ કર્યું છે, કારણકે નિશ્ચય-વ્યવહારનું સાધ્ય-સાધન ભાવપણું છે માટે, સુવર્ણ-સુવર્ણ પાષાણની જેમ - “નિશ્ચયવ્યવહારોઃ સાપ્યસાધનમાવર્તીત સુવતુવfપાષાણવત્ |’ અર્થાતુ સુવર્ણપાષાણરૂપ સાધન થકી જેમ સુવર્ણરૂપ સાધ્યની સિદ્ધિ થાય છે, તેમ વ્યવહારનયાશ્રિત વ્યવહાર મોક્ષમાર્ગરૂપ સાધન થકી નિશ્ચયનયાશ્રિત વ્યવહાર મોક્ષમાર્ગરૂપ સાધન થકી નિશ્ચયનયાશ્રિત નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્યની સિદ્ધિ સાંપડે છે. આમ નિશ્ચય-વ્યવહારનું સાધ્ય-સાધનભાવપણું છે, એથી કરીને ઉભયનયાયત્તા' : નિશ્ચય અને વ્યવહાર બન્ને નયને આધીન એવી પારમેશ્વરી તીર્થ પ્રવર્તના છે, ‘૩મયનાયત્તા પરમેશ્વરી તીર્થપ્રવર્નના' | એટલા માટે નિશ્ચય મોક્ષમાર્ગ - વ્યવહાર મોક્ષમાર્ગનો સાધ્ય-સાધનભાવ નિરાં' - સારી પેઠે અત્યંત ઉપપન્ન છે - સુઘટમાન છે, એમ ત્યાં છેવટ નિર્ણય આપ્યો છે - મતો નિશ્ચયવ્યવહારમોક્ષમાયો: સર્ણસાધનમાવી નિતYIપપન્નઃ | “સદ્ દેવ-ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે.” “નિજ કલ્પનાએ જ્ઞાન દર્શન ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સદ્વ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા ગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. એકાંત ક્રિયા જડત્વમાં અથવા એકાંત શુષ્ક જ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય.' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૮૯, ૮૪૪ આમ આટલી પ્રાસંગિક વિવેચના પરથી સ્પષ્ટ સમજાય છે કે નિશ્ચય મોક્ષમાર્ગ એ સાધ્ય અને વ્યવહાર મોક્ષમાર્ગ એ સાધન એમ ભિન્ન એવા એ બેનો ભિન્ન સાધ્ય-સાધન વ્યવહાર નત્રયી કે ભાવ છે. કારણકે વ્યવહાર નિશ્ચયનું સાધન શી રીતે બને છે તે સ્પષ્ટ નિશ્ચય રત્નત્રયીનું બીજ સમજાવતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ત્યાં બતાવ્યું છે તેમ - તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ વ્યવહાર સમ્યક્ત શુદ્ધ આત્મતત્ત્વના વિનિશ્ચયરૂપ નિશ્ચય સમ્યક્તનું બીજ - કારણ છે, તત્ત્વાર્થ પરિજ્ઞાનરૂપ વ્યવહાર શાન કંઈક જ્ઞાનચેતના પ્રધાન શુદ્ધ આત્મતત્ત્વના ઉપલંભરૂપ નિશ્ચય જ્ઞાનનું બીજ - કારણ છે, અને સમ્યગુ દર્શન-શાન સન્નિધાન થકી સમસ્ત યતિવૃત્ત સમુદયરૂપ - કપરૂપ વ્યવહાર ચારિત્ર તે વીતરાગ નિર્વિકાર શાન સ્વભાવવાળા સમભાવરૂપ નિશ્ચય ચારિત્રનું બીજ - કારણ છે, કે જે ચારિત્ર જ પરમ અપુનર્ભવ સૌનું એક બીજ કારણ છે. આમ વ્યવહાર રત્નત્રયીરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ થાય છે, એટલે કારણમાં કાર્યના ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ અભૂતાર્થ છતાં તેને પણ મોક્ષમાર્ગ કહ્યો છે. નિયમસારમાં સૌથી પ્રથમ વ્યવહાર ચારિત્રનું નિરૂપણ કરી પછી નિશ્ચય ચારિત્રનું નિરૂપણ કર્યું છે તે પણ એમ સૂચવે છે કે પ્રથમ વ્યવહાર ચારિત્ર જેટલી પ્રાથમિક વ્યવહાર પ્રસાદે (Preliminary, elementary, primary) યોગ્યતા પણ જે પામ્યો નથી, તે નિમય પ્રાસાદે આરોહણ શુદ્ધ આત્મસ્થિતિરૂપ નિશ્ચય ચારિત્ર જેવી અતિ ઉચ્ચ આત્મદશાનો પાત્ર અધિકારી બની શકતો નથી, ક્રમબદ્ધ દશાના વિકાસ ક્રમે વ્યવહારના પ્રસાદ થકી જ નિશ્ચય પ્રાસાદ પર ચઢાય છે. પ્રથમ તો વ્યવહારની ભૂમિકા પર રહીને જ નિશ્ચયની સાધના થઈ શકે છે, વ્યવહારની નક્કર (solid) ભૂમિકા પર જ નિશ્ચય પ્રાસાદનું ચણતર શક્ય બને છે. નહિ તો નિશ્ચયની વાત માત્ર વાતરૂપ (wind) હવાઈ કિલ્લા જ (castles in the air) બને છે. વ્યવહાર સાધનના અવલંબને નિશ્ચય સાધ્ય પર ચઢી ગયા પછી સાધનનું પ્રયોજન રહેતું નથી, -પ્રાસાદ પર ચઢી ગયા પછી નિસરણીનું પ્રયોજન રહેતું નથી તેમ. એટલે વ્યવહાર મોક્ષમાર્ગના સાધન અવલંબને નિશ્ચય મોક્ષમાર્ગ પર આરૂઢ થયા પછી સાધ્યથી ભિન્ન બાહ્ય સાધનરૂપ વ્યવહારનું પ્રયોજન રહેતું નથી. પછી તો આત્મ વિનિશ્ચય, આત્મજ્ઞાન અને આત્મચારિત્રરૂપ એ નિશ્ચય રત્નત્રયીના અંગભૂત ભેદરત્નત્રયીરૂપ અભિન્ન ઉપાદાન - સાધનના ૨૦૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy