SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રગટાવવો એજ પરમાર્થ છે, એ જ નિશ્ચય છે, એ જ ધ્યેય છે, એ જ સાધ્ય છે, એ જ લક્ષ્ય છે, એ જ ઉપાસ્ય છે, એ જ આરાધ્ય છે. વર્તમાનમાં વિભાવ દશાને લઈ અનાદિ અવિદ્યા રૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયેલો આ આત્મા જે અન્ય સંયોગજન્ય કર્મપારતંત્ર્યથી અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પામી રહ્યો છે, તેને કર્મપાતંત્ર્યથી મુક્ત કરી આત્મ સ્વાતંત્ર્ય પમાડવો, વિભાવ દશા મૂકાવી આત્મસ્વભાવમાં આણવો, દુઃખધામ ભવબંધન છોડાવી સુખધામ મોક્ષનો યોગ કરાવવો, “આતમ ઘર આતમ રમે' ને “નિજ ઘર મંગલમાલ' પ્રગટાવી જીવને શિવ બનાવવો, “ઈચ્છે છે જે જોગીજન” એવું મૂળ શુદ્ધ તે આત્મપદ' - સહજાત્મસ્વરૂપ પરમાત્મપદ પમાડવો, “આનંદઘન રસ પૂર’થી છલકાતો શુદ્ધ સિદ્ધ મુક્ત આત્મારૂપ “પરમાર્થ પ્રગટાવવો, એ જ પરમાર્થ છે અને એ જ મત દર્શનના ભેદ વિના સર્વ આત્માર્થી મુમુક્ષુ સાધકનું એક માત્ર સાધ્ય છે. આ શદ્ધ આત્મસ્વભાવ રૂપ નિશ્ચય સાધ્ય ધર્મને લક્ષ્યમાં રાખી, નિશ્ચય-વ્યવહારનો સમન્વય કરી, જે કોઈ તતસાધક સસાધન સેવવામાં આવે તે સાધન ધર્મ. અનંત દુઃખમય અધ્યાત્મ પ્રક્રિયા તે ભવબંધનથી છૂટવા રૂપ અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિમાં જે સહાયભૂત સાધન ધર્મ (Instrumental) થાય તે જ સતુ સાધન. આપણું સાધ્ય તો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જ સુનિશ્ચિત છે અને તે આધ્યાત્મિક વસ્તુ છે, એટલે તેની સાધનરૂપ પ્રક્રિયા (Process) પણ મુખ્યપણો આધ્યાત્મિક જ ઘટે, જે ક્રિયા નિજ સ્વરૂપને સાથે તેનું નામ જ “અધ્યાત્મ અને જે ક્રિયા કરી ચતુર્ગતિ સાધે તે અધ્યાત્મ નહિ. એટલે નિશ્ચય કે વ્યવહાર, દ્રવ્ય કે ભાવ, જે જે સાધનના સેવવાથી આત્મા આત્મસ્વભાવ રૂપ નિશ્ચય સાધ્યધર્મને જાણે, ઓળખે અને પામે, જીવ મોક્ષની સન્મુખ મુક્તિની નિકટ આવે, એવી મોક્ષ સાધક પ્રત્યેક પ્રક્રિયા તે સાધન ધર્મ. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે... - શ્રી શ્રેયાંસજિન નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઝંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહ શું રઢ મંડો રે..... - શ્રી શ્રેયાંસજિન શ્રી આનંદધનજી નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અને તેવા ખરેખરા આધ્યાત્મિક સત્ સાધનના યોગે આ જ્ઞાનઘન આત્માનો શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ જ્ઞાનઘન સાધક ભાવ પ્રગટ થાય છે, કે જે સાક્ષાત્ જ્ઞાનઘન શુદ્ધ શાનઘન શોપયોગરૂપ સાધક આત્મારૂપ સાધ્યને સાધવા કાર્યક્ષમ - સર્વથા સમર્થ થાય છે. તાત્પર્ય કે – ભાવ થકી જ સાધ્ય શત આ આત્મા જ્ઞાનઘન છે અને તેના સાધ્ય અને સાધક એવા બે રૂપ છે. આ આત્માની સિદ્ધિ જ્ઞાનઘન સાધ્ય આત્માને સાધવા માટે સાધકે એવું જ્ઞાનઘનરૂપ પ્રગટાવવું જોઈએ. આ જ્ઞાનઘનરૂ૫ એટલે જ્યાં કેવલ જ્ઞાન સિવાય રાગ-દ્વેષ-મોહાદિ બીજો કોઈ પણ ભાવ નથી એવો શુદ્ધ એક જ્ઞાયક ભાવ, અર્થાત પ્રત્યક્ષ પ્રગટ શુદ્ધોપયોગમય શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ જ્ઞાનદશા, અને આ ભાવનિગ્રંથરૂપ વીતરાગ શુદ્ધોપયોગ દશા એટલે જ્યાં યુગપતું સમ્યગુ દર્શન – જ્ઞાન – ચારિત્રની સમ્યક સાધના શુદ્ધાત્માનુભૂતિરૂપ અભેદ ભાવે પરિણત થાય છે એવું મોક્ષમાર્ગરૂપ એકાગ્ય - જેનું બીજું નામ “શ્રામસ્ય' (સાચું શ્રમણપણું) છે તે શુદ્ધ આત્મસાધક સાચ “સાધુ” દશા. આ શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ સાધક ભાવ - ભાવ સાધુ દશા એ જ શુદ્ધ આત્મારૂપ સાધનને સિદ્ધ કરવાનું એકમેવાદ્વિતીયં સાધન છે. શુદ્ધ આત્મા પામવો હોય તો સાચા શ્રામસ્યરૂપ - ભાવ નૈર્ગથ્ય રૂપ - સાચા ભાવ સાધુત્વ રૂપ શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગ દશા થકી જ પમાય. શ્રી પ્રવચનસાર ગા. ૧૫ની ટીકામાં પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ પ્રકાર્યું છે તેમ “શુદ્ધોપયોગરૂપ ૧૯૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy