SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આ જ્ઞાનઘન આત્માની આત્મસિધ્યર્થીઓને નિત્ય ઉપાસના ઉપદેશતાં ઉદ્બોધન કરતાં ઉત્થાનિકા કળશ પ્રકાશે છે – (અનુષ્ટુપુ) एष ज्ञानघनो नित्य-मात्मसिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन, द्विधैकः समुपास्यताम् ॥ १५ ॥ એહ જ્ઞાનઘનો નિત્ય, આત્મસિદ્ધિ ઈચ્છુકથી; દ્વિધા એક ઉપાસાઓ, સાધ્ય-સાધક ભાવથી. ૧૫ અમૃત પદ-૧૫ નિત્ય ઉપાસો ! નિત્ય ઉપાસો ! જ્ઞાનનો આ આત્મ; આત્મસિદ્ધિને ઈચ્છનારા રે, અહો ! મુમુક્ષુ મહાત્મ... નિત્ય ઉપાસો. ૧ જ્ઞાન અમૃતધન વૃષ્ટિ કરતો, પરમાનંદ પ્રધાન; સકળ પ્રદેશે એહ આતમા, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન. નિત્ય ઉપાસો. ૨ સાધ્ય નિશ્ચયે આત્મા એહ જ, સાધક પણ છે આજ; દ્વિધા સાધ્ય સાધક ભાવે છે, છતાં એક આત્મા જ... નિત્ય ઉપાસો. ૩ એવા સાધ્ય આ સાધક ભાવે, સદા ઉપાસો આત્મ; જ્ઞાનનો અમૃત જ્યોતિ આ, ભગવાન પરમાત્મ નિત્ય ઉપાસો. ૪ અર્થ : સાધ્ય-સાધક ભાવથી દ્વિધા (બે પ્રકારનો) એવો એક આ જ્ઞાનઘન આત્મા આત્મસિદ્ધિ ઈચ્છનારાઓથી નિત્ય સમુપાન કરાઓ ! ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (જ્ઞાનાપેક્ષાએ) સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું. એમ વિચારવું, ધ્યાવવું - નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્માસ્વરૂપ છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૩૮,) ૭૧૦ ‘“આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.'' શ્રી આનંદઘન પદ, ૭ આ જ્ઞાનઘન આત્મા જ નિત્ય ઉપાસ્ય છે એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ સર્જતાં સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન ‘આત્મખ્યાતિ' કર્તાએ આત્મસિદ્ધિ સાધવા ઈચ્છતા અન્ય મુમુક્ષુઓને ભાવપૂર્ણ ઉદ્બોધન કર્યું છે કે ‘ષ:’ - ‘આ’ - પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવાતો ‘જ્ઞાનધન:’ ‘જ્ઞાનઘન' - સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એવો ઘન - નક્કર જ્ઞાનમય આત્મા સાધ્ય-સાધક ભાવથી ‘દ્વિધા’ બે વિભાગમાં ખેંચાયેલો છતાં એક એવો આત્મસિદ્ધિ અભિલાષીઓથી ‘ઞાત્મસિદ્ધિમમીસ્તુમિ,' નિત્ય-સદાય ‘સમુપાસાઓ !' સમ્યક્ પ્રકારે ઉપાસાઓ ! ‘નિત્યં સમુપાસ્યાં' અર્થાત્ આ આત્મા ‘જ્ઞાનઘન' નક્કર ઘન વસ્તુની પેઠે સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય જ છે, નક્કર ઘન વસ્તુમાં જેમ અન્ય વસ્તુ પ્રવેશવા ન પામે, તેમ જ્યાં પરભાવ-વિભાવનું પરમાણુમાત્ર પણ અવકાશ પામવાને - અંતઃપ્રવેશ પામવાને કે અંતર સ્પર્શ કરવાને સમર્થ નથી, એવો આ નક્કર અનવકાશ જ્ઞાનમય - ‘જ્ઞાનઘન' આત્મા જ સર્વ સાધનનું સાધવા યોગ્ય ૧ પાઠાંતર - આત્મા સિદ્ધિ આત્મસિદ્ધાર્થીઓથી સાધ્ય-સાધક ભાવે એક આ શાનથન આત્મા નિત્ય ઉપાસાઓ ! - ૧૯૨ -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy