SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૩ તે નિર્જરા છે. (૫) જે બંધ્ધ - બંધાવા યોગ્ય અને જે બંધક - બાંધનાર, એમ બંધ્ય-બંધક એ બન્ને તે બંધ છે. (૬) જે મોઢે - મૂકાવા યોગ્ય અને જે મોચક - મૂકાવનાર, એમ મો-મોચક એ બને તે મોક્ષ છે. આમ પુરય આદિ સપ્ત તત્ત્વ સ્વયં એક પ્રકારના ઘટતા નથી, કારણ કે જીવ-અજીવના સંયોગ સંબંધ વિના કાંઈ આકાશમાંથી સ્વયં - પોતાની મેળે આપોઆપ તે તત્ત્વોની ઉત્પત્તિ ઘટતી નથી, “સ્વયં એક (જીવના કે અજીવના) પુણ્ય-પાપ-આસ્રવ - સંવર - નિર્જરા - બંધ - મોક્ષની અનુપપત્તિ છે? અઘટમાનતા છે માટે “સ્વયે વસ્ય પુખ્યવાવસંવરનિર્વસવંધમોક્ષાનુપજો.' ! અર્થાત્ એકલો જીવ હોય તો પુણ્યાદિ ઘટે નહિ, તેમ એકલો અજીવ હોય તો પણ પુણ્યાદિ ઘટે નહિ, જીવ-અજીવ બન્ને ભેગા થાય તો જ પુણ્યાદિ તત્વ નીપજે. માટે પુયાદિ તત્ત્વ જીવ-અજીવ એ બન્ને રૂપ - ઉભય રૂપ છે, તદુમર્થ ર નીવાનીવ.' તેમાં — વિકાર્ય, આસ્રાવ્ય, સંવાર્ય, નિર્ભય, બંધ્ય, મોઢે એ જીવરૂપ પુણ્યાદિ છે તે જીવ વિકારો છે, અને વિકારક, આસ્રાવક, સંવારક, નિર્જરક, બંધક, મોચક એ અજીવ રૂપ પુણ્યાદિ છે, તે જીવ વિકાર હેતુઓ છે. વિકારકાદિ અજીવ રૂપ પુણ્યાદિ વિકાર આદિ ઉપજવે છે, તેથી વિકાર્ય આદિ જીવરૂપ ઉપજે છે. આમ આ ઉપરથી આ તત્ત્વો જીવ-અજીવ ઉભય રૂપ પ્રગટ થાય છે - અર્થાતુ પશ્યાદિ તત્ત્વોની નિષ્પત્તિમાં જીવ-અજીવ એ બન્ને ઘટકો (components) પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી પોતપોતાનો સ્વતંત્ર ભાગ ભજવે છે, આ બન્નેની માત્ર સંયોગ સંબંધ રૂપ “joint stock company. - સંયુક્ત ભાગીદારી મંડળીમાં બન્ને પોતપોતાનો સ્વતંત્ર ફાળો આપે છે, જીવ જીવરૂપ પુણ્યાદિ તત્ત્વ નિષ્પન્ન કરે છે, અજીવ અજીવરૂપ-પુદ્ગલ રૂપ પુણ્યાદિ તત્ત્વ નિષ્પન્ન કરે છે. અર્થાતુ જીવ ભાવ પુણ્યાદિ રૂપ જીવભાવે જ પરિણમે છે અને પુદ્ગલમય અજીવ દ્રવ્ય પુણ્યાદિ રૂપ અજીવ ભાવે જ પરિણમે છે, બને પરસ્પર નિમિત્ત - નૈમિત્તિક ભાવથી પોતપોતાની પરિણમન પ્રક્રિયા સ્વતંત્ર રીતે સ્વયં જ-પોતે જ કરે છે, જીવ રૂપ પુણ્યાદિ તત્ત્વની જીવ પરિણામધારા અને અજીવ રૂપ પુણ્યાદિ તત્ત્વની અજીવ પરિણામધારા એમ સ્વતંત્રપણે બે ભિન્ન ભિન્ન પરિણામધારા પ્રવર્યા કરે છે, અનાદિથી પ્રવહ્યા કરે છે. એ બન્ને ભિન્ન ભિન્ન પરિણામ ધારાનો સ્પષ્ટ ભેદ અત્રે સ્પષ્ટપણે ખાસ સમજી લેવા યોગ્ય છે, કે જેથી ભેદજ્ઞાનની વજલેપ દઢતા થાય છે. જીવ અજીવ પદાર્થો, પુણ્ય પાપ આસ્રવ તથા બંધ, સંવર નિર્જરા મોક્ષ, નવ તત્ત્વ કહ્યાં પદાર્થ સંબંધ. જીવ અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય.” - શ્રીમદ્ રાજચંદ્રજી હવે “દિક્યા - બહિર્દષ્ટિથી જોઈએ તો આ નવતત્ત્વો જીવ-પુગલના અનાદિ બંધપયયને આશ્રી “શનાવિવશ્વપર્યાયમુત્ય' - એકપણાથી અનુભવાઈ રહ્યાપણામાં - બહિર્ દૃષ્ટિથી બંધ પર્યાય “ઇન્ટેન કનુભૂયમાનતાય' - ભૂતાર્થ છે – સત્યાર્થ છે, સત્ છે, પરમાર્થ સત્ આશ્રી નવતત્ત્વ ભૂતાર્થ છે. અર્થાત નિરુપચરિત મુખ્ય છે, કાંઈ કલ્પિત નથી, પણ વસ્તુતઃ (In છતાં, તેમાં ભૂતાર્થનયથી જ - reality) વિદ્યમાન છે, તથારૂપપણે (Actually & factually) અસ્તિત્વ રૂપ એક જીવ જ પ્રદ્યોતે છે - હોવાપણા રૂપ છે, પણ અનીદ્રવ્યસ્વભાવમુખેત્ય - એક જીવ દ્રવ્ય સ્વભાવને આશ્રી મનુભૂયમાનતાય નમૂતાનિ - અનુભવના રહ્યાપણામાં અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અસત્ છે, પરમાર્થથી અસત્ છે - મિથ્યા છે, ખોટા છે. કારણકે એ નવ તત્ત્વાદિરૂપ હોવું એ કાંઈ જીવનો સ્વભાવ નથી અથવા જીવના સ્વભાવમાં નથી. નહિ તો એ જે જીવનો સ્વભાવ હોય તો સ્વભાવ કદી મટે નહિ ને જીવનો કદી મોક્ષ ઘટે નહિ. એટલે જીવદ્રવ્યના સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ ઠેરવી અનુભવતી વેળાયે પુણ્યાદિ અભૂતાર્થ છે, પરમાર્થથી મિથ્યા છે - અસત્ છે - ખોટા છે. તેથી આ "जीवमजीवं द्रव्यं तत्र तदन्ये भवन्ति मोक्षान्ताः । વિપરિણામઃ ચિન્તયોગનાક વિમાનનાઃ ” - કવિ રાજમલજી કૃત “અધ્યાત્મકમલમાલ', ૨-૩ ૧૫૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy