SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૬ જ્યાં અભેદ ભાવે પરિણમે છે એવું શુદ્ધ આત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગ્ દર્શન છે અને તેજ આત્મા છે, તે જ અમને હો ! એવા ભાવનો આ કળશ સાક્ષાત્ પરમભાવદર્શી શુદ્ધનય થકી એકત્વે નિયત પૂર્ણપરમ પરમાર્થદર્શી અમૃતચંદ્રાચાર્યજીએ પરમ ભાવાવેશથી લલકાર્યો છે : શાનથન આત્માનું દર્શન એ જ અસ્ય આત્મનઃ થવું વર્ણનમિન્હ - અહીં - નિશ્ચય ભૂમિકામાં – પરમાર્થ પંથમાં પ્રત્યક્ષ અનુભૂયમાન આત્માનું જે ‘દર્શન’ સમ્યગ્ દર્શનઃ આ આત્મા જ અમને હો ! - ‘આ’ ‘નિયમથી’ સાક્ષાત્ કરણ એ જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે, સમ્ચવર્શનમેતવેવ નિયમાત્। કેવા શુદ્ધનય થકી એકત્વમાં’ એક શાયકભાવ રૂપ આત્માનું દર્શન ? ત્વે નિયતસ્ય શુદ્ઘનયતઃ’ એકપણામાં ‘નિયત' નિયમિત નિશ્ચયસ્થિત સ્વગુણપર્યાયમાં અથવા સંપૂર્ણ સ્વરૂપમાં વ્યાપનારા એવા આત્માનું દર્શન કેવું ? દ્રવ્યાન્તરેભ્યઃ પૃથ વિવિક્ત - ભિન્ન જૂદું એવું અને આવું જે શુદ્ધ આત્મદર્શન, તેટલો આ આત્મા છે, ‘ગાભા ૬ તાવાનયં આમ છે, તેથી શું ? તેથી ‘આ’ વક્ષ્યમાણ - કહેવામાં આવી રહેલ નવતત્ત્વસંતતિ મૂકીને એક આ આત્મા અમને ો !* 'तन्मुक्त्वा नवतत्त्व संततिमिमामात्मायमेकोस्तु नः' એમ પરમાર્થદર્શી શુદ્ધ આત્મભાવના કરે છે. કારણકે નવતત્ત્વની ભેદકલ્પના રૂપ વ્યવહારથી પ્રાપ્તવ્ય - પ્રાપ્ત કરવાનો તો એક આત્મા છે, અને આ શુદ્ધનય થકી એકત્વમાં નિયત સ્વગુણપર્યાય વ્યાપક એવા આ પૂર્ણ જ્ઞાનઘન આત્માનું જે દ્રવ્યાન્તરોથી પૃથક્ - ભિન્ન દર્શન અનુભવન અમને થયું, એ જ શુદ્ધ આત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને આ આત્મા આવું દર્શન થયું તે જ છે અને તેટલો જ છે, આત્માનું દર્શન એમ કહ્યું તેથી કાંઈ દર્શનથી જૂદો આત્મા નથી કે દર્શનથી ન્યૂનાધિક આત્મા નથી, પણ દર્શન એ જ આત્મા - આત્મા એ જ દર્શન છે, દર્શન તેટલો જ આત્મા - આત્મા તેટલું જ દર્શન છે. - - - - - - - - - નિયત વૃત્તિથી સ્થિત તથા ‘વ્યાસા' વ્યાપક ‘પૂર્ણ જ્ઞાનઘન’ એવાનું, ‘વ્યાક્ષુઃ પૂર્ણજ્ઞાનધનસ્ય' બીજા બધા દ્રવ્યોથી ‘પૃથક્ ‘દ્રવ્યાન્તરોથી’ આમ જ્યાં નિશ્ચયથી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એક અભેદ ભાવે પરિણમે છે, એવા શુદ્ધ એક શાયક ભાવરૂપ આત્માનું દ્રવ્યાન્તરોથી ભિન્ન એવું શુદ્ધ આત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગ્દર્શન અમને થયું, એટલે તે સમ્યગ્દર્શન પ્રમાણ આત્મા પ્રાપ્ત થયો અને આત્મા પ્રાપ્ત થયો તો પ્રાપ્તવ્ય શું બાકી રહ્યું ? માટે આ વક્ષ્યમાણ-કહેવામાં આવી રહેલ નવતત્ત્વસંતતિ - નવતત્ત્વ પરંપરા મૂકી દઈ, અમને આ અનુભવ-પ્રત્યક્ષપણે સાક્ષાત્ અનુભવાઈ રહેલો બસ એક આત્મા જ હો !* કારણકે નવ તત્ત્વનું પ્રયોજન પણ વ્યવહાર સમ્યગ્દર્શન કરાવી તેના આલંબને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રત્યે લઈ જઈ આત્મા જ પ્રાપ્ત કરાવવાનું હતું અને છે, તેમાંથી તત્ત્વમધ્યે પણ અમને તો એક શુદ્ધ આત્માનું જ સમ્યગ્દર્શન થાય છે, અને તે ઉક્ત પ્રકારે શુદ્ધ આત્મસાક્ષાત્કારરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ અમને હો ! આત્મા જો પ્રાપ્ત થઈ ચૂક્યો, તો હવે તે ઉપકારી નવ તત્ત્વનું પ્રયોજન પણ શું રહ્યું ? અને નિશ્ચય નયથી દેખીએ તો આ નવ તત્ત્વમાં પણ શુદ્ઘનય થકી એક શુદ્ધ આત્મા જ પ્રકાશે છે અને અમને શુદ્ધ આત્માનું જ નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. એટલે હવે આ જે શુદ્ધ આત્માનું અમને આત્મસાક્ષાત્કાર રૂપ દર્શન થયું તે એક આત્મા જ અમને હો ! એમ શુદ્ધ આત્માનુભૂતિરસ નિમગ્ન પરમભાવદર્શી આચાર્યજી અમૃતચંદ્રજી અને તેવા પરમભાવદર્શી ભાવિતાત્મા મહાત્માઓ સદા આત્મામાં જ રહેવાની શુદ્ધ આત્મભાવના ભાવે છે, જેનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ વર્તમાનમાં તથારૂપ શુદ્ધ આત્માનુભવ૨સ નિમગ્ન પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના પૂર્વ ભવોના અનુભૂત આત્માનુભવોનું સ્મરણ કરતા આ સહજ સ્વયંભૂ "ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये । મેનાનીવાવવો માવાઃ સ્વમેવપ્રતિયોશિનઃ ।।” - શ્રી યશોવિજયજી કૃત ‘અધ્યાત્મસાર’, આત્મનિશ્ચયાધિકાર, ૨-૩ ૧૫૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy