SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૪ સ્યાદ્વાદી જિનવચન પ્રભાવે સમયસાર પર જ્યોતિનું દર્શન હોય છે. એવા ભાવનો કળશ પ્રકાશે છે - મતિની - उभयनविरोधध्वंसिनि स्यात्पदांके, जिनवचसि रमंते ये स्वयं वांतमोहाः । सपदि. समयसारं ते परंज्योतिरुच्चै - रनवमनयपक्षाक्षुण्णमीक्षत एव ॥४॥ દ્વિનય કલિ હરતા “સ્માત' મુદ્રા ધરતા, જિન વચન રમંતા મોહ પોતે વમંતા, ઝટ સમયસાર, તે પર જ્યોતિ શીઘ ભાળે, અનવમ નય પક્ષે સુણ (ખર્ચ) ના કોઈ કાળે. ૪ અમૃત પદ-૪ “સાહેબા વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ સમયસાર સ્વરૂપ તેહ ભાળે, જ્યોતિ પરમ તેહ નિહાળે... સમયસાર. ઝળહળ જ્યોતિ અતિ ઝળહળતી, આતમ અનુભવમાંહિ ભળતી... સમયસાર. ૧ નય ઉભયનો ઝઘડો મિટાવે, “સ્માત’ મુદ્રા અંક ધરાવે, એવા જિન વચને જે રમે છે, આપોઆપ જ મોહ વમે છે... સમયસાર. ૨ તેહ સમયસાર તતકાળે, પરમ જ્યોતિ પ્રગટ નિહાળે, નથી નવીન જે ઉપજેલી, પુરાણી જે છે જ રહેલી... સમયસાર. ૩ પક્ષ એકાંતિક જે ઝાલે, એવા દુર્નયપક્ષની જાલે, ખુદન (ખંડન) જેનું ન કોઈ કાળે, એવી ઝળહળ જ્યોતિ નિભાળે... સમયસાર. ૪ સમયસારનું દર્શન પામે, પ્રગટ આત્મ અનુભવ ધામે, અમૃત ચંદ્ર સ્વરૂપ તે જ્યોતિ, દાસ ભગવાન ર્લીએ તે ગોતી... સમયસાર. ૫ અર્થ : નિશ્ચય અને વ્યવહાર એ ઉભય (બ) નયના વિરોધના ધ્વંસી ધ્વંસ-સર્વ નાશ કરનારા એવા જેનો અંક (ચિહ્ન) છે “ચાત્' પદાકિંત એવા જિન વચનમાં જેઓ સ્વયં મોહને વમી નાંખ્યો છે એવાઓ રમે છે, તેઓ શીઘ જ સર્વથી ઉંચે ને ઉંચે રહેલી એવી સતિશાયિ સમયસાર પરમ જ્યોતિ કે જે, અનવમ (નવીને નહિ તે – પુરાણ) અને નયપક્ષથી અક્ષુણ (નહિં ખુંદાયેલી, નહિં કચરાયેલી - નહિં ચગદાયેલી) છે, તે દેખે જ છે. અમૃત જ્યોતિ’ મહાભાષ્ય અનંતા નય છે. અકેક પદાર્થ અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે, માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં, એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે, અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે, જેથી કોઈ નયનું એકાંતે ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સમ્મત હોય છે. ““માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો “નય'નો આગ્રહ કરે છે. અને તેથી કોઈ નય, જ્યાં દૂભાતો નથી એવાં જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - (૧૮૦), ૨૦૮ ૧૪૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy