SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વીંગઃ સમયસાર ગાથા-૧૧ (પણ) જે વ્યવહારને જ કેવલ જાણે છે તેને દેશના છે નહિં. જેને સિંહ પરિચિત નથી તેને જેમ માણવક–બીલાડો જ સિંહ છે, તેમ અનિશ્ચયજ્ઞને વ્યવહાર જ નિશ્ચયતા પામી જાય છે ૨ (અર્થાત્ તે વ્યવહારને જ નિશ્ચય માની બેસે છે !) વ્યવહારને અને નિશ્ચયને જે તત્ત્વથી પ્રકૃષ્ટપણે જાણીને મધ્યસ્થ હોય છે, તે જ શિષ્ય દેશનાના અવિકલ ફલને પામે છે. (નિશ્ચય છે તે મુખ્ય છે - વ્યવહાર છે તે ઉપચાર છે) એમ મુખ્ય ઉપચારના વિવરણ વડે જેઓએ વિનેયોના શિષ્યોના દુસ્તર દુર્બોધને નિરસ્ત કર્યો છે, એવા વ્યવહાર-નિશ્ચયજ્ઞો જગમાં તીર્થ પ્રવર્તાવે છે.' અર્થાત્ નિશ્ચય ભૂતાર્થ છે અપરમાર્થ છે સત્ય છે, વ્યવહાર અભૂતાર્થ છે પરમાર્થ છે અસત્ય છે, એટલે નિશ્ચય મુખ્ય પરમાર્થસત્ હોઈ અનુસરવા યોગ્ય છે, વ્યવહાર ઉપચાર રૂપ પરમાર્થ અસત્ હોઈ અનુસરવા યોગ્ય નથી, એમ મુખ્ય ઉપચારનો સ્પષ્ટ ભેદ પાડી નિશ્ચય-વ્યવહારનો બોધ જ્ઞાનીઓએ કરી શિષ્યોના દુસ્તર દુર્બોધને દૂર કર્યો છે. ભૂતાર્થ' એટલે જે પ્રમાણે સદ્ભૂત તાત્પર્ય કે શુદ્ધનય-નિશ્ચયનય યથાભૂત મૂળ શુદ્ધ વસ્તુસ્થિતિ છે, યથાભૂત મૂળ શુદ્ધ અર્થ-પદાર્થ છે, તે પ્રમાણે કથવું એ જેનો ‘અર્થ’ વ્યવહારનય પ્રયોજન છે ભૂતાર્થદર્શી : તે, એટલે વસ્તુનું-અર્થનું જેમ છે તેમ વસ્તુગતે વસ્તુરૂપ સદ્ભૂત શુદ્ધ સત્ સ્વરૂપ પ્રકાશનારો હોઈ ભૂતાર્થ સત્ છે સત્યાર્થ છે. આથી ઉલટું જે અભૂતાર્થદર્શી પ્રમાણે યથાભૂત મૂળ શુદ્ધ અર્થ - પદાર્થ નથી, તે પ્રમાણે કથવું એ જેનો ‘અર્થ’ પ્રયોજન છે તે અભૂતાર્થ, એટલે વસ્તુનું - અર્થનું જેમ છે નહિં એવું અસદ્ભૂત અશુદ્ધ અસત્ સ્વરૂપ પ્રકાશનારો હોઈ અભૂતાર્થ અસત્ છે અસત્યાર્થ છે. ટૂંકામાં સદ્ભૂત અર્થ કથે તે ભૂતાર્થ, અસદ્ભૂત અર્થ કથે તે અભૂતાર્થ. શુદ્ધ નય-નિશ્ચય નય વસ્તુનું આત્માશ્રિત પરમાર્થ રૂપ પરમાર્થ સત્ નિરુપચરિત શુદ્ધ સદ્ભૂત સ્વરૂપ પ્રકાશે છે, માટે તે ભૂતાર્થ છે અને વ્યવહા૨ નય વસ્તુનું પરાશ્રિત અપરમાર્થ રૂપ પરમાર્થ અસત્ ઉપરિત અશુદ્ધ અસદ્ભૂત સ્વરૂપ પ્રકાશે છે, માટે તે અભૂતાર્થ છે, અને જે પ્રમાણે યથાભૂત મૂળ શુદ્ધ સમ્યક્ વસ્તુસ્થિતિ છે, સમ્યક્ પદાર્થ વ્યવસ્થા છે, તે પ્રમાણે સમ્યક્ યથાવત્ દેખવું તે જ સમ્યગ્ દર્શન છે અને ભૂતાર્થ પ્રરૂપક ભૂતાર્થ એવા આત્માશ્રિત શુદ્ધ નયથી-નિશ્ચય નયથી વસ્તુના શુદ્ધ સત્ યથાવત્ સમ્યક્ સ્વરૂપનું સમ્યગ્ દર્શન થાય છે, માટે ભૂતાર્થ એવા શુદ્ધનયનોનિશ્ચયનયનો જેઓ આશ્રય કરે છે, તે ભૂતાર્થદર્શી પુરુષો જ, સમ્યક્ દેખતા હોઈ, ખરેખરા પરમાર્થ સમ્યક્ દૃષ્ટિ છે, પણ અભૂતાર્થ પ્રરૂપક અભૂતાર્થ એવા પરાશ્રિત વ્યવહારનયનો જે આશ્રય કરે છે, તે ૫રમાર્થ સમ્યગ્દષ્ટિ નથી. આમ સ્થિતિ હોઈ સર્વ પરદ્રવ્યથી ભિન્ન એવા એક અખંડ અભેદ શુદ્ધ આત્માના દૃષ્ટા પુરુષોએ અશુદ્ધ - નિરૂપક ભેદગ્રાહી પરાશ્રિત વ્યવહારનય અનુસરણીય નથી. **** - - - - “मुख्योपचारविवरणनिरस्तदुस्तरविनेयदुर्बोधाः । व्यवहारनिश्चयज्ञाः प्रवर्तनन्ते जगति तीर्थम् ॥" निश्चयमिह भूतार्थं व्यवहारं वर्णयन्त्यभूतार्थम् । भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि संसारः ॥ अनुधस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम् । व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति ॥ माणवको एव सिंहो यथा भवत्मनवगीतसिंहस्य । - – ૧૨૫ – - - - શ્રી દેવચંદ્રા / દ્રવ્ય પ્રકાશ’, ૧-૨૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy