SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ લાયકભાવ જેનો એવા આત્માના અનુભવનારા પુરુષો “વ્યવહાર વિમોહિત હૃદયવાળાઓ” - વ્યવહારવિમોતિયા, આત્માને કર્મનો “વિવેક' - વિવેચન - જુદાપણું - કર્મ-આત્માના અવિવેથી ભેદ નહિ કરતાં, “પ્રદ્યોતમાન’ - પ્રકાશમાન છે “ભાવવૈશ્વરૂપ” - ભાવોનું અશુદ્ધ આત્મ અનુભવ : વિશ્વરૂપપણું જ્યાં એવો તે આત્મા અનુભવે છે - પ્રોતમાનભાવવૈવવું શુદ્ધનય જનિત વિવેકથી શુદ્ધ આત્મ અનુભવ તમનુવંતિ’ - અર્થાત્ વિશ્વપ્રમાણ લોક પ્રમાણ અનંત ભાવો જ્યાં પ્રકાશે છે એવા આત્માનો અનુભવ કરે છે. પણ મૂતાઈર્શિનસ્તુ - ભૂતાર્થ દર્શિઓ તો - સભૃતાર્થ – સત્યાર્થ દેખનારાઓ તો પ્રદ્યોતમાન - પ્રકાશમાન “એક - અદ્વૈત - અદ્વિતીય શાયક ભાવ જ્યાં એવો તે આત્મા અનુભવે છે, “પ્રદ્યોતમામૈજ્ઞાવિ માવે તમનુવંતિ' શાને લીધે ? સ્વપુરુષકારથી' - પોતાના પુરુષાર્થથી “આવિર્ભાવિત’ - આવિર્ભાવ કરાયેલ – પ્રગટ કરાયેલ “સહજ' - સ્વભાવભત “એક - અદ્વૈત શાયક સ્વભાવપણાને લીધે અને તે પણ શાથી કરીને ? “સ્વમતિથી” - પોતાની બુદ્ધિથી “નિપાતિત’ - નાંખેલ - નિક્ષેપેલ “શુદ્ધનયના અનુબોધ માત્રથી' ઉપજાવાયેલ આત્મ-કર્મની “વિવેકતાએ' - વિવેચનતાએ કરીને પૃથક્તા-ભિન્નતાએ કરીને, સ્વતિનિતિતશુદ્ધનયાનુવોથમત્રોગનિતાત્મવિક્તા ' અર્થાત્ જે “ભૂતાર્થ દર્શીઓ' - જેવા પ્રકારે સ્વરૂપથી ભૂત અર્થ છે, તેવા પ્રકારે ભૂતાર્થ દેખનારા પુરુષ છે, તેઓ પોતાની બુદ્ધિરૂપ કરણ વડે શુદ્ધનયનો નિક્ષેપ પ્રયોગ કરી શુદ્ધનયના “અનુબોધ માત્રથી” - યથાર્થ સમજણ માત્રથી આત્મા અને કર્મનો વિવેક - જુદાપણું ઉપજવે છે, અને તેથી કરીને આત્મપુરુષાર્થથી સહજ એક સ્વભાવને “આવિર્ભાવિત કરી” - પ્રગટતા પમાડી, જ્યાં એક - અદ્વૈત શાયક ભાવ જ “પ્રદ્યોતમાન' છે - ઝળહળ સ્વરૂપે પ્રકાશમાન છે એવો તે આત્મા અનુભવે છે, શુદ્ધ એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ આત્માનો અનુભવ કરે છે. આમ આત્મા ને કર્મનો વિવેક નહિ કરનારા “વ્યવહારવિમોહિત હૃદયવાળાઓ” જ્યાં વિશ્વરૂપ ભાવો પ્રદ્યોતે છે એવો અશુદ્ધ આત્મા અનુભવે છે, અને આત્મા ને કર્મનો વિવેક કરનારા “ભૂતાર્થ દર્શીઓ જ્યાં એક જ્ઞાયક ભાવ પ્રદ્યોતે છે એવો શુદ્ધ આત્મા અનુભવે છે. “મત દર્શન આગ્રહ તજી, વર્તે સરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ; વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૦, ૧૧૧ તેથી અત્રે “મૂતાઈનાન્તિ - જેઓ ભૂતાર્થને આઠે છે, ત વ - તેઓ જ, “સચવ પરચંત:' - સમ્યફ દેખતા, સમ્યગુ દેષ્ટિઓ હોય છે - નહિ કે બીજાઓ, જે ભૂતાર્થ આત્રે તે જ સમ્યગુ “સચો મવંતિ પુનર' અર્થાત્ જેઓ ભૂતાઈને' - સભૃતાર્થને દૃષ્ટિ : શુદ્વનય કતક સ્થાનીય આક્ષે છે. સહજ વસ્તુ સ્વરૂપભૂત સદૂભૂત અર્થનો આશ્રય કરે છે, સ્વરૂપ અસ્તિત્વભૂત વસ્તુતઃ જેવો છે તેવો યથાભૂત સમ્યક ભૂત અર્થ પ્રકાશનારા ભૂતાર્થ શુદ્ધનયને અવલંબે છે, “તેઓ જ', “સમ્યફ - જેમ છે તેમ યથાર્થ યથાવત્ સહજાત્મસ્વરૂપ દેખતા હોઈ, નિશ્ચય કરીને “સમ્યગુ દૃષ્ટિઓ હોય છે, નહિ કે બીજાઓ. એમ શાને લીધે ? “શુદ્ધ નયના કતક સ્થાનીયપણાને લીધે', વતસ્થાનીયતાત્ શુદ્ધનયસ્થ | અર્થાત્ નિશ્ચયથી શુદ્ધ વસ્તુતત્ત્વ પ્રકાશનારો શુદ્ધનય તે “કતકસ્થાનીય' છે - નિર્મળી ચૂર્ણને સ્થાને છે, એટલે નિર્મળી ચૂર્ણથી જેમ પંક-જલનો વિવેક ભેદ ઉપજે છે, તેમ આ શુદ્ધનય-નિર્મળી ચૂર્ણથી કર્મ-આત્માનો વિવેક - ભેદજ્ઞાન ઉપજે છે અને તેથી કર્મ કલંક પંક રહિત સહાત્મસ્વરૂપી શુદ્ધ નિર્મલ આત્મા અનુભવાય છે. એથી શું ? વ્યવહારનય અનુસર્તવ્ય-અનુસરણીય નથી, “વ્યવહારનો નાનુ સર્વવ્યા.' કોણે ? પ્રત્યગુ આત્મદર્શિઓએ ૧૨૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy