SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આ ભગવાન સર્વ સિદ્ધો, “સિદ્ધત્વથી સાધ્ય આત્માના પ્રતિછંદ0ાતીય છે.” અર્થાત પરભાવ-વિભાવથી વિરત અને સુસ્થિત અનુપમ સિદ્ધ સ્વભાવે સાધ્ય – સાધવા યોગ્ય આત્માના આદર્શ સ્થાનીય છે. જેમ પ્રતિછંદને - આદર્શને અનુલક્ષીને - નિરંતર લક્ષમાં રાખીને કુશલ શિલ્પી કલાકાર ઉત્તમ કલામય પ્રતિમા ઘડે છે, તેમ શુદ્ધ ચૈતન્ય પ્રતિમા રૂપ સિદ્ધ પ્રતિરછંદને - સાધ્ય આદર્શને નિરંતર લક્ષ રાખી આત્માર્થ કુશલ સાધક મુમુક્ષુ આત્મા પણ સિદ્ધપણારૂપ - શુદ્ધ ચૈતન્ય પ્રતિમારૂપ સાધ્યને સાધે છે. આ સિદ્ધ ભગવાનના રૂપ દર્પણમાં આત્માને નિજ સ્વરૂપનું દર્શન થાય છે, શુદ્ધ ચૈતન્યમૂર્તિ રૂપ આ સિદ્ધ - બિંબમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું પ્રતિબિંબ પડે છે. પ્રતિછંદે પ્રતિછંદે જિનરાજના હોજી, કરતાં સાધક ભાવ, દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રા| ભાવ.. નમિપ્રભ.” - શ્રી દેવચંદ્રજી “ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા.” - શ્રીમદ્ રાજચંદ્રજી, (હાથનોંધ) અને જિન-સિદ્ધ ભગવાન આમ આત્માના પ્રતિÚદસ્થાનીય છે, આરાધ્ય આદર્શ રૂપ છે, એ પરથી જ એ જિન-સિદ્ધ ભગવાનની તાત્ત્વિક ભક્તિનું પરમ ઈષ્ટ પ્રયોજન સિદ્ધ થાય છે. કારણ કે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધનિશ્ચયનયની દૃષ્ટિએ આ આત્માનું સ્વરૂપ છે, પણ મૂળ સ્વરૂપદેષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી, જેવું “અનંત સુખસ્વરૂપ” તે જિનપદ છે, તેવું જ આ “મૂળ શુદ્ધ તે આત્મપદ' છે. આ જિનપદ અને નિજપદની એક્તા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એ જ આ ભક્તિનું પ્રયોજન છે. એટલે એવા અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદને જે ઈચ્છે છે તે જોગીજને', તે પ્રગટ સ્વરૂપી સયોગી જિનપદની અથવા સિદ્ધપદની અખંડ એકનિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ. ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાયિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી આ શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિરૂપ કાર્ય જેણે સિદ્ધ કર્યું છે, એવા શુદ્ધ આત્મારૂપ અહં ભગવાન સિદ્ધ ભગવાન તે જ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ સમયસાર અથવા કાર્ય સમયસાર છે, ભગવાન જેમ વ્યક્તિથી સમયસાર છે, તેમ શુદ્ધ નિશ્ચયથી પ્રત્યેક આત્મા પણ શક્તિથી સમયસાર છે અથવા કારણ સમયસાર છે, એટલે એ શક્તિની વ્યક્તિ કરવા માટે પ્રત્યેક આત્માર્થીએ, જેને એ સમયસાર વ્યક્તિથી સિદ્ધ એવા અહેતુ-સિદ્ધ ભગવાનના પરમ ચરણ શરણનું અનન્ય ભક્તિભાવે અવલંબન ભજવું પરમ ઉપકારી છે. કારણકે “વાટ જેમ દીવાને ઉપાસી દિવો બને છે, તેમ ભિન્ન આત્માને ઉપાસીને આત્મા તેવો પરમ બને છે.” મન્નાભાનમુપાયાત્મા, પરો મવતિ તાદ્રશઃ | વર્સિ હૈં ઇથોપાસ્ય, મિત્રા મવતિ તાદૃશી I” - શ્રી પૂજ્યપાદસ્વામી કૃત સમાધિશતક' સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે, ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-દ૯૩ માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણો હેતુ પ્રભુ તુંહી સાચો, દેવચંદ્ર સ્તવ્યો મુનિગણે અનુભવ્યો, તત્ત્વભક્તિ ભવિક સકલ રાચો.” અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી.” -- તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી હતસિદ્ધ ૨૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy