SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરિંગઃ સમયસાર ગાથા કાંઈ “દહન” દાહ્ય' બની જતો નથી. પણ દહન ને દહન જ રહે છે, આમ દાહ્ય રાશિમાં સ્થિત - દાહ્ય ઈધનના ઢગલામાં મૂકેલા દહન ને - દાહ્યરાશિ સ્થિતપણાએ કરી “દહનત્વ” પ્રસિદ્ધિને લીધે - કાંઈ દાહ્ય બનીજવા રૂપ અશુદ્ધપણું આવતું નથી. તેમ શેયને આત્મા જાણે છે, એટલા માટે “જ્ઞાયક' કહેવાય છે - આત્માની જ્ઞાયક રૂપે પ્રસિદ્ધિ છે, એટલે “જ્ઞાયક' કહેવાતો આત્મા શેયરાશિ સ્થિત હોય પણ તેથી કાંઈ જ્ઞાયક શેય બની જતો નથી, પણ જ્ઞાયક ને લાયક જ રહે છે, આમ જ્ઞાયકને - શેયનિષ્ઠપણાએ કરી લાયકપણાની પ્રસિદ્ધિને લીધે - શેય બની જવા રૂપ અશુદ્ધપણું આવતું નથી. આમ અગ્નિ સાથે સાધમ્મથી દષ્ટાંતની (Comparison by scimilarity) વિચારણા છે. હવે વૈધર્મેથી દાંતનો (Comparison by contrast) એશ પણ અત્ર વિચારણીય છે : ત્યાં દહાનાર દાહ્ય અને દહનાર દહન બને જૂદા છે, એટલે દહનની દાહ્યમાં ગણના થઈ શકે એમ નથી, માત્ર દાહ્ય સાથે દાહ્ય-દાહક સંબંધને લીધે એ “દહન” કહેવાય છે. એટલું જ, પણ અત્ર જ્ઞાયક ભાવની બા. માં તો સાવ જૂદી સ્થિતિ છે. કારણકે શેયરાશિ સ્થિતપણામાં પણ અહીં જ્ઞાયક ભાવની બા. માં તો જ્ઞાયકપણે જણાનાર જોય અને જાણનાર શાયક બન્ને જૂદા નથી, ભિન્ન ભિન્ન નથી, પણ અભિન્ન જ જ્ઞાયક છે, શેય છે તેજ જ્ઞાયક છે ને જ્ઞાયક છે તે જ જોય છે. તેથી આમ બન્ને રીતે આ જ્ઞાયક અને શેય નિષ્ઠાણાએ કરી જ્ઞાયકપણાની પ્રસિદ્ધિને લીધે - દાહ્મનિષ્કનિષ્ઠ દહનની જેમ – અશુદ્ધપણું પ્રાપ્ત થતું નથી. એટલા માટે જ અત્રે કહ્યું કે - “તે અવસ્થાને વિષે જ્ઞાયક પણે જે હોય તે શાયક જ સ્વરૂપ જ્ઞાત થયો, તે સ્વરૂપ પ્રકાશન દશામાં પ્રદીપની જેમ કર્તા-કર્મના તે શેયનિષ્ઠ પ્રકાશન દશામાં પ્રદીપની જેમ અવસ્થામાં આ જ્ઞાયક છે એમ જે જ્ઞાયકપણે, જ્ઞાયક સ્વરૂપે જ્ઞાત હતો, કર્તાકર્મનું અનન્યપણું જાણવામાં આવેલો જોય હતો, - ડ્રાયવરુત્વેન ગો જ્ઞાતા, તે કર્તા-કર્મના અનન્યપણાને લીધે જ્ઞાયક જ છે, íોરના જ્ઞાવિ ઇવ કોની જેમ ? સ્વરૂપવાશનશાયાં પ્રવીપચેવ - સ્વરૂપ – પ્રકાશનદશામાં પ્રદીપની જેમ. અર્થાત્ જેમ સ્વરૂપ પ્રકાશન દશામાં દીવો પ્રકાશક છે અને પ્રકાશન પણ પ્રકાશ્ય એવા દીવાનું છે, તેથી કર્તા-કર્મનું અનન્યપણું - અભિત્રપણું છે : તેમ સ્વરૂપ-પ્રકાશન - જ્ઞાપન દશામાં પ્રકાશક – જ્ઞાપક જ્ઞાયક છે અને પ્રકાશન - જ્ઞાપન પણ જોય એવા શાયકનું છે, તેથી કર્તા કર્મરૂપ જોય-જ્ઞાયકનું અનન્યપણું અભિન્નપણું છે. આમ જે શેય એવો આત્મા છે તે જ લાયક એવો આત્મા છે, જે શેય છે તે જ જ્ઞાયક છે ને જે જ્ઞાયક છે તે જ શેય છે. એટલે આમ કર્તા-કર્મના અનન્યપણાથી જોયજ્ઞાયકના અભિન્નપણાને લીધે-અનન્યપણાને લીધે, શેય-નિષ્ઠપણાએ કરીને પણ આ જ્ઞાયક એકભાવનું અશુદ્ધપણું સંભવતું નથી. અને અશુદ્ધપણું તો પરવસ્તુના સંસર્ગ-સંયોગથી - દૈતથી સાંપડે, પણ જોય આત્મા અને જ્ઞાયક પણ આત્મા એમાં પરવસ્તુના સંસર્ગ-સંયોગની - દૈતની વાર્તા જ નથી, તેમાં તો કેવલ એક અદ્વૈત શાયક ભાવની (આત્માની) જ વાત છે, સકલ પરભાવ-વિભાવથી વિરહિત એવા અદ્વૈત એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવભૂત આત્માની જ વાત છે. આમ સર્વથા સ્વગુણપર્યાયથી અભિન્ન જ્ઞાયક એકભાવ એજ સર્વ પદ્રવ્યથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છે, એમ અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો. ૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy