SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા આત્મખ્યાતિટીકાર્થ જે નિશ્ચયથી સ્કુટપણે સ્વતઃ સિદ્ધપણાએ કરીને અનાદિ, અનંત, નિત્યોદ્યોત વિશદ જ્યોતિ એવો જ્ઞાયક એક ભાવ, તે - (૧) સંસાર અવસ્થામાં અનાદિ બંધ પર્યાય નિરૂપણાથી (દષ્ટિથી) ક્ષીર-નીરવત્ કર્મપુદગલો સાથે એકત્વમાં પણ, (૨) દ્રવ્ય સ્વભાવ નિરૂપણાથી (દષ્ટિથી) દુરંત કષાયચક્રના ઉદય વૈચિત્ર્ય વિશે પ્રવર્તી રહેલા પુણ્ય પાપ નિર્વર્તક (સર્જક) વૈશ્વરૂપ્ય (વિશ્વરૂપ પણું) ઉપાર કરેલા એવા શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે, પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો આ જ અશેષ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે ઉપાસાઈ રહેલો “શુદ્ધ' એમ અભિલપાય (કહેવાય) છે : અને આનું - યનિષ્ઠપણાએ કરી જ્ઞાયકત્વ પ્રસિદ્ધિને લીધે, - દાહ્મનિષ્કનિષ્ઠ (દાહ્યરાશિસ્થિત) દહન (અગ્નિ) જેમ – અશુદ્ધપણું નથી, કારણકે તે અવસ્થામાં જ્ઞાયકપણે જે જ્ઞાત થયો (જાણવામાં આવ્યો), તે સ્વરૂપ પ્રકાશન દશામાં, પ્રદીપની જેમ, કર્તા-કર્મના અનન્યપણાને લીધે, જ્ઞાયક જ છે. કા. અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૬૦, ૮૩૩ “કારક ચક્ક સમગ્ગ, જ્ઞાયક ભાવ વિલગ્ન, પરમ ભાવ સંસગ્ગ, એક રીતે રે કાંઈ થયો ગુણવષ્ણુ રે. જિગંદા તોરા નામથી મન ભીનો.” - શ્રી દેવચંદ્રજી ઉપરમાં એકત્વ વિભક્ત એવો જે શુદ્ધ આત્મા દર્શાવવાની મહા પ્રતિજ્ઞા કરી, તેઓ શુદ્ધ આત્મા કોણ છે? તેનું સ્પષ્ટ વિધાન અત્ર શાસ્ત્રકાર ભગવાન કુંદકુંદાચાર્યજીએ કર્યું ન પ્રમત્ત ન અપ્રમત્ત શાયક છે અને તેનું અપૂર્વ તત્ત્વમીમાંસન કરતાં “આત્મખ્યાતિ” સૂત્રકર્તા શ્રીમદ્ એક ભાવ તે જ શુદ્ધ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી દે છે - “ દિ નામ' જ્ઞાય પો માવ:' જે ઉદય-ફલદાન સન્મુખ વિપાકના વૈચિત્ર-વિચિત્રપણાના વશે કરીને - આધીનપણાએ કરીને. આમ કષાયોદય વશે પ્રવર્તતાં, પુણ્ય-પાપ નિર્વર્તતા (સર્જતા) એવા વિશ્વરૂપપણું ધરતા શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે - નહીં પરિણમવાપણાને લીધે જે આ જ્ઞાયક એક ભાવ પ્રમત્ત-અપ્રમત્ત નથી હોતો, તેજ “શુદ્ધ’ એમ કહેવાય છે. ન વાસ્થ સેનત્વેન જ્ઞાત્વિકff: શુદ્ધત્વ - અને આનું - આ જ્ઞાયક શુદ્ધ ભાવનું “યનિષ્ઠાણાએ કરીને - શેયભાવમાં સ્થિતપણાએ કરીને જ્ઞાયકપણાની પ્રસિદ્ધિને લીધે અશુદ્ધપણું નથી. કોની જેમ ? ઢાધ્ધનનિરુદનચેવ ‘દાહ્ય નિષ્કમાં' - દાહ્ય - દાહવા યોગ્ય ધન રાશિમાં “નિષ્ઠ' -- સ્થિત “દહન - દહન કરનાર - દહનાર અગ્નિની જેમ. આમ જોયનિષ્ઠ છતાં - ય રાશિમાં ગણના છતાં શાયકનું અશુદ્ધપણું કેમ કયા કારણથી નથી ? તો કે - તો હિ તસ્યાવસ્થાયાં - કારણકે સ્કુટપણે ‘તે અવસ્થામાં” - તે જ્ઞાયકની તે શેયનિષ્ઠ દશામાં - સ્થિતિમાં જ્ઞાયત્વેન યો જ્ઞાત: - જ્ઞાયકપણે જે જ્ઞાત થયો - જાણવામાં આવ્યો, ન સ્વરૂપ પ્રજાનાવાં જ્ઞાવિ ઈવ - તે સ્વરૂપ પ્રકાશન દશામાં જ્ઞાયક જ જાણનાર જ છે. શાને લીધે ? અર્જુર્મોરની વાતુ - કર્તા-કર્મના “અનન્યપણાને લીધે' - અભિન્નપણાને લીધે - અપૃથક પણાને લીધે. કોની જેમ ? પ્રીવ - પ્રદીપની જેમ. અર્થાતુ દીપક જેમ પ્રકાશ્ય અને પ્રકાશક બન્ને પોતે જ છે, તેમ કર્તા રૂપ જે જ્ઞાયકભાવ તે કર્મરૂપ શેય અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, કાંઈ અન્ય જુદો નથી, અભિન્ન જ છે, એટલે જોયપણાએ કરીને પણ જ્ઞાયક એક ભાવનું અશુદ્ધપણું થતું નથી, પણ શુદ્ધપણું અચળ અખંડ અબાધિત જ રહે છે, એમ ભાવ છે. | તિ “બાત્મતિ' માત્મભાવના પેદા ૮૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy