SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૫ સર્વ “સ્વ વિભવ' સમર્પણ કરી પરમ અદ્ભુત મૌલિક તત્ત્વામૃત મંથનમય મહાજ્ઞાન-સમૃદ્ધિથી આ પ્રાભૃતને અત્યંત સંભૂત-સમૃદ્ધ કરી મહામૂલ્યવંતુ “મહા પ્રાભૃત” બનાવ્યું છે. જય કંદ કંદ ! આમ જગત ને આવા ઉત્તમોત્તમ તત્ત્વજ્ઞાનનું પ્રાભૂત સમર્પનારા આ બન્ને જય અમૃતચંદ્ર ! પરમ ધુરંધર પરમ ગુરુઓની અદભુત અલૌકિક જોડીએ - જગદ્ગુરુ પરમર્ષિ યુગલે જગતુતત્ત્વજ્ઞાનીઓની યશસ્વી મંડલીમાં એવું પરમ યશસ્વી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત ક્યું છે કે, પદે પદે તત્ત્વરસિકોના સહજ સ્વયંભૂ ઉદ્ગાર નીકળી પડે છે કે, જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! આમ પરમ ભાવિતાત્મા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ જે શુદ્ધભાવથી કહ્યું છે, તેવો જ ભાવ પરમ આત્મભાવનાથી અસ્થિમજ્જા રંગાયેલા પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી અંગે પણ, ઉપલક્ષણથી સમજવાનો છે. કારણકે કુંદકુંદાચાર્યજીના અનન્ય પરમાર્થભક્ત એવા અમૃતચંદ્રાચાર્યજીએ પણ અપૂર્વ તત્ત્વકળાથી આ પરમ અદ્ભુત્ અલૌકિક “આત્મખ્યાતિ આત્મખ્યાતિમાં વ્યક્ત થતો મહાટીકા ગૂંથવામાં પોતાના આત્માનું સર્વ સામર્થ્ય રેડ્યું છે, પોતાના અમૃતચંદ્રજીના આત્માનો આત્માનો સમસ્ત “સ્વ વિભવ' સુપ્રયુક્ત કર્યો છે. એટલે કે તેઓશ્રીએ પણ. તેવો જ પરમ “સ્વ વિભવ' પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની જેમજ, સ્યાદ્વાદ શબ્દબ્રાહ્મના અનન્ય સમુપાસનથી, નિખુષ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદરૂપ શુદ્ધાત્મતત્ત્વના સમર્થ અનુશાસનથી અને પરમાનંદમય આત્માનુભવ રૂપ તીવ્ર સ્વસંવેદનથી જન્મ પામેલો પોતાના આત્માનો સમસ્ત ‘સ્વ વિભવ' આ શાસ્ત્રનો પરમાર્થ આશય અનંત ગુણ વિશિષ્ટ બળવાનપણે અપૂર્વ સોળે કળાથી પ્રકાશિત કરવામાં સર્વાત્માથી ખર્ચી નાંખી, અક્ષરે અક્ષરે પદે પદે પરમ અમૃત વર્ષાવી, પોતાના “અમૃતચંદ્ર' અભિધાનને સાર્થક કર્યું છે અને તેવા પ્રકારે “આત્મખ્યાતિ’ ગદ્યભાગ ઉપરાંત શુદ્ધાત્માનુભૂતિમય પરમામૃતસંભૂત અનુપમ કલશ” કાવ્યોથી વિશિષ્ટપણે સમલકત આ “આત્મખ્યાતિ' પરમ “અમૃત” ટીકાના વરમાં વર (Choicest) શબ્દ અર્થ, પરમાર્થ, તત્ત્વ, આશય, ભાવ, કવિત્વ, ગ્રંથના, શૈલી, આત્માનુભૂતિ આદિ પ્રત્યે સહજ દષ્ટિપાત કરતાં કોઈ પણ સન્ન સહદય વિવેકી વિચક્ષણને તત્ક્ષણ સુપ્રતીત થવા ઉપરાંત ચોક્કસ ખાત્રી થાય એમ છે કે – અમૃતચંદ્રજીએ પણ અત્રે પોતાના આત્માનો સમસ્ત “સ્વ વિભવ' ખર્ચી નાંખવામાં લેશ પણ કસર કરી નથી, એટલું જ નહિ પણ પરમ ઉદારતા કરી છે અને એટલા માટે જ અમૃતચંદ્રજીના દિવ્ય આત્માની પરમ ખ્યાતિ પોકારતી આ અનુપમ “આત્મખ્યાતિ' સુકૃતિથી અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત પરમ અનુભવ રસપૂર્ણ અલૌકિક મૌલિક કળશ સર્જનથી સાનંદાશ્ચર્ય અનુભવી સર્વ પ્રાજ્ઞજનો પદે પદે મુક્તકંઠે પોકારે છે કે “ધન્ય અમૃતચંદ્ર !'
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy