SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આમ અનેકાન્ત સિદ્ધાંત જેનો આત્મા છે એવી શબ્દ બહ્મમય જિનવાણી પણ અનેકાન્તમૃત્તિ છે અને આ ગ્રંથ પણ અનેકાન્ત સિદ્ધાંતના અંગભૂત છે, એટલે આનું નિરૂપણ પણ અનેકાન્તિક છે, એકાંતિક નથી, એ મુદ્દો સૂચિત થતો અત્રે પ્રારંભમાં જ સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. આ ગ્રંથમાં જે કે શુદ્ધ નિશ્ચય નયના પ્રધાનપણાથી મુખ્યપણે નિરૂપણ છે, પણ તે બીજા નયોની અપેક્ષાઓને સાપેક્ષપણે છે. શુદ્ધ આત્મસ્વરૂપની શ્રેણીએ ચઢવા માટે વસ્તુના શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરતો શુદ્ધનય જ - નિશ્ચય નય જ આત્માર્થી મુમુક્ષને પરમ ઉપકારી છે - “પ્રવચનસાર ક્રિશ્ન. સ્કંધ. ૯૭ ગાથાની ટીકામાં આચાર્યવય અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ શુદ્ધપણે સાધ્ય દ્રવ્યના શુદ્ધત્વ-દ્યોતકપણાને લીધે “સાધક તમ” છે - “સાધ્વી દિ શુદ્ધત્વેન દ્રવ્યચ શુદ્ધત્વોતઋત્વાન્નિશ્ચય જીવ સધઋતમ:', એટલે તેના નિરૂપણની મુખ્યતાથી અત્રે સાપેક્ષ કથન છે, તે કાંઈ સાધ્ય નિશ્ચયના સતુ સાધન રૂપ સદ્ વ્યવહારનો લોપ કરવા માટે નથી. કારણકે નિશ્ચય વ્યવહાર સાપેક્ષ હોય અને વ્યવહાર નિશ્ચય સાપેક્ષ હોય, એ જ સર્વ નય વિલસિતોના વિરોધનું મથન કરનારી જિનવાણીની અનેકાન્ત શૈલી છે અને એ જ અનેકાન્તમૂર્તિની ખાસ વિશિષ્ટ સ્તુતિ પરથી ફલિત થતા બોધનો ધ્વનિ છે, આર્ષદૃષ્ટા અમૃતચંદ્રજીનો ગર્ભિત આશય છે. અર્થાત આત્માર્થી મુમક્ષએ શુદ્ધ નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખી. તે શદ્ધ નિશ્ચયની સાધનામાં પરમ ઉપકારી એવા સદુદેવ - જિન સિદ્ધ ભગવાન, સદ્ગુરુ - આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સતુ પુરુષ અને સત શાસ્ત્ર - સત તત્ત્વનિરૂપક સહુ આગમ એ આદિની ભક્તિ આદિ સર્વ સતુ વ્યવહાર સાધન પણ પરમ ભક્તિથી સેવવા યોગ્ય છે, એ તાત્પર્ય અત્ર સર્વત્ર સ્મરણમાં રાખવા યોગ્ય છે. આ અંગે “આત્મસિદ્ધિ' શાસ્ત્રમાં પરમ આત્મતત્ત્વદેષ્ટા સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' - શ્રી આત્મસિદ્ધિ અત્રે “પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ભાખેલું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનું આ સુવર્ણ સૂત્ર સ્મૃતિમાં આવે છે - રવૈયાના નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજે અંતથી છેડેથી) ઢીલું છોડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી (ધર્મથી) વસ્તુનું તત્ત્વ આકર્ષતી અને બીજેથી શિથિલ (ઢીલું, ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ તત્ત્વ-નવનીત વલોવી જયવંત વર્તે છે.” આનો જાણે પ્રતિધ્વનિ કરતાં હોય એમ આ જ પરમર્ષિ અત્રે પ્રકાશે છે - આવી આ અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશ પામો ! "एकेनाकर्षती श्लथयंती वस्तुतत्त्वमितरेण । બન્નેન નથતિ નૈની નીતિર્મયાનનેત્રવિ શોપ || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” "इमां समक्षप्रतिपक्षसाक्षिणामुदारघोषामुद्घोषणां ब्रुवे । न वीतरागात्परमस्ति दैवतं, न चाप्यनेकान्तमृते नयस्थिति ।।" - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત અન્ય યો. વ્યચ્છેદ.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy