SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ પ્રગટ તે જ આત્મા હૈયે. તે આત્મા સમતા નામનાં લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દસ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે, કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપી પણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી, એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે, તે જીવ છે. પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે અથવા જેના પ્રગટ સ્ફરતાંવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું છે. લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત્ શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. કોઈપણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાનાં અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે અને કોઈપણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ તે થઈ શકે. એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય, એવો જે પ્રગટ ઊર્ધ્વતા ધર્મ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો શાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં અને દાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે શાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જાયકતા તે લક્ષણ જેમાં છે, તે પદાર્થ તીર્થકરે જીવ કહ્યો છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે, તે ભિન્ન ભિન્ન કરી લેતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થકરે જીવનું કહ્યું છે અને વ્યવહાર દષ્ટાંત નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છઉં એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે, બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે. તે જેનેથી ભાસે છે, તે જીવ નામનો પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરૂં છુઉં, તાપ પડે છે, દુઃખી છુઉં, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું તે જે કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે અથવા તે જેનું લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ હોય છે, એજ તીર્થંકરાદિનો અનુભવ છે. સ્પષ્ટ પ્રકાશપણું - અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી અર્થાત્ તે સર્વ પોતે પોતાને જાણવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થ જાણ્યા જાય છે, તે પદાર્થ પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન એવું નિરાબાધ ચ તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યાં છે તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધ પણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્ર-૪૩૮ આકાશાદિ ઈતર પદાર્થોનું જે પોતપોતાનું ખાસ લક્ષણ છે, તે આ જીવ પદાર્થમાં છે નહિ અને ઈતર પદાર્થોમાં જે છે નહિ, એવું અસાધારણ ચૈતન્યલક્ષણ આ જીવ પદાર્થમાં છે, એટલા માટે આ ૫૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy