SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાલ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ હોય.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર-૧૩૪ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે... ષટુ દરિશન.” - શ્રી આનંદઘનજી આમ સર્વ પ્રકારે પરમ પ્રમાણ્યપણાને પામેલ આ “સમય પ્રાભૃત'નું અત્રે “પરિભાષણ' કરવામાં આવે છે, “પરમાણમુપતે.” અર્થાત્ પરિભાષણ એટલે સૂત્રને “પરિ” - પરિભાષણ ઉપકમ' પરિગત એવું અથવા સૂત્રનું “પરિ” - સર્વથા સર્વ પ્રકારે “ભાષણ” - વ્યાખ્યાન કરવામાં આવે છે, સૂત્રને પરિગત પરિવૃત્તિ જ કરવામાં આવે છે. વૃત્તિ (વાડ) જેમ ક્યારાને ચોપાસ વીંટીને વર્તે અને તેને સુરક્ષિત રાખે, તેમ આ પરિવૃત્તિ સૂત્રરૂપ ક્યારાને પરિ-ચોપાસ વીંટીને જ વર્તે છે (વૃત્તિ) તેનું પરમાર્થ નિશ્ચયન રૂપ યથાર્થ અર્થ સંરક્ષણ કરે છે, અર્થાતુ સૂત્રની મર્યાદાથી જરા પણ હાર નહિ પણ સૂત્રની મર્યાદાની પૂરેપૂરી અંદર જ વર્તવા રૂપ પરિવૃત્તિ રૂ૫ આ “પરિભાષણ' છે અને આ ઉપરથી આવા પરમર્ષિ કુંદકુંદાચાર્યજી જેવા ઉત્કૃષ્ટ જ્ઞાની આચાર્યજીએ પણ સ્વચ્છંદ પરિહારનું અને અહંન્દુ-મમત્વ વિલોપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરમ સમર્થ આચાર્યજીએ આ સમય પ્રાભૃતનું અત્ર પરિભાષણ કર્યું છે, પરિભાષણ એટલે પ્રસ્તુત અધિકારનું યથાસ્થાને સૂચન કરવા રૂપ પરિભાષા કરી છે. મૂલ સૂત્રોનું જ્ઞાન તો પૂર્વાચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીને પ્રાપ્ત થયું હતું, એટલે એઓશ્રીએ આ સમય પ્રાભૃતનું પરિભાષા સૂત્ર ગૂંચ્યું છે, તે તે પ્રાભૃતના અર્થને જ સૂચિત-સૂત્રિત કરે છે અને આ સમય પ્રાભૃત પરિભાષા સૂત્રનું પરમાર્થ વ્યંજન-પરમાર્થ પ્રકાશન કરવા માટે આચાર્યવર્ય પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ' ટીકા નામક અપૂર્વ “પરિભાષણ - પરિવૃત્તિરૂપ વ્યાખ્યાન અદભૂત સૂત્રબદ્ધ પરમાર્થઘન એક જ સળંગ વાક્યમાં વ્યાખ્યાન કરવાની એકસૂત્રાત્મક શૈલીથી સંક્ષિપ્ત છતાં મહાગ્રંથાર્થ ગંભીર ભાવથી કર્યું છે, અને આ પરમ સમર્થ અનન્ય અદ્વિતીય “આત્મખ્યાતિ' મહાટીકા વડે સુશોભિત સમલંકૃત કરી આ પ્રાભૃતને મહાપ્રાભૃત બનાવી દઈ આ ગ્રંથનું અને ગ્રંથકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનું અનંત ગુણવિશિષ્ટ ગુણ ગૌરવ બહુમાન વધારી સ્વયં “સવાઈ ગ્રંથકાર' નામને યોગ્ય એવી અનુપમ “આત્મખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ પરિભાષણ કેવી રીતે કરવામાં આવે છે ? ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી - માવવાથી દ્રવ્યવાવ ર” અંતર ભાષારૂપ ભાવવાચાથી અને બહિરૂભાષા રૂપ ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી; અર્થાતુ આત્મામાં ઊઠતા શ્રત વિકલ્પરૂપ-શ્રુત જ્ઞાનોપયોગ રૂપ, દ્રવ્યભાષાથી પરિભાષણ - જ્ઞાન વિચાર રૂપ-આત્મભાવ રૂપ ઉપયોગમય ભાવ ભાષાથી-આત્મભાષાથી અને તે ઉપયોગ પ્રેરિત પુદગલ વાગયોગમય શબ્દ બ્રહ્મરૂપ - દ્રવ્યશ્રત રૂપ - વચનયોગ રૂપ દ્રવ્ય ભાષાથી - પુદ્ગલ ભાષાથી આ પરિભાષણ કરવામાં આવે છે અને તે પણ શું અર્થે કરવામાં આવે છે ? “વપરયરનાટિમોwહાય' - સ્વ પરના અનાદિ મોહપ્રહાણાર્થે - પોતાના અને પરના અનાદિ અવિદ્યા રૂપ મોહના પ્રકૃષ્ટ-આત્યંતિક સર્વથા હાન-નાશ-ક્ષય અર્થ કરવામાં આવે છે. શુદ્ધ આત્મોપયોગમય કેવલ જ્ઞાનમય ભાવભાષાથી સ્વના - પોતાના આત્માના અનાદિ મોહનું પ્રહાણ થાય એટલા માટે અને પુદ્ગલરૂપ વચનમય દ્રવ્યભાષાથી પરને પણ શુદ્ધ આત્મોપયોગ રૂપ કેવલજ્ઞાનમય ભાવભાષાનું ઉત્તમ નિમિત્ત થઈ પરના - અન્ય આત્માઓના પણ અનાદિ મોહનું પ્રહાણ થાય એટલા માટે, અનુક્રમે (યથાસંખ્ય) આત્મબ્રહ્મમય ભાવવાચાથી અને શબ્દ બ્રહ્મમય દ્રવ્યવાચાથી આ પરિભાષણ કરવામાં આવે છે ૩૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy