SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અદ્ભુત સ્વરૂપ મહાસ્ય શ્રી સુબાહુ જિન અંતરજામી, મુજ મનના વિશરામી રે, પ્રભુ અંતરજામી. આતમ ધર્મતણો આરામી, પર પરિણતિ નિષ્કામી રે, પ્રભુ.” - શ્રી દેવચંદ્રજી (૩) અનૌપચ્ચ છે, “અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાભ્યપણાએ કરીને જેનું ઔપમ્ય (ઉપમા આપવા યોગ્ય) અવિદ્યમાન છે. એવી છે, “વિનોપમાનવિનક્ષUTIકૃતમાહિસ્પિર્વનાવિદ્યમાનીપભ્ય' જેના વડે ઉપમા આપી શકાય એવા સર્વ ઉપમાનથી વિલક્ષણ-વિશિષ્ટ લક્ષણવાળા અદૂભુત-આશ્ચર્યકારી કોઈ અવર્ણનીય માહાસ્યવાળી છે, એટલે એને ઉપમા આપવા યોગ્ય એવું કોઈ ઉપમાન છે નહિ. ચારે ગતિમાં કોઈ પ્રકારે સમાન લક્ષણપણું છે, એથી તેને ઉપમા આપી શકાય અને તેમાં કાંઈ ખાસ અપૂર્વ માહાસ્ય જેવું પણ નથી, એટલે પૂર્વાનુપૂર્વ ચતુર્ગતિ માહાભ્ય વિહીન અને ઉપમાવંત છે, પણ આ અપૂર્વ વરૂપ માહાત્મવાળી પંચમી ગતિ તો ભગવાનું મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહેલા સુપ્રસિદ્ધ ભિલ્લ દૃષ્ટાંતની પેઠે અનુપમેય છે. આમ પણ સિદ્ધગતિનું ઈતર ગતિથી વિલક્ષણપણું છે. “અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય... વિમલ જિન. દીઠા લોયણ આજ.” - શ્રી આનંદઘનજી (વિમલ જિન સ્તવન) સ્વારથ વિણ ઉપગારતા રે, અદ્ભુત અતિશય રિદ્ધિ, આત્મ સ્વરૂપ પ્રકાશતા રે, પૂરણ સહજ સમૃદ્ધિ-અનિલ જિન સેવીએ રે.” “નાથ ! તુમ્હારી જોડી, ન કો ત્રિહું લોકમેં રે; પ્રભુજી પરમ આધાર, અછો ભવિ થોકને રે... અનિલ.” - શ્રી દેવચંદ્રજી આમ સ્વભાવ ભાવભૂતપણાથી ધ્રુવ, પરભાવ-વિભાવ રહિતપણાથી અચલ અને વિલક્ષણ અદ્ભુત માહાભ્યપણાથી અનુપમ, એવી આ “અપવર્ગ' નામની સિદ્ધ ભગવંત’ સિદ્ધો ગતિને પામેલા આ સિદ્ધ ભગવંતો છે; આવા આ સિદ્ધ “ભગવંતો' અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એમ અનંત અને અપાર જ્ઞાનાદિ ગુણ સંપદાથી વિરાજમાન છે, અદ્ભુત અતિશય આત્મઋદ્ધિ સંપન્ન પૂર્ણ સહજ સમૃદ્ધિવંત સહજાત્મસ્વરૂપથી પ્રકાશમાન છે, એટલા માટે એ મહાભાગ્યવંતો ખરેખરા ભગવંતો' છે. શ્રી હરિભદ્રાચાર્યજી કૃત ‘લલિત વિસ્તરા”માં કહ્યું છે તેમ સમગ્ર એવા ઐશ્વર્યની, રૂપની. યશની, શ્રીની, ધર્મની અને પ્રયત્નની - એમ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે' - એવા ષડ વિધ ભગસંપન્ન આ યથાર્થનામા “ભગવંતો”** છે. “શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરુકલ્પ અહો ! ભજીને ભગવંત ભવંત લો.” - શ્રીમદ્ રાજચંદ્રજી (મોક્ષમાળા પાઠ-૧૫) આવી ઉક્ત પ્રકારની ધ્રુવ-અચલ-અનુપમ સિદ્ધગતિને પામેલા ભગવાન સર્વ સિદ્ધો સિદ્ધત્વ-સિદ્ધપણે સાધ્ય આત્માના પ્રતિરસ્કંદ સ્થાનીય - “સિદ્ધત્વેન સચ્ચસ્થ માત્મન: સિદ્ધપણે સાધ્ય આત્માના પ્રતિષ્ઠાનીયાનું' છે. અર્થાત્ પરભાવ-વિભાવથી વિરત અને સ્વભાવમાં સુસ્થિત એવા આ અનુપમ સિદ્ધ ભગવાન, તેવા જ પરભાવ વિભાવ વિરત ભગવંતો અને સ્વભાવ સુસ્થિત અનુપમ સિદ્ધ સ્વભાવે સાધ્ય-સાધવા યોગ્ય આત્માના "ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशसः श्रियः । ધર્મશા પ્રયત્નશ, gogi મા તીકના ” - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત લલિત વિસ્તરા આ “ભગવતુ પદના અપૂર્વ પરમાર્થના જિજ્ઞાસુએ લલિતવિસ્તરા' મત્કત વિવેચન સહિત પૃ. ૧૦૦-૧૦૯નું અવલોકન કરવું. - ભગવાનદાસ ૨૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy